'વ' વાર્તાનો 'વ'

 



                                    ક્યારેક કહાનીઓ પર હાથ અજમાવી જોઉં ખરી. ટૂંકી વાર્તા અહીં શેર કરું છું, આશા રાખું કે તમને પસંદ પડશે. પ્રતિભાવો કોમેન્ટ સેક્શનમાં આવકાર્ય.


                                                                તાજ

હાજીપીરના મેળામાં આંખો મળી, નીચી જાત છતાં યાકુબે હિંમત કરી.... “મારી બેગમ બનશે તું, ઝોહરા?”

ઝોહરા હસી.. “ઘરવાlળા કભી નહિ માનશે

ભાગેગી?” યાકુબની આંખમાં લોહી ધસી આવ્યું.

***************************************************************************************************

બેગમ મુમતાઝના મનનો દાવાનળ કેમેય શમતો નહોતો, મુઘલ હેરમમાં છડી પોકારાઈ.... “શહેનશાહ મિર્ઝા શાહબુદ્દીનબૈગ શાહજહાં પધાર રહે હૈ

બેગમ નારાઝ હો?” શહેનશાહ પામી ગયા.

મુમતાઝ મહેલોકી નહી, મુહબ્બ્તકી પ્યાસી હૈ.... શહેનશાહકો બેગમોકી કમી કહાં? મુમતાઝ મર ભી ગયી તો ક્યા?” અને શેહનશાહની આંખમાં તાજની સંકલ્પના ચમકી....

****************************************************************************************************

તાજ દીખએગા મુજે?” ઝોહરાનો સ્વીકાર થતાં ત્રીજી સાંજે આ બેલડી તાજને અનિમેષ તાકી રહી હતી......

કુબૂલ હૈ

કુબૂલ હૈ

કુબૂલ હૈ

 

*****************************************************************************************************

તાજમાં કેદ મુમતાઝને સદીઓ પછી મુહબ્બત સાંપડી.. તાજની સંકલ્પના સાકાર થઇ.

Comments

Post a Comment

આપનો અભિપ્રાય અહીં વાંચવો ગમશે. જો તમે anonymous તરીકે કોમેન્ટ મુકતા હોવ તો સાથે નામ લખવા વિનંતી.

Popular posts from this blog

પોળોનું જંગલ, સાબરકાંઠા

ભદ્રેશ્વર, કચ્છ.

શ્રધ્ધાના રસ્તે - 2