Posts

Showing posts from December, 2018

ગવિ, કેરેલા.

Image
કેરેલા, ધરતી પરના આ સ્વર્ગ માટે આમ તો જેટલું લખીએ એટલું ઓછું પડે પણ ત્યાંની અમુક જગ્યાઓ એવી છે જે તમને કદાચ સ્વર્ગથી પણ વિશેષ અનુભૂતિ કરાવે અને તેમાંની એક જગ્યા એટલે ગવિ ફોરેસ્ટ. ઠેકડી, કેરેલા-તમિલનાડુ બોર્ડર પર આવેલું એક સુંદર ગામ. તેની નજીક આવેલું છે ૭૭૭કિમિ વર્ગમાં ફેલાયેલું ભારતનું બીજા નમ્બરનું ગીચ જંગલ પેરિયાર ટાઇગર રિઝર્વ. સમય લઈને આ આખા જંગલની જરૂરથી અનુભૂતિ કરાય, પણ જો સમય ઓછો હોય તો પેરિયાર ટાઇગર રિઝર્વના ભાગરૂપે આવેલું ગવિ ફોરેસ્ટની તો અચૂક મુલાકાત લેવી. અહીંના ઉબડખાબડ કુદરતી રીતે બનેલા રસ્તા પર જીપ જેવા વાહનમાં જવામાં ખૂબ સરળતા રહે અને જીપ સફારી ઠેકડીમાં આસાનીથી મળી રહે છે. સવારે જેટલો વહેલો પ્રવાસ ચાલુ કરીએ તેટલો વધુ આનંદ આવે. વળી જંગલમાં વિહરતા હાથી, હરણાં અને અમુક પક્ષીઓ પણ વહેલી સવારે જ દેખાય. અહીં, પ્રાણી પક્ષીઓની કેટલીય જાતિઓ વસે છે, અરે આદિવાસી જાતિઓ પણ આ ગીચ જંગલમાં આરામથી વસે છે. ગવિ ફોરેસ્ટમાં દાખલ થવા માટે એક ચેક પોસ્ટ આવે છે જેમાં વ્યક્તિદીઠ 25 અને વિહિકલ દીઠ 50 રૂપિયા આપી એન્ટ્રી કરવાની રહે છે. જો આગલા દિવસે જ આ બધી પ્રોસેસ પતાવી હોય તો પ્રવાસમાં વધુ સરળ