Posts

Showing posts from April, 2019

સીટી ટોક - ૨ (મૈસોર, કર્ણાટક)

Image
દેવી દેવતાઓના નામ પરથી ઘણાં શહેરોનાં નામ આપણે સાંભળ્યા છે, પણ આજે જે શહેરનું નામ દાનવ માહિસાસુર પરથી પડ્યું છે તેવા શહેરની વાત લઈને અમે આવ્યા છીએ. મૈસોર, મૈસુરુ કે મૈસુર એ મહિસુરુમાંથી અપભ્રંશ થયેલું કહેવાય છે. આ વિસ્તારમાં માહિસાસુરનું રાજ હતું અને ત્યાંના લોકોને આ દાનવના ત્રાસમાંથી ચામુંડી દેવીએ છુટકારો અપાવ્યો તેવી કથા છે. ચામુંડી દેવીને યાદ રાખજો તેમનું સ્મરણ ફરી કરીશું બ્લોગમાં.. આ સમયે કે જ્યારે આપણા ભારતનું રાજકારણ ગરમાયું છે, ૨૦૧૯ની ચૂંટણીનો સમય નજીક આવે છે એ પણ એક કારણ છે મૈસોરને યાદ કરવાનું. શા માટે? ચૂંટણીમાં આંગળી પર કરવામાં આવતી શાહીનું નિશાન જેના પર જોક  છે કે 'આ કલર વાળ પર લગાડી આપો, ડાઈ દર પંદર દિવસે નીકળે છે અને તમારી આ શાહી ત્રણ મહિને પણ માંડ નીકળે છે' તે ચોટકણી શાહી આખા ભારતમાં માત્ર મૈસોરમાં બને છે.. વિચારો, લોકસભા ચૂંટણીમાં વપરાતી આખા ભારતની શાહી માત્ર મૈસોરમાં બને છે. તો, આ વખતે વોટ આપીને બહાર નીકળો ત્યારે મૈસોરને યાદ કરી લેજો :) ચાલો કર્ણાટકના બેંગ્લોર પછીના બીજા મોટા શહેર મૈસોરની મુલાકાતે.. મૈસોર ભારતના એવા જૂજ રજવાડાં પૈકીનું એક છે જેમાં ખૂબ લ