Posts

Showing posts from September, 2023
  યોગા સે હી હોગા યોગનો ઉદભવ:- આજ કાલ પ્રચલિત બનેલા આ શબ્દના મૂળિયાં ખોદવામાં આવે તો તે ૫૦૦૦ વર્ષ જેટલાં પ્રાચીન જણાઈ આવે છે! માનવ ઇતિહાસના સૌ પ્રથમ ગ્રંથ ઋગ્વેદમાં તેનો ઉલ્લેખ મળી આવેલ છે. યોગનો ઉપયોગ પ્રાચીન ભારતમાં કરવામાં આવતો હતો પરંતુ તેને ચોક્કસ સ્વરૂપ આપવાનું અને તેનું દસ્તાવેજીકરણ કરવાનો શ્રેય મહર્ષિ પતંજલિને જાય છે. યોગની શોધ થવાના મૂળ કારણો એવા જણાય છે કે શરીરને વિવિધ વ્યાધિઓથી મુક્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હશે અને સાથે તે સમયે ભારતમાં અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી વિલક્ષણ ખોજ માટે જવાબદાર એવું ધ્યાન અને એકાગ્રતા હાસલ કરવા માટે યોગનું કૌશલ્ય વિકસાવવામાં આવ્યું હશે. શા માટે લાંબા સમય સુધી યોગ ભુલાયો ? ખુબ લાંબા સમય પહેલા અસ્તિત્વમાં આવી ગયેલ આ એક ક્રાંતિકારી કૌશલ્ય લાંબા સમય સુધી અવગણ્ય બની ગયેલું. તેનું કારણ એવું હોઈ શકે કે એક સમયે જે ધ્યાન, શોધ ખોળ, આત્મ સાક્ષાત્કાર તરફનો જે ઝુકાવ હતો તે ક્રમશઃ વિસરાતો ગયો હશે. લોકો ભૌતિક જીવન તરફ દોરવાતા ગયા, જે દરમિયાન દેશ પર આશરે ૮૦૦-૯૦૦ વર્ષ સુધી વિવિધ બારાતુ આક્રમકો અને શાસકો આવતા રહ્યા, જેઓ દેશની સંસ્કૃતિની ઘણી બાબતોન