Posts

Showing posts from 2020

ઉજવણીના રસ્તે - ૧

Image
કેટલીક વખત પ્રવાસ એ ‘કોલિંગ’ હોય છે. મતલબ કે પ્રવાસ કરવા પાછળ કોઈ ચોક્કસ કારણ જવાબદાર ન હોય પણ અંતઃસ્ફૂરણાથી લોકો પ્રવાસ ખેડતા હોય છે. આવા પ્રવાસીની મુલાકાત અને અનુભવો હંમેશ સમૃદ્ધ હોય છે. આવા જ એક પ્રવાસી ભુજના વરુણ સચદે કે જેમણે આખા વિશ્વના અનેક દેશો, પ્રદેશોને પગ તળે ફેરવેલા છે, એમના પાસે પ્રવાસ અનુભવોનું મોટું ભાથું છે. સને ૨૦૨૦ની શરુઆતથી પરિસ્થિતિ પ્રવાસ માટે વિપરીત છે. કદાચ એકાદ બે વર્ષ આસાનીથી આપણે પ્રવાસ નહીં કરી શકીએ પરંતુ આવા સમયે પ્રવાસીઓને, તેમના અનુભવોને સાંભળવા માંણવાનું મઝેદાર જરૂર બનશે, સાથોસાથ બે વર્ષમાં આ દિશામાં આપણું જ્ઞાન અને સમજ વિસ્તૃત થશે તો ભવિષ્યમાં જરૂર ઉપયોગી થશે.                                                આ સીરીઝમાં વરુણ સાથેના પ્રવાસ અનુભવોની શરુઆત “અસાંજા કચ્છડા”થી જ કરી છે. ભારતનો સહુથી મોટો જીલ્લો વૈવિધ્યપૂર્ણ વિશેષતાઓ ધરાવે છે તેના વિષે વરુણની આંખેથી પ્રવાસ ખેડવાની મજા પડશે. કચ્છના મુખ્ય પ્રવાસી આકર્ષણોની વાત કરીએ તો માંડવીનો દરિયાકિનારો તથા ભુજ અંગે અગાઉ આ બ્લોગ પર વિસ્તૃત આર્ટીકલો લખી ચુક્યા છીએ, જો તમારે એ મિસ થયું હોય તો આર્ટીકલના અંતમાં આપ

મુસાફર-૧

Image
  આપણા આર્ટીકલોમાં વાત જયારે યાત્રાની ચાલતી હોય છે ત્યારે કેટલાક યાત્રીઓને મળીએ નહીં કે તેમના અનુભવોનો સમાવેશ કરીએ નહીં તો વાત અધુરી રહી જાય. 'મુસાફર' સીરીઝમાં આપણે એવા જ મુસાફરોને મળીશું. મુસાફરીનો બહુ રસપ્રદ ફાંટો છે ટ્રેકિંગ. બને ત્યાં સુધી એકાંતવાળી કુદરતી જગ્યાઓ કે જ્યાંની ભૂગોળ થોડી સામાન્ય કરતાં વધુ ચેલેન્જીંગ હોય. નદી, ટેકરા, દરિયો, જંગલ કે બરફવાળી જગ્યાઓ. જે સુખ-સગવડો વચ્ચે આપને ઉછર્યા છીએ તેનાથી દુર પોતાની જાત અને કુદરતને જાણવાનો રસ્તો છે ટ્રેકિંગ. તેના માટે કાં તો તમે ‘હાર્ડકોર’ હોવા જોઈએ અથવા તો એ તમને ‘હાર્ડકોર’ બનતાં શીખવી દે. આજે આપણે એવા એક યુવા ટ્રેકર વિષે વાત કરીશું. સંદકફૂની સુંદરતા  ભુજ, કચ્છના અજય ભરતભાઈ કટ્ટા, જેમની ઉમર આશરે ત્રીસ વર્ષ છે અને અત્યાર સુધી આશરે ત્રીસથી પાંત્રીસ નાના મોટા ટ્રેકસ કરી ચુક્યા છે. એમની ટ્રેકિંગની પ્રવૃતિમાં રસ કઈ રીતે અને ક્યારથી જાગ્યો એ બાબતે પૂછતાં તેઓ કહે છે કે લગભગ ૧૨-૧૩ વર્ષની ઉમરે છાપામાં ટ્રેકિંગ કેમ્પની જાહેરાત વાંચી હતી, કુતુહુલ જાગતાં તેઓએ આ અંગે ઇન્ક્વાયરી કરી. વેકેશનનો સમય હોઈ તેઓએ માઉન્ટ આબુ

મહાબળેશ્વર – મહારાષ્ટ્ર

Image
કોરોનાએ જયારે વિશ્વનો બરાબર ભરડો લીધો છે ત્યારે જ્યાં સુધી અકસીર ઈલાજ હાથ ના આવે ત્યાં સુધી લોકડાઉન અને સામાજિક અંતર જ માત્ર વિકલ્પ છે. જયારે અમારો ટ્રાવેલ બ્લોગ લોકોને સારા પ્રવાસ માટે ઉત્સાહિત કરવાના આશયથી બનાવાયો છે પણ હાલ જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી વર્ચ્યુઅલ પ્રવાસનો આનંદ લઈએ. ગુજરાતી હોવ અને ફરવાના શોખીન પણ હોવ તો મહાબળેશ્વરનું નામ તો સાંભળ્યું જ હોય. ગુજરાતને અડકીને આવેલા મહારાષ્ટ્રમાં આવેલું આ હિલ સ્ટેશન ખુબ પ્રખ્યાત છે. સહ્યાદ્રીની ગિરિમાળાઓથી ઘેરાયેલા આ પર્યટન સ્થળને “હિલ સ્ટેશનોની રાણી” તરીકે પણ ઓળખવામાં આવે છે અને અમારો પ્રવાસ અનુભવ જોતાં આ ઉપમા વ્યાજબી લાગી. પુણેથી આશરે ૧૨૫ કિમી અને મુંબઈથી આશરે ૨૫૦ કિલોમીટરે સતારા જીલ્લાના આ હિલ સ્ટેશન પર પહોંચવા ઘણી સગવડો મળી રહે છે. સરકારી નિગમ સંચાલિત બસો અંગે બહુ ખ્યાલ છે નહીં પરંતુ ખાનગી બસો, વધારે સગવડદાયક વોલ્વો બસો તેમજ પ્રાઇવેટ ટેક્સીના વિકલ્પો પુણેથી સરળતાથી અને સારી માત્રામાં મળી રહે છે. મુલાકાતનો અનુકુળ સમયગાળો જોઈએ તો વધુ આવન - જાવન દિવાળીના કે મે-જુન દરમ્યાનના વેકેશનમાં જ હોય છે, પણ જો વેકેશનનો

ઓફ ધ બીટ - સહપ્રવાસીઓ..

Image
પ્રવાસ વિષે લખતા કે વાંચતા હોઈએ ત્યારે ફક્ત પ્રવાસના સ્થળો જ નહીં પરંતુ પ્રવાસ સાથે સંકળાયેલી અન્ય તમામ બાબતો જેવી કે, ફૂડ, ટ્રાન્સપોર્ટેશન, ગેસ્ટ હાઉસીસ, હોટેલ્સ, લોકલ લોકો, ગાઈડસ, ફોટોગ્રાફી વિગેરે બાબતો પ્રવાસ પર અસર કરતી હોય છે. જો કે, આપણે આ તમામ બાબતોને આપણી પોતાની ઈચ્છાના બીબામાં ઢાળવા માટે પેકેજ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, તેમ છતાં સર્વાંશે આ બધા અનુભવો ટાળી શકાતા નથી. ભારત જેવા અધધ વસ્તી ધરાવતા દેશમાં ક્યાંય પ્રવાસ કરવા નીકળો એટલે અનેક લોકોનો પરિચય કે પરચો થયા વિના રહે નહીં. તેમાંયે લાંબી મુસાફરી દરમ્યાન સહપ્રવાસીઓનો અનુભવ પ્રવાસ અને મૂડ બન્ને પર અસર કરે છે. કદાચ આવા અનુભવોથી ભય પામીને જ આપણે ટોળામાં પ્રવાસ કરવાનું પસંદ કરીએ છીએ કે જેથી “જાણીતાપણા”ના કમ્ફર્ટઝોનને આપણે છોડવો પડે નહીં. અમારા પ્રવાસો દરમ્યાનના સહ - પ્રવાસીઓને લગતા કેટલાક અનુભવો આજે શેર કરીએ. ઘણા વર્ષો પહેલા અમે ત્રણ છોકરીઓ ટ્રેનમાં વડોદરા તરફથી કચ્છ તરફ પ્રવાસ કરી રહેલ હતી ત્યારે કચ્છ નજીક આવતાં અમે બેઠાં હતા એ લગભગ આખો કોચ ખાલી થઇ ગયો, અને ઢળતી સાંજના ટાંકણે એક અસ્થિર દિમાગનો વ્યક્તિ એકલો એકલો કંઈ બ

રણકાંધીના શહેશાહ - હાજીપીર

Image
કેટલાક સ્થળો મનોરંજનના અર્થમાં “પર્યટન સ્થળ”ની કેટેગરીમાં કદાચ ન મુકી શકાય, છતાં પણ જરૂર મુલાકાત લેવા લાયક હોય છે. આવું એક સ્થળ છે અમારા કચ્છના છેક સીમાડે આવેલ સોદ્રાણાના શહેનશાહ હાજીપીર દાદાની દરગાહ. ભારતની પશ્ચિમે ગુજરાત અને ગુજરાતની પશ્ચિમે આવેલા કચ્છના પણ છેક પશ્ચિમ સીમાડે પાટનગર ભુજથી આશરે ૧૨૦કિમીના અંતરે આવેલ આ દરગાહ લગભગ ઉજ્જડ એવા રણ વિસ્તારમાં આવેલી છે. કચ્છની ઉત્તર પૂર્વમાં આવેલ મીઠાનું રણ રણોત્સવ અને હેલ્લારો ફિલ્મ થકી પ્રચલિત બન્યું છે જયારે પશ્ચિમ તરફ આવેલ પ્રમાણમાં વેરાન પ્રદેશ પર્યટન ક્ષેત્રે વિકસિત થયેલો નથી. આ પ્રદેશની પ્રતિકુળ ભૂગોળના કારણે ખાસ વસ્તી ધરાવતા ગામો પણ જૂજ છે. તેમ છતાં હાજીપીર દાદાનો મહિમા અને પરચાને કારણે યાત્રિકો આ તરફ જતા હોય છે અને માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો પણ ઉપલબ્ધ છે. પ્રાઇવેટ વાહનોથી પણ દરગાહની મુલાકાતે જઈ શકાય પરંતુ આખરી ૩૦કિમીના રસ્તા ખાસ સારી સ્થિતિમાં રહ્યા નથી. લગભગ બધાજ ધર્મોના લોકો જેમને આદર આપે છે, પૂજે છે અને પોતાની ઈચ્છા-માનતાઓ લઈને જાય છે તેવા હાજીપીર દાદાની કથા કૈક એવી છે કે, તેઓ આ સ્થળે શહાબુદ્દીન મહમ્મદ ઘોરીની