Posts

Showing posts from March, 2020

ઓફ ધ બીટ - સહપ્રવાસીઓ..

Image
પ્રવાસ વિષે લખતા કે વાંચતા હોઈએ ત્યારે ફક્ત પ્રવાસના સ્થળો જ નહીં પરંતુ પ્રવાસ સાથે સંકળાયેલી અન્ય તમામ બાબતો જેવી કે, ફૂડ, ટ્રાન્સપોર્ટેશન, ગેસ્ટ હાઉસીસ, હોટેલ્સ, લોકલ લોકો, ગાઈડસ, ફોટોગ્રાફી વિગેરે બાબતો પ્રવાસ પર અસર કરતી હોય છે. જો કે, આપણે આ તમામ બાબતોને આપણી પોતાની ઈચ્છાના બીબામાં ઢાળવા માટે પેકેજ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, તેમ છતાં સર્વાંશે આ બધા અનુભવો ટાળી શકાતા નથી. ભારત જેવા અધધ વસ્તી ધરાવતા દેશમાં ક્યાંય પ્રવાસ કરવા નીકળો એટલે અનેક લોકોનો પરિચય કે પરચો થયા વિના રહે નહીં. તેમાંયે લાંબી મુસાફરી દરમ્યાન સહપ્રવાસીઓનો અનુભવ પ્રવાસ અને મૂડ બન્ને પર અસર કરે છે. કદાચ આવા અનુભવોથી ભય પામીને જ આપણે ટોળામાં પ્રવાસ કરવાનું પસંદ કરીએ છીએ કે જેથી “જાણીતાપણા”ના કમ્ફર્ટઝોનને આપણે છોડવો પડે નહીં. અમારા પ્રવાસો દરમ્યાનના સહ - પ્રવાસીઓને લગતા કેટલાક અનુભવો આજે શેર કરીએ. ઘણા વર્ષો પહેલા અમે ત્રણ છોકરીઓ ટ્રેનમાં વડોદરા તરફથી કચ્છ તરફ પ્રવાસ કરી રહેલ હતી ત્યારે કચ્છ નજીક આવતાં અમે બેઠાં હતા એ લગભગ આખો કોચ ખાલી થઇ ગયો, અને ઢળતી સાંજના ટાંકણે એક અસ્થિર દિમાગનો વ્યક્તિ એકલો એકલો કંઈ બ