Posts

Showing posts from February, 2019

પોળોનું જંગલ, સાબરકાંઠા

Image
આજે અમદાવાદથી એકદમ નજીકની અને માત્ર એક દિવસના પ્રવાસ માટે પણ એકદમ પ્રોપર કહેવાય તેવી જગ્યા માણીએ. અમદાવાદથી માત્ર દોઢસો કિલોમીટરના અંતરે પોળોનું જંગલ આવેલું છે. પોળોનું જંગલ અત્યાર સુધી બહુ જાણીતું ન હતું. અરે, આપણી સાવ નજીક એક ખૂબ સરસ, નાનકડું વન આવેલું છે એ હજુ પણ ઘણાયને ખ્યાલ નહીં જ હોય. અહીં પહોંચતાં જ એવું લાગે કે જાણે આપણે પ્રકૃતિના ખોળે આવી પહોંચ્યા. અહીં પહોંચતાં પહેલાં જ ચાલુ થઈ જતાં ગામઠી રસ્તાઓ, તેમાં ચાલતા ગ્રામ્યવિસ્તારના આદિવાસી લોકો અને તેમની સાથે નિરાંત જીવે ચાલતાં ઢોર તમને અવશ્ય કોન્ક્રીટના જંગલમાંથી છૂટ્યા હોવાની અનુભૂતિ કરાવે. હા, એક વાત ધ્યાનમાં રાખવી કે અહીં ઉનાળા દરમ્યાન જવાનું એવોઇડ કરવું. કેમકે ગરમી અહીં સારા એવા પ્રમાણમાં પડે છે. તેની નજીક જ આવેલા ઇડર કરતાં તો અહીં ઠંડક કહી શકાય, છતાં અરવલ્લીની પહાડી ઉનાળાના સમયમાં સારી એવી ગરમ થઇ જતી હોય જે ઉનાળામાં રાત્રીના સમયે પણ એ વિસ્તારને ઠંડુ થતાં અટકાવે છે (શિયાળામાં ઠંડી પણ સારી એવી હોય છે, ખાસ કરીને પોલો ફોરેસ્ટમાં. કેમકે તેની બંને બાજુ પહાડી આવેલી છે, અને વચ્ચે ગામ વસેલું છે). અહીં જવાની બેસ્ટ સ

ઊટી-કુન્નુર, તમિલનાડુ.

Image
મિત્રો, સહુને કન્ટેન્ટ પસંદ આવે છે અને ખાસ તો ઉપયોગી થાય છે એ જાણીને આગળ લખવાનું પ્રોત્સાહન મળે છે. અને સાથે થોડી જવાબદારી પણ વધે છે. અમારી કોશિશ એવી હોય છે કે અહીંથી તેવી જ માહિતી પીરસીએ જે મિત્રોને ગૂગલ પર સરળ રીતે અવેલેબલ ના હોય, જે અનુભવ અમે ત્યાં કર્યા હોય તેની વાત વધુ અને માત્ર જાણકારી ઓછી હોય. હા, એ સિવાય પણ કશું જાણવું હોય તો ચોક્કસ કોમેન્ટમાં પૂછી જ શકો છો.  તો ચાલો આજે તમને અમારા ઊટી અને કુન્નુરના અનુભવો જણાવીએ. પહેલા તો ભગવાનને ફરિયાદ કરવાનું મન થાય કે યાર સાઉથ પ્રત્યે કેમ આટલા મહેરબાન છો? જ્યાં જોઈએ ત્યાં હરિયાળી અને ઝરણાં, પર્વતો અને દરિયા.. કેટલીય વિવિધતા. જો કે, સારું છે તે દૂર છે. આપણે ત્યાં ફરવા જઈએ તો તેની કિંમત વધુ સમજાય.. કહે છે ને ઘર કી મુર્ગી દાલ બરાબર. એમ કદાચ એ બધું આપણે અહીં જ મળ્યું હોત તો આજે સાઉથના દ્રશ્યોની આટલી કિંમત ના હોત.. એની વે, આજે જેની વાત કરવાની છે એ તમિલનાડુનું ખૂબ પ્રખ્યાત હિલ સ્ટેશન છે. તમે જો મૈસુર બાજુ (કર્ણાટક) જતા હોવ તો અહીં ચોક્કસ જવું જોઈએ. (કર્ણાટક, કેરળ, તમિલનાડુ બધા રાજ્યો નજીકમાં આવેલા છે. તમે ગુજરાતના વિસ્તારની દ્રષ્ટિએ અનુ

ભદ્રેશ્વર, કચ્છ.

Image
આજે ફરી અમારા કચ્છમાં ફરીએ. અને એ પણ કચ્છના એક પૌરાણિક ગામમાં જેનો ઉલ્લેખ મહાભારતમાં પણ થયેલો છે. ભદ્રેશ્વર એટલે જેનો મહાભારતમાં ઉલ્લેખ થયેલ છે તે ભદ્રાવતી. અહીં ચોખંડા મહાદેવનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. વાયકા પ્રમાણે તેનું નિર્માણ પાંડવોએ લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં કર્યું હતું. અહીં એક કૂવો પણ છે જે પાંડવ કુંડ તરીકે ઓળખાય છે. ભૂકંપમાં ખાસ્સું નુકશાન થયેલ હોવાથી મંદિરનું સમારકામ થયેલ છે. તે એક ઊંચા ઢાળ પર આવેલ હોવાથી અહીંની વહેલી સવાર અને સાંજ ખુશનુમા હોય છે. વળી, વસ્તીથી થોડી દૂર હોવાથી મહાદેવનું આ મંદિર વધુ રમણીય લાગે છે. જો તમે ઇતિહાસમાં રસ ધરાવતા હોવ તો, જગડુશા (જગડુ શાહ)નું નામ જરૂર સાંભળ્યું હશે. એ જ દાનવીર જૈન વેપારી કે જેમણે દુકાળના સમયે ભારતના કેટલાય રાજ્યો માટે પોતાનો ખજાનો ખુલ્લો મુકેલો, કેટલાય રાજ્યોમાં અનાજ મોકલાવેલું. એ શેઠ જગડુશા પણ આ જ ગામના વેપારી. એમણે ગામમાં અને રાજ્ય બહાર પણ ઘણા મંદિર, હોસ્પિટલ, શાળા જેવી ઇમારતો બંધાવી છે. ગામમાં જગડુશાનું સાત માળની (તે જમાનામાં) હવેલી પણ છે, પણ દુર્ભાગ્ય એ છે કે હાલમાં તે ખંડેર જેવી હાલતમાં છે. કોઈ સ્થાનિકને પૂછવા