Posts

Showing posts from September, 2020

મુસાફર-૧

Image
  આપણા આર્ટીકલોમાં વાત જયારે યાત્રાની ચાલતી હોય છે ત્યારે કેટલાક યાત્રીઓને મળીએ નહીં કે તેમના અનુભવોનો સમાવેશ કરીએ નહીં તો વાત અધુરી રહી જાય. 'મુસાફર' સીરીઝમાં આપણે એવા જ મુસાફરોને મળીશું. મુસાફરીનો બહુ રસપ્રદ ફાંટો છે ટ્રેકિંગ. બને ત્યાં સુધી એકાંતવાળી કુદરતી જગ્યાઓ કે જ્યાંની ભૂગોળ થોડી સામાન્ય કરતાં વધુ ચેલેન્જીંગ હોય. નદી, ટેકરા, દરિયો, જંગલ કે બરફવાળી જગ્યાઓ. જે સુખ-સગવડો વચ્ચે આપને ઉછર્યા છીએ તેનાથી દુર પોતાની જાત અને કુદરતને જાણવાનો રસ્તો છે ટ્રેકિંગ. તેના માટે કાં તો તમે ‘હાર્ડકોર’ હોવા જોઈએ અથવા તો એ તમને ‘હાર્ડકોર’ બનતાં શીખવી દે. આજે આપણે એવા એક યુવા ટ્રેકર વિષે વાત કરીશું. સંદકફૂની સુંદરતા  ભુજ, કચ્છના અજય ભરતભાઈ કટ્ટા, જેમની ઉમર આશરે ત્રીસ વર્ષ છે અને અત્યાર સુધી આશરે ત્રીસથી પાંત્રીસ નાના મોટા ટ્રેકસ કરી ચુક્યા છે. એમની ટ્રેકિંગની પ્રવૃતિમાં રસ કઈ રીતે અને ક્યારથી જાગ્યો એ બાબતે પૂછતાં તેઓ કહે છે કે લગભગ ૧૨-૧૩ વર્ષની ઉમરે છાપામાં ટ્રેકિંગ કેમ્પની જાહેરાત વાંચી હતી, કુતુહુલ જાગતાં તેઓએ આ અંગે ઇન્ક્વાયરી કરી. વેકેશનનો સમય હોઈ તેઓએ માઉન્ટ આબુ