યોગા સે હી હોગા યોગનો ઉદભવ:- આજ કાલ પ્રચલિત બનેલા આ શબ્દના મૂળિયાં ખોદવામાં આવે તો તે ૫૦૦૦ વર્ષ જેટલાં પ્રાચીન જણાઈ આવે છે! માનવ ઇતિહાસના સૌ પ્રથમ ગ્રંથ ઋગ્વેદમાં તેનો ઉલ્લેખ મળી આવેલ છે. યોગનો ઉપયોગ પ્રાચીન ભારતમાં કરવામાં આવતો હતો પરંતુ તેને ચોક્કસ સ્વરૂપ આપવાનું અને તેનું દસ્તાવેજીકરણ કરવાનો શ્રેય મહર્ષિ પતંજલિને જાય છે. યોગની શોધ થવાના મૂળ કારણો એવા જણાય છે કે શરીરને વિવિધ વ્યાધિઓથી મુક્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હશે અને સાથે તે સમયે ભારતમાં અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી વિલક્ષણ ખોજ માટે જવાબદાર એવું ધ્યાન અને એકાગ્રતા હાસલ કરવા માટે યોગનું કૌશલ્ય વિકસાવવામાં આવ્યું હશે. શા માટે લાંબા સમય સુધી યોગ ભુલાયો ? ખુબ લાંબા સમય પહેલા અસ્તિત્વમાં આવી ગયેલ આ એક ક્રાંતિકારી કૌશલ્ય લાંબા સમય સુધી અવગણ્ય બની ગયેલું. તેનું કારણ એવું હોઈ શકે કે એક સમયે જે ધ્યાન, શોધ ખોળ, આત્મ સાક્ષાત્કાર તરફનો જે ઝુકાવ હતો તે ક્રમશઃ વિસરાતો ગયો હશે. લોકો ભૌતિક જીવન તરફ દોરવાતા ગયા, જે દરમિયાન દેશ પર આશરે ૮૦૦-૯૦૦ વર્ષ સુધી વિવિધ બારાતુ આક્રમકો અને શાસકો આવતા રહ્યા, જેઓ દેશની સંસ્કૃતિની ઘણી બા...
Posts
'વ' વાર્તાનો 'વ'
- Get link
- X
- Other Apps
By
Heli
-
ક્યારેક કહાનીઓ પર હાથ અજમાવી જોઉં ખરી. ટૂંકી વાર્તા અહીં શેર કરું છું, આશા રાખું કે તમને પસંદ પડશે. પ્રતિભાવો કોમેન્ટ સેક્શનમાં આવકાર્ય. તાજ હાજીપીરના મેળામાં આંખો મળી , નીચી જાત છતાં યાકુબે હિંમત કરી .... “ મારી બેગમ બનશે તું , ઝોહરા ?” ઝોહરા હસી .. “ ઘરવા l ળા કભી નહિ માનશે ” “ ભાગેગી ?” યાકુબની આંખમાં લોહી ધસી આવ્યું . ** ******************************************************************************* ****************** બેગમ મુમતાઝના મનનો દાવાનળ કેમે ’ ય શમતો નહોતો , મુઘલ હેરમમાં છડી પોકારાઈ ...
લાઈફ લાઈન - જય વસાવડા
- Get link
- X
- Other Apps
By
Heli
-
આપણે આયખું જેમના સંગાથે પસાર કરીએ , એ લોકો આપણા જીવનનો હિસ્સો બની જતા હોય છે. આપણા માતા-પિતા, ભાઈ-બહેનો, મિત્રો-પડોશીઓ કે સહકાર્યકરો ઉપરાંત આપણે આપણા સમયના પ્રભાવકો સાથે પણ ઉછરતા હોઈએ છીએ. આપણે કોઈ ક્ષેત્રનું આકર્ષણ હોય જેમ કે, કોઈને શેર - માર્કેટનું હોય તો કોઈને એડવેન્ચરનું, કોઈને ફેશનનું તો કોઈને ચિત્ર કે હસ્તકળાનું, કોઈને પુસ્તકોમાં ડૂબકી મારવી ગમે તો કોઈને સુરો પ્રત્યે પ્રેમ હોય, કોઈને ક્રિકેટ પ્રત્યે લગાવ હોય તો કોઈને ફિલ્મોનો ફિતૂર હોય. મારા માનસપટ પર બાળપણમાં ચિત્રકથાઓ પલાઠી મારીને બેસી ગયેલી. પંચતંત્ર, રામાયણ-મહાભારતની કથાઓ, અરેબીયન નાઈટ્સ, અલીબાબા ચાલીસ ચોર અને સિંદબાદ જહાજી, સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોની કથાઓ અને અલ્લાદીનનો જાદુઈ ચિરાગ... કેટલીક કથાઓ આજે પણ તાદ્રશ છે જયારે કેટલીક વિસારે પાડી દીધી છે. સમય અને પ્રાયોરીટી બદલાતા રહ્યા, વાંચન ઓછું વધતું થતું રહ્યું, રસના પુસ્તકો ઉમરની સાથે બદલાયા પણ એ શોખ જિંદગીના રોડની સમાંતર ચાલતી ફૂટપાથ જેમ સાથે રહ્યો. ઘણી વખત તેની ઉપર ચડીને નોલેજ અને વિઝડમ ધરાવતું સાહિત્ય વાંચીને ચાલી લીધું તો ક્યારેક કોઈક નાનકડી કોમિક ક...
મજાની વાતો
- Get link
- X
- Other Apps
By
Heli
-
આજે થોડાક બાળક બની જઈએ. કોઈ લોજીક વગર, કોઈ જજમેન્ટ લીધા વગર, કોઈ ભૂત ભવિષ્યના વિચાર વગર, કોઈ સારા નરસાના સિક્કા માર્યા વગર કોઈના ઓપીનીયનની પરવા કર્યા વગર બસ મજાની વાતો કરીએ અને વાગોળીએ. અને તે પણ કોઈ પણ જાતના ઈલેક્ટ્રોનિક મીડિયાની કાખઘોડી લીધા વગર જ. યસ આપણે સ્વીકારે જ છૂટકો કે આપણે માટે બધા ફનના ફંડા ઈલેક્ટ્રોનિક ડીવાઈસ વગર નિરાધાર છે. અને કદાચ આપણે પણ..... ઠીક છે ફેસબુક અને વોટ્સેપ ની પણ મજા છે. વેલ હાલો જલસામાં ડૂબકીઓ મારવા. એ ય ને મમ્મીના ખોળામાં માથું રાખીને પડ્યા રહેવાનું. અહિયાં કોઈ સેન્સર બોર્ડ નથી કે તમારી ઉમર કેટલી છે કે તમારું સામાજિક સ્ટેટસ શું છે એની રોકટોક કે ન આર્થિક સ્થિતિ વચ્ચે આવે. બસ મસાલાની વાસ વાળી સાડીની સોડમ અને થાક, જવાબદારીઓ કે તાણની રેખાઓ છતાં બાળક માટે સતત નીતરતી મા... સવારે ઉઠતા વખતે પ્રાત સંધ્યામાં ભલે ત્રણ ત્રણ કટકા ગાળો આપીએ પણ જરા બારી ખોલીએ ને જે ઉજાસ આવે, કેસરિયું આકાશ અને ઉડતા પક્ષીઓ, ક્યાંક સાઈડમાં એમજ ઉગી નીકળેલા છોડવા પર ખીલી ઉઠેલા ટચૂકડા ફૂલો કે શાળા એ જતા ફૂલો આ હા હા... દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા. શિયાળામાં નહાઈને થરથર કરતા બાથર...
ઉજવણીના રસ્તે ૨.
- Get link
- X
- Other Apps
By
Travel crazy couple
-
લાંબા સમય પછી આપને આપણા બ્લોગને ‘ ટુ બી કન્ટીન્યુ કરીએ રહ્યા છીએ . આપણે જેમના પ્રવાસની વાત કરી રહ્યા હતા એ અખંડ પ્રવાસી સદા ભમરાની માફક એક સ્થળ પરથી બીજા સ્થળ પર ભમતા રહે છે . એક વખત પ્રવાસ શરુ કર્યા બાદ તેમની કોઈ અવધી હોતી નથી , કોઈ પ્લાનિંગ હોતા નથી કે જેવા આપણા સૌના હોય છે . આપણે કઈ તારીખે નીકળીશું એ નક્કી કર્યા પહેલાં જ ક્યારે પરત આવીશું એ નક્કી કરી નાખીએ છીએ . આપણે બંધ માળખામાં જીવવાનું માફક આવી ગયું છે . જયારે વરુણ કોઈ ટાઈમટેબલને આધીન નથી રહેતા , કોઈ સ્થળ પર કેટલો સમય વિતાવવો એ તેઓ નહીં પણ તે સ્થળ નક્કી કરે છે . માટે છેલ્લા મહિનાઓથી ભારતના દક્ષીણ વિસ્તારના ભ્રમણ પર રહેલા વરુણ સાથે વાતચીત કરવાનો મોકો અમે શોધી રહ્યા હતા . વરુણ હંમેશા પોતાના પ્રવાસ , અનુભવો , સ્થળો , લોકો વિષે વાતચીત કરવા આતુર રહે છે પરંતુ એવો સમય ગોઠવવાની વાર રહે છે . વર્ષોથી વિશ્વના અનેક દેશોને સતત ખુંદી રહેલા , કોઈ પણ સંજોગો પ્રવાસને એક કોલિંગ તરીકે અપનાવી તેને વફાદાર રહેનારા વરુણ પોતાના બ્લોગ , ચેનલ વિગેરે મારફતે જનસામાન્યના સંપર્કમાં રહેવાના પ્રયાસમાં હતા . કેટલાય લોકો એમના ફોલોઅર પણ હતા પણ જેટલી નિષ્ઠાથી તેઓ...
ઉજવણીના રસ્તે - ૧
- Get link
- X
- Other Apps
By
Travel crazy couple
-
કેટલીક વખત પ્રવાસ એ ‘કોલિંગ’ હોય છે. મતલબ કે પ્રવાસ કરવા પાછળ કોઈ ચોક્કસ કારણ જવાબદાર ન હોય પણ અંતઃસ્ફૂરણાથી લોકો પ્રવાસ ખેડતા હોય છે. આવા પ્રવાસીની મુલાકાત અને અનુભવો હંમેશ સમૃદ્ધ હોય છે. આવા જ એક પ્રવાસી ભુજના વરુણ સચદે કે જેમણે આખા વિશ્વના અનેક દેશો, પ્રદેશોને પગ તળે ફેરવેલા છે, એમના પાસે પ્રવાસ અનુભવોનું મોટું ભાથું છે. સને ૨૦૨૦ની શરુઆતથી પરિસ્થિતિ પ્રવાસ માટે વિપરીત છે. કદાચ એકાદ બે વર્ષ આસાનીથી આપણે પ્રવાસ નહીં કરી શકીએ પરંતુ આવા સમયે પ્રવાસીઓને, તેમના અનુભવોને સાંભળવા માંણવાનું મઝેદાર જરૂર બનશે, સાથોસાથ બે વર્ષમાં આ દિશામાં આપણું જ્ઞાન અને સમજ વિસ્તૃત થશે તો ભવિષ્યમાં જરૂર ઉપયોગી થશે. આ સીરીઝમાં વરુણ સાથેના પ્રવાસ અનુભવોની શરુઆત “અસાંજા કચ્છડા”થી જ કરી છે. ભારતનો સહુથી મોટો જીલ્લો વૈવિધ્યપૂર્ણ વિશેષતાઓ ધ...