Posts

Showing posts from January, 2019

ઓસમ હિલ, ધોરાજી.

Image
ચાલો આજે ગુજરાતમાં એક મીની ટ્રીપ મારી આવીએ. નાની, ચાર પાંચ કલાક ગાળી શકાય તેવી છતાં અત્યન્ત મનોહર જગ્યાની મુલાકાત લઈએ. રાજકોટ જિલ્લાનો ધોરાજી તાલુકો અને તેમાં આવેલું છે સાવ નાનું ગામ પાટણવાવ. સામાન્ય રીતે રાજકોટથી ધોલેરા તરફ જતાં એ જ હાઇવે તેમજ રસ્તાઓનો નજારો જોવા મળે, પણ પાટણવાવ નજીક આવતાં અચાનક જ નાનકડી ટેકરીઓની હારમાળા દેખાય. આ ટેકરીઓની હારમાળા એટલે ઓસમ હિલ. ઓસમ.. અંગ્રેજીમાં આ શબ્દ છે જેનો મતલબ થાય છે અત્યન્ત સુંદર, અદભુત.. આ હિલ ચોક્કસ અદભુત છે, અત્યન્ત સુંદર છે પણ મારા ખ્યાલ મુજબ તેનું નામ પડ્યું છે ઉપર બિરાજતા માતાજી ઓસમ માત્રી ઉપરથી. હવે, ઓસમ ડુંગરના નામ પરથી માતાજીનું નામ પડ્યું કે માતાજીના નામ પરથી ડુંગરનું એ થોડો રિસર્ચનો વિષય છે. ઓસમ માત્રી એ નાગરોના છાયા તેમજ ઢેબર અવટંક ધરાવતા ગૃહસ્થોના કુળદેવી છે. દર વર્ષે મોટી સંખ્યામાં નાગર ગૃહસ્થો અહીંની મુલાકાતે આવે છે. ઉપર રહેવા માટેની પ્રાથમિક સગવડ છે તેમ જ પ્રસાદી તરીકે ચ્હા મળે છે. થોડા સમય પહેલાં જ ઓસમને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસનધામ તરીકેનું બિરુદ મળ્યું છે. દરવર્ષનાં શ્રાવણ માસની અમાસે અહીં તળેટીમાં મેળો ભરા

માથેરાન, મહારાષ્ટ્ર

Image
इतर ब्लॉगवर सर्व वाचकांचे स्वागत आहे અરે ડરો નહી, આનાથી વધુ મરાઠી હું નહી લખું, કારણકે આથી વધુ હું જાણતો જ નથી. આ તો જે પ્રદેશની આજે મુલાકાત લેવાના છીએ તેની શરુઆતમાં થોડી ફિલ આવી જાય તો સારું એમ વિચારી ઠઠારી નાખ્યું (કોમેન્ટમાં કોઈ એમ ના લખતા કે આના કરતાં લાવણીનો વિડીયો મુકવો હતો, એ પણ જાતે કરીને..) હા, તો ચાલો આજે મહારાષ્ટ્રમાં ફરીએ. ભારતનું એકમાત્ર ઓટોમોબાઈલ ફ્રી હિલ સ્ટેશન તેમજ સહુથી નાના હિલ સ્ટેશનોમાનું એક એવા રમણીય માથેરાનની મુલાકાત લઈએ. ભારતમાં પશ્ચિમી ઘાટ, સહ્યાદ્રી પર્વતમાળા ૧૬૦૦ કીમી જેટલી લાંબી છે. જે કેરેલા, તમિલનાડુ, કર્ણાટક, ગોઆ, મહારાષ્ટ્ર અને ગુજરાતને આવરે છે. સહ્યાદ્રી પર્વતમાળા પર જ સમુદ્ર સપાટીથી ૨૬૨૫ફીટ ઉંચે આવેલું માથેરાન મહારાષ્ટ્રનું એક મસ્ટ વિઝીટ પ્લેસ છે. 'મસ્તક પરનું જંગલ' (ફોરેસ્ટ ઓન ધ ફોરહેડ) પરથી નામ રાખવામાં આવેલું માથેરાન આગળ કહ્યું તેમ એકમાત્ર એવું હિલ સ્ટેશન છે કે જેમાં વેહીક્લને એન્ટ્રી નથી. (હા, નગરપાલિકા દ્વારા રાખવામાં આવેલી એકમાત્ર એમ્બ્યુલન્સ છે). એટલે ત્યાં સાવ જ નાના બાળક સાથે કે જેમના ઘુટણમાં તકલીફ હોય તેવા વડીલો સાથે જ

ચાડવા રખાલ,કચ્છ.

Image
આગલા બે બ્લોગમાંથી એકમાં બીજા રાજ્યમાં અને બીજામાં આપણા રાજ્યમાં ફરી આવ્યા તો હવે આપણો જિલ્લો કેમ બાકી રહે? હા, આજે ફરીએ આપણા કચ્છમાં. ૨૦૦૧નો કારમો ભૂકંપ કચ્છના લોકો માટે વજ્રઘાત સમાન હતો, કેટલીય ઝીંદગી એક ઝાટકે રોળાઈ ગઈ. કેટલાય કુટુંબોએ સ્વજનો ગુમાવ્યા. પોતાનું ઘર, શેરી અરે આખેઆખા ગામ ગુમાવ્યા. પણ, કચ્છની ખુમારી વિશે કોઈ અજાણ નથી. ભૂકંપ બાદ દાયકો પાછળ ચાલ્યું ગયેલું કહેવાતું કચ્છ આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની હાજરી પુરાવે છે. ભૂકંપે કચ્છના લોકો પાસેથી ચોક્કસ ખૂબ ઘણું છીનવ્યું, પણ આ જ ભૂકંપે કચ્છને અમુક ભેંટ આપી છે જે ભુલાય તેમ નથી. તેમાંની એક ભેંટ એટલે પ્રવાસન ક્ષેત્રનો વેગ. કચ્છ ભારતના નકશામાં ક્યાં આવેલ છે એ પણ જેમને ખ્યાલ ન હતો તે લોકો હવે પોતાના વિદેશી મિત્રોને પણ કચ્છ જોવા માટે ગર્વથી આમંત્રણ આપે છે. કચ્છના પ્રવાસનને મળેલા વેગ વિશે તો આપણે શાંતિથી વાત કરીશું કોઈ નવા બ્લોગમાં. આજે વાત કરીએ ચાડવા રખાલ વિશે કે જેના વિશે કચ્છમાં પણ બહુ ઓછા લોકો જાણે છે. ભૂતકાળમાં કચ્છના રાજાઓએ ૪૫ જંગલને રિઝર્વ તરીકે જાહેર કરેલા જેમને રખિયાલ તરીકે ઓળખવામાં આવતા. આઝાદી પછી આ રિઝર્વ રાજ

સાપુતારા, ડાંગ.

Image
ગુજરાતી પ્રજા દરેક વાતની શોખીન એમ ફરવાની પણ શોખીન. અને રોજીંદી ઘટમાળમાંથી બહાર આવી, ફરી રીચાર્જ થવા અને જીવનને ચૂસીને માણવા વર્ષે એકવાર ફરવા જવું જરૂરી પણ છે. પણ દર વખતે કઈ આપણે વિદેશ ટુરમાં ના જઈ શકીએ અરે, વિદેશ ટુર છોડો આ મોંઘવારીમાં મધ્યમવર્ગીય પરિવાર માટે ઇન્ડિયામાં જ કોઈ લાંબી મુસાફરી દર વર્ષે ના માણી શકે. તો આનો એક જ ઉપાય કે ગુજરાતમાં નાની ટુર કરી લેવી. પરંતુ આવી અકળાવનારી ગરમીમાં સાલું ગુજરાતમાં ક્યાં ફરવા જવું ? તો આ રહ્યો તેનો જવાબ, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક એવું “સાપુતારા”. ગુજરાત રાજ્યના દક્ષીણભાગમાં આવેલું ડાંગ જીલ્લાનું આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર સહ્યાદ્રી પ્ર્વત્માંડામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦મીટર જેટલી ઉંચાઈ પર આવેલું છે, અને ભર ઉનાળે અહી ઠંડક પ્રસરેલી હોય છે. અહીના સ્થાનિક લોકો આદિવાસી છે અને તેઓ વાતચીતમાં કુકણા બોલીનો ઉપયોગ કરે છે. અહીના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમજ પશુપાલન છે. હા, જંગલી ઔષધિઓ વ્હેચીને પણ તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. અમદાવાદથી ૪૨૦કીમી દુર આવેલું સાપુતારા સુરત કે વલસાડથી બાય રોડ આરાત્મથી પહોંચી શકાય છે, વલસાડથી ઉપર સાપ