Posts

Showing posts from February, 2021

ઉજવણીના રસ્તે ૨.

Image
લાંબા સમય પછી આપને આપણા બ્લોગને ‘ ટુ બી કન્ટીન્યુ કરીએ રહ્યા છીએ . આપણે જેમના પ્રવાસની વાત કરી રહ્યા હતા એ અખંડ પ્રવાસી સદા ભમરાની માફક એક સ્થળ પરથી બીજા સ્થળ પર ભમતા રહે છે . એક વખત પ્રવાસ શરુ કર્યા બાદ તેમની કોઈ અવધી હોતી નથી , કોઈ પ્લાનિંગ હોતા નથી કે જેવા આપણા સૌના હોય છે . આપણે કઈ તારીખે નીકળીશું એ નક્કી કર્યા પહેલાં જ ક્યારે પરત આવીશું એ નક્કી કરી નાખીએ છીએ . આપણે બંધ માળખામાં જીવવાનું માફક આવી ગયું છે . જયારે વરુણ કોઈ ટાઈમટેબલને આધીન નથી રહેતા , કોઈ સ્થળ પર કેટલો સમય વિતાવવો એ તેઓ નહીં પણ તે સ્થળ નક્કી કરે છે . માટે છેલ્લા મહિનાઓથી ભારતના દક્ષીણ વિસ્તારના ભ્રમણ પર રહેલા વરુણ સાથે વાતચીત કરવાનો મોકો અમે શોધી રહ્યા હતા . વરુણ હંમેશા પોતાના પ્રવાસ , અનુભવો , સ્થળો , લોકો વિષે વાતચીત કરવા આતુર રહે છે પરંતુ એવો સમય ગોઠવવાની વાર રહે છે . વર્ષોથી વિશ્વના અનેક દેશોને સતત ખુંદી રહેલા , કોઈ પણ સંજોગો પ્રવાસને એક કોલિંગ તરીકે અપનાવી તેને વફાદાર રહેનારા વરુણ પોતાના બ્લોગ , ચેનલ વિગેરે મારફતે જનસામાન્યના સંપર્કમાં રહેવાના પ્રયાસમાં હતા . કેટલાય લોકો એમના ફોલોઅર પણ હતા પણ જેટલી નિષ્ઠાથી તેઓ