Posts

Showing posts from March, 2019

હેરીટેજ વોક - અમદાવાદ.

Image
આ બ્લોગની શરૂઆત કિશોર કુમારને યાદ કરીને કરીએ. તેમના વાયા યાદ તો આપણે અમદાવાદને જ કરવાના છીએ. છેક ૧૯૭૭માં ફિલ્મ મા-બાપ માટે કિશોર કુમારે ગીત ગાયેલું.  હું અમદાવાદનો રીક્ષા વાળો. નવસો નવ્વાણું નમ્બર વાળો, અમદાવાદ બતાવું ચાલો.. આજે અમે એ રિક્ષાવાળા બનીએ અને તમે બનો પેસેન્જર. આ બ્લોગ વાંચવાની પાંચ દસ મીનીટની ફાળવણી એ તમારે ચુકવવા થતું ભાડું. સંસ્કૃતિના વિકાસ સાથે ગામડામાંથી શહેરો અને શહેરોમાંથી મેટ્રોઝનું નિર્માણ થતું રહ્યું. જેમ શહેરનો વિસ્તાર મોટો થયો તેમ પરંપરા અને રૂઢીઓની પકડ ઢીલી થતી ગઈ અને મુક્તિનો અનુભવ સરળ થતો રહ્યો. કોઈએ કહ્યું છે તેમ "જે એક વખત મુક્તિનો સ્વાદ ચાખી લે છે તેના દિમાગમાંથી ક્યારેય પણ મુક્તિ ખસતી નથી." એટલા માટે શહેરો તરફનું આકર્ષણ હરહંમેશ રહ્યું છે અને રહેવાનું છે. આવું આપણું પોતીકું મેટ્રો એટલે અમદાવાદ. અહેમદાબાદમાંથી અપભ્રંશ થયેલું આ શહેર મનોરંજન, શિક્ષણ, મેડીકલ જેવા ક્ષેત્રોમાં અદ્ભુત પ્રગતિને કારણે લગભગ દરેક ગુજરાતી માટે "મસ્ટ વિઝીટ" બની ગયું છે. જો કે, આ બ્લોગમાં આપણે ફક્ત પ્રવાસીઓને અનુરૂપ શહેરની વાત કરીશું. કોઇપણ મેટ્રોની ઓળ

સીટી ટોક (ભુજ-૨)

Image
ભુજની મુલાકાતનો અંતિમ ભાગ લખીએ ત્યારે ખાસ એ લખવાનું મન થાય કે ભુજ એ માત્ર એક સ્થળ નથી, પણ એક ભાવના, એક લાગણી છે.  કચ્છ રણ વિસ્તારમાં આવેલું છે તેથી તેનું ભૂગોળ પ્રતિકૂળ છે, ભારતની સહુથી પશ્ચિમ સરહદ પર આવેલું હોવાથી ગુજરાત કે ભારતના કોઈ પણ સ્થળથી તે દૂર પડે છે. વળી, ભુજ ડુંગરાળ વિસ્તારમાં આવેલું હોવાથી ગરમી અને ઠંડી બંને અહીં સારા એવા પ્રમાણમાં રહે છે તેથી અહીંનું હવામાન પણ પ્રતિકૂળ છે. તેમ છતાં ભુજમાં ટૂંક સમય માટે કે હંમેશ માટે રોકાણ કરનાર પણ ભુજના પ્રેમમાં પડી જાય છે. અમે તેવા કેટલાય લોકોને ઓળખીએ છીએ જેઓ તેજસ્વી પ્રતિભા ધરાવે છે છતાં માત્ર ભુજ પ્રેમને કારણે મેટ્રો સિટીઝમાં રહેલી કેટલીય ઉજ્જવળ તકો જતી કરેલ છે. આવા તેજસ્વી લોકો મેટ્રો શહેરોને પડતાં મૂકી ભુજ પર પસંદગી ઉતારતા હોય તો તેની પાછળ કંઈક તો રહસ્ય હશે જ.  મેટ્રો સિટીઝ જેવી સગવડતાઓના અભાવ છતાં ભુજ હંમેશ ઇવેન્ટફુલ રહ્યું છે. કોઈપણ ધર્મ, જ્ઞાતિ, ફળીયો કે પડોશીઓનો નાનામાં નાનો પ્રસંગ પણ અહીં ઉજવવાની સંસ્કૃતિ રહી છે. આ પ્રસંગો મોટા શહેરોમાં ઉજવાતી પાર્ટી લાઈફથી એ રીતે અલગ પડે કે ભુજના આવા પ્રસંગોમાં સમાજનો મોટો ભાગ ભાગ લે છ

સીટી ટોક (ભુજ-કચ્છ)

Image
આજ ખુશ તો બહુત હોંગે તુમ, હાઇન.. વાંચકોને નહિ, અમારું મન અમને કહે છે. અમારા ભુજ વિશે લખવાનું છે એટલે પાર્ટી જરા રાજાપાઠમાં છે. ચાલો વધુ કંઈ નથી લખવું જલ્દીથી ભુજ પહોંચી જઈએ. હા, બ્લોગની લંબાઈ બહુ લાંબી રાખી તમને ત્રાસ નથી આપવો અને એક બ્લોગમાં ભુજ સમાશે પણ નહિ 😊 એટલે બે બ્લોગમાં આપણે ભુજની મુલાકાત લઈશું. પહેલા બ્લોગમાં ભુજના થોડા ઇતિહાસ સાથે અમુક જગ્યાઓની મુલાકાત લઈશું અને બાકીની જગ્યા બીજા બ્લોગમાં સમાવીશું. હા, એકવાત યાદ રાખશો કે કચ્છની મુલાકાત જૂનથી ફેબ્રુઆરી સુધીના સમયે લેવી. અને જો એન.આર.આઈ હોવ તો માત્ર નવેમ્બરથી જાન્યુઆરી. ભુજ એક ઐતિહાસિક શહેર છે. કચ્છ જિલ્લાનું વડું મથક છે તેથી ગુજરાતના બધા શહેર સાથે બાય રોડ સારી રીતે કનેક્ટ છે. દેશના લગભગ બધા મોટાં શહેરો સાથે ગાંધીધામ, ભુજ સુધીની ટ્રેઈન સેવા પણ છે. મુંબઈથી સીધી ફ્લાઇટ પણ મળી રહે છે. આગળ કહ્યું તેમ ઐતિહાસિક શહેર હોવાથી અહીં જુનું ભુજ એક આખા કિલ્લાની અંદર વસેલું. એ કિલ્લાને પાંચ ગઢની દીવાલ અને છઠ્ઠી બારી હતી. ભૂકંપના નુકશાન થયું હોવાથી આખો કિલ્લી હવે બચ્યો નથી છતાં તેના ઘણા અંશો જોવા મળે છે. ભુજ શહેર નાની મોટી ટેકરીઓ વચ

ઓફ ધ બીટ

Image
બ્લોગ લખવાનું શરુ કર્યું ત્યારે આ નવા અધ્યાય વિષે એક સંશય હતો. વાંચકોની પસંદગી, તેમની સંખ્યા અને ખાસ તો અમારા રેગ્યુલર રહેવા બાબતે. આજે દસમો બ્લોગ લખતા સમયે આ ત્રણેય સંશય દુર થયા તેનો ખુબ આનંદ છે. તો ચાલો બ્લોગની શરૂઆત પહેલા આપને સહુ પોતપોતાની પીઠ થાબડી લઈએ. આજે આપણે કોઈ જગ્યાની મુલાકાત નહિ લઈએ અને આમ જુઓ  તો અનેક જગ્યાઓની મુલાકાત લઈશું. આજે એવા અનુભવોની વાત કરીશું જેણે અમને અરીસો બતાવ્યો અને કદાચ અમારા આ અનુભવોમાંથી તમને પણ કશીક પ્રેરણા મળશે. 1) થોડા સમય પહેલાં જ્યારે અમે કેરેલાની મુલાકાતે ગયેલા ત્યારે મુન્નારમાં મનોજ નામનો અમારો ખૂબ સરસ ગાઈડ હતો. ખૂબ થોડા જ સમયમાં તેની સાથે દોસ્તી થઈ ગયેલી જેના ઘણા કારણોમાંથી એક કારણ હતું તેનું તેની આસપાસના પર્યાવરણ વિશેનું તેનું ઊંડું જ્ઞાન. ત્યાંના કોઈપણ વૃક્ષ, પ્રાણી-પક્ષી, આબોહવા, ખેતી, માણસોના વર્તન અરે, ત્યાંના પોલિટિક્સ વિશે પણ ઊંડાણમાં નિખાલસ ચર્ચા કરી શકે. જનરલી ગોખીને આવતા ગાઈડ કરતાં આ ગાઈડ એટલે જ અમને અલગ લાગ્યો. વહેલી સવારે તે અમને હોટેલની નજીકમાં આવેલું પોન્ડ જોવા લઈ જવાનો હતો. પરંતુ રાતે વરસાદ પડેલો અને તેથી ત્યાંની