મજાની વાતો
આજે થોડાક બાળક બની જઈએ. કોઈ લોજીક વગર, કોઈ જજમેન્ટ લીધા વગર, કોઈ ભૂત ભવિષ્યના વિચાર વગર, કોઈ સારા નરસાના સિક્કા માર્યા વગર કોઈના ઓપીનીયનની પરવા કર્યા વગર બસ મજાની વાતો કરીએ અને વાગોળીએ. અને તે પણ કોઈ પણ જાતના ઈલેક્ટ્રોનિક મીડિયાની કાખઘોડી લીધા વગર જ. યસ આપણે સ્વીકારે જ છૂટકો કે આપણે માટે બધા ફનના ફંડા ઈલેક્ટ્રોનિક ડીવાઈસ વગર નિરાધાર છે. અને કદાચ આપણે પણ..... ઠીક છે ફેસબુક અને વોટ્સેપ ની પણ મજા છે. વેલ હાલો જલસામાં ડૂબકીઓ મારવા. એ ય ને મમ્મીના ખોળામાં માથું રાખીને પડ્યા રહેવાનું. અહિયાં કોઈ સેન્સર બોર્ડ નથી કે તમારી ઉમર કેટલી છે કે તમારું સામાજિક સ્ટેટસ શું છે એની રોકટોક કે ન આર્થિક સ્થિતિ વચ્ચે આવે. બસ મસાલાની વાસ વાળી સાડીની સોડમ અને થાક, જવાબદારીઓ કે તાણની રેખાઓ છતાં બાળક માટે સતત નીતરતી મા... સવારે ઉઠતા વખતે પ્રાત સંધ્યામાં ભલે ત્રણ ત્રણ કટકા ગાળો આપીએ પણ જરા બારી ખોલીએ ને જે ઉજાસ આવે, કેસરિયું આકાશ અને ઉડતા પક્ષીઓ, ક્યાંક સાઈડમાં એમજ ઉગી નીકળેલા છોડવા પર ખીલી ઉઠેલા ટચૂકડા ફૂલો કે શાળા એ જતા ફૂલો આ હા હા... દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા. શિયાળામાં નહાઈને થરથર કરતા બાથર...