Posts

Showing posts from December, 2022

લાઈફ લાઈન - જય વસાવડા

Image
  આપણે આયખું જેમના સંગાથે પસાર કરીએ , એ લોકો આપણા જીવનનો હિસ્સો બની જતા હોય છે. આપણા માતા-પિતા, ભાઈ-બહેનો, મિત્રો-પડોશીઓ કે સહકાર્યકરો ઉપરાંત આપણે આપણા સમયના પ્રભાવકો સાથે પણ ઉછરતા હોઈએ છીએ. આપણે કોઈ ક્ષેત્રનું આકર્ષણ હોય જેમ કે, કોઈને શેર - માર્કેટનું હોય તો કોઈને એડવેન્ચરનું, કોઈને ફેશનનું તો કોઈને ચિત્ર કે હસ્તકળાનું, કોઈને પુસ્તકોમાં ડૂબકી મારવી ગમે તો કોઈને સુરો પ્રત્યે પ્રેમ હોય, કોઈને ક્રિકેટ પ્રત્યે લગાવ હોય તો કોઈને ફિલ્મોનો ફિતૂર હોય. મારા માનસપટ પર બાળપણમાં ચિત્રકથાઓ પલાઠી મારીને બેસી ગયેલી. પંચતંત્ર, રામાયણ-મહાભારતની કથાઓ, અરેબીયન નાઈટ્સ, અલીબાબા ચાલીસ ચોર અને સિંદબાદ જહાજી, સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોની કથાઓ અને અલ્લાદીનનો જાદુઈ ચિરાગ... કેટલીક કથાઓ આજે પણ તાદ્રશ છે જયારે કેટલીક વિસારે પાડી દીધી છે.   સમય અને પ્રાયોરીટી બદલાતા રહ્યા, વાંચન ઓછું વધતું થતું રહ્યું, રસના પુસ્તકો ઉમરની સાથે બદલાયા પણ એ શોખ જિંદગીના રોડની સમાંતર ચાલતી ફૂટપાથ જેમ સાથે રહ્યો. ઘણી વખત તેની ઉપર ચડીને નોલેજ અને વિઝડમ ધરાવતું સાહિત્ય વાંચીને ચાલી લીધું તો ક્યારેક કોઈક નાનકડી કોમિક કે હાસ્યકથ

મજાની વાતો

Image
આજે થોડાક બાળક બની જઈએ. કોઈ લોજીક વગર, કોઈ જજમેન્ટ લીધા વગર, કોઈ ભૂત ભવિષ્યના વિચાર વગર, કોઈ સારા નરસાના સિક્કા માર્યા વગર કોઈના ઓપીનીયનની પરવા કર્યા વગર બસ મજાની વાતો કરીએ અને વાગોળીએ. અને તે પણ કોઈ પણ જાતના ઈલેક્ટ્રોનિક મીડિયાની કાખઘોડી લીધા વગર જ. યસ આપણે સ્વીકારે જ છૂટકો કે આપણે માટે બધા ફનના ફંડા ઈલેક્ટ્રોનિક ડીવાઈસ વગર નિરાધાર છે. અને કદાચ આપણે પણ..... ઠીક છે ફેસબુક અને વોટ્સેપ ની પણ મજા છે. વેલ હાલો જલસામાં ડૂબકીઓ મારવા. એ ય ને મમ્મીના ખોળામાં માથું રાખીને પડ્યા રહેવાનું. અહિયાં કોઈ સેન્સર બોર્ડ નથી કે તમારી ઉમર કેટલી છે કે તમારું સામાજિક સ્ટેટસ શું છે એની રોકટોક કે ન આર્થિક સ્થિતિ વચ્ચે આવે. બસ મસાલાની વાસ વાળી સાડીની સોડમ અને થાક, જવાબદારીઓ કે તાણની રેખાઓ છતાં બાળક માટે સતત નીતરતી મા... સવારે ઉઠતા વખતે પ્રાત સંધ્યામાં ભલે ત્રણ ત્રણ કટકા ગાળો આપીએ પણ જરા બારી ખોલીએ ને જે ઉજાસ આવે, કેસરિયું આકાશ અને ઉડતા પક્ષીઓ, ક્યાંક સાઈડમાં એમજ ઉગી નીકળેલા છોડવા પર ખીલી ઉઠેલા ટચૂકડા ફૂલો કે શાળા એ જતા ફૂલો  આ હા હા... દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા. શિયાળામાં નહાઈને  થરથર કરતા બાથરૂમમાંથી ન