Posts

પોળોનું જંગલ, સાબરકાંઠા

Image
આજે અમદાવાદથી એકદમ નજીકની અને માત્ર એક દિવસના પ્રવાસ માટે પણ એકદમ પ્રોપર કહેવાય તેવી જગ્યા માણીએ. અમદાવાદથી માત્ર દોઢસો કિલોમીટરના અંતરે પોળોનું જંગલ આવેલું છે. પોળોનું જંગલ અત્યાર સુધી બહુ જાણીતું ન હતું. અરે, આપણી સાવ નજીક એક ખૂબ સરસ, નાનકડું વન આવેલું છે એ હજુ પણ ઘણાયને ખ્યાલ નહીં જ હોય. અહીં પહોંચતાં જ એવું લાગે કે જાણે આપણે પ્રકૃતિના ખોળે આવી પહોંચ્યા. અહીં પહોંચતાં પહેલાં જ ચાલુ થઈ જતાં ગામઠી રસ્તાઓ, તેમાં ચાલતા ગ્રામ્યવિસ્તારના આદિવાસી લોકો અને તેમની સાથે નિરાંત જીવે ચાલતાં ઢોર તમને અવશ્ય કોન્ક્રીટના જંગલમાંથી છૂટ્યા હોવાની અનુભૂતિ કરાવે. હા, એક વાત ધ્યાનમાં રાખવી કે અહીં ઉનાળા દરમ્યાન જવાનું એવોઇડ કરવું. કેમકે ગરમી અહીં સારા એવા પ્રમાણમાં પડે છે. તેની નજીક જ આવેલા ઇડર કરતાં તો અહીં ઠંડક કહી શકાય, છતાં અરવલ્લીની પહાડી ઉનાળાના સમયમાં સારી એવી ગરમ થઇ જતી હોય જે ઉનાળામાં રાત્રીના સમયે પણ એ વિસ્તારને ઠંડુ થતાં અટકાવે છે (શિયાળામાં ઠંડી પણ સારી એવી હોય છે, ખાસ કરીને પોલો ફોરેસ્ટમાં. કેમકે તેની બંને બાજુ પહાડી આવેલી છે, અને વચ્ચે ગામ વસેલું છે). અહીં જવાની બેસ્ટ સ...

ઊટી-કુન્નુર, તમિલનાડુ.

Image
મિત્રો, સહુને કન્ટેન્ટ પસંદ આવે છે અને ખાસ તો ઉપયોગી થાય છે એ જાણીને આગળ લખવાનું પ્રોત્સાહન મળે છે. અને સાથે થોડી જવાબદારી પણ વધે છે. અમારી કોશિશ એવી હોય છે કે અહીંથી તેવી જ માહિતી પીરસીએ જે મિત્રોને ગૂગલ પર સરળ રીતે અવેલેબલ ના હોય, જે અનુભવ અમે ત્યાં કર્યા હોય તેની વાત વધુ અને માત્ર જાણકારી ઓછી હોય. હા, એ સિવાય પણ કશું જાણવું હોય તો ચોક્કસ કોમેન્ટમાં પૂછી જ શકો છો.  તો ચાલો આજે તમને અમારા ઊટી અને કુન્નુરના અનુભવો જણાવીએ. પહેલા તો ભગવાનને ફરિયાદ કરવાનું મન થાય કે યાર સાઉથ પ્રત્યે કેમ આટલા મહેરબાન છો? જ્યાં જોઈએ ત્યાં હરિયાળી અને ઝરણાં, પર્વતો અને દરિયા.. કેટલીય વિવિધતા. જો કે, સારું છે તે દૂર છે. આપણે ત્યાં ફરવા જઈએ તો તેની કિંમત વધુ સમજાય.. કહે છે ને ઘર કી મુર્ગી દાલ બરાબર. એમ કદાચ એ બધું આપણે અહીં જ મળ્યું હોત તો આજે સાઉથના દ્રશ્યોની આટલી કિંમત ના હોત.. એની વે, આજે જેની વાત કરવાની છે એ તમિલનાડુનું ખૂબ પ્રખ્યાત હિલ સ્ટેશન છે. તમે જો મૈસુર બાજુ (કર્ણાટક) જતા હોવ તો અહીં ચોક્કસ જવું જોઈએ. (કર્ણાટક, કેરળ, તમિલનાડુ બધા રાજ્યો નજીકમાં આવેલા છે. તમે ગુજરાતના વિસ્તારની દ્રષ્ટિએ...

ભદ્રેશ્વર, કચ્છ.

Image
આજે ફરી અમારા કચ્છમાં ફરીએ. અને એ પણ કચ્છના એક પૌરાણિક ગામમાં જેનો ઉલ્લેખ મહાભારતમાં પણ થયેલો છે. ભદ્રેશ્વર એટલે જેનો મહાભારતમાં ઉલ્લેખ થયેલ છે તે ભદ્રાવતી. અહીં ચોખંડા મહાદેવનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. વાયકા પ્રમાણે તેનું નિર્માણ પાંડવોએ લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં કર્યું હતું. અહીં એક કૂવો પણ છે જે પાંડવ કુંડ તરીકે ઓળખાય છે. ભૂકંપમાં ખાસ્સું નુકશાન થયેલ હોવાથી મંદિરનું સમારકામ થયેલ છે. તે એક ઊંચા ઢાળ પર આવેલ હોવાથી અહીંની વહેલી સવાર અને સાંજ ખુશનુમા હોય છે. વળી, વસ્તીથી થોડી દૂર હોવાથી મહાદેવનું આ મંદિર વધુ રમણીય લાગે છે. જો તમે ઇતિહાસમાં રસ ધરાવતા હોવ તો, જગડુશા (જગડુ શાહ)નું નામ જરૂર સાંભળ્યું હશે. એ જ દાનવીર જૈન વેપારી કે જેમણે દુકાળના સમયે ભારતના કેટલાય રાજ્યો માટે પોતાનો ખજાનો ખુલ્લો મુકેલો, કેટલાય રાજ્યોમાં અનાજ મોકલાવેલું. એ શેઠ જગડુશા પણ આ જ ગામના વેપારી. એમણે ગામમાં અને રાજ્ય બહાર પણ ઘણા મંદિર, હોસ્પિટલ, શાળા જેવી ઇમારતો બંધાવી છે. ગામમાં જગડુશાનું સાત માળની (તે જમાનામાં) હવેલી પણ છે, પણ દુર્ભાગ્ય એ છે કે હાલમાં તે ખંડેર જેવી હાલતમાં છે. કોઈ સ્થાનિકને પૂછવા...

ઓસમ હિલ, ધોરાજી.

Image
ચાલો આજે ગુજરાતમાં એક મીની ટ્રીપ મારી આવીએ. નાની, ચાર પાંચ કલાક ગાળી શકાય તેવી છતાં અત્યન્ત મનોહર જગ્યાની મુલાકાત લઈએ. રાજકોટ જિલ્લાનો ધોરાજી તાલુકો અને તેમાં આવેલું છે સાવ નાનું ગામ પાટણવાવ. સામાન્ય રીતે રાજકોટથી ધોલેરા તરફ જતાં એ જ હાઇવે તેમજ રસ્તાઓનો નજારો જોવા મળે, પણ પાટણવાવ નજીક આવતાં અચાનક જ નાનકડી ટેકરીઓની હારમાળા દેખાય. આ ટેકરીઓની હારમાળા એટલે ઓસમ હિલ. ઓસમ.. અંગ્રેજીમાં આ શબ્દ છે જેનો મતલબ થાય છે અત્યન્ત સુંદર, અદભુત.. આ હિલ ચોક્કસ અદભુત છે, અત્યન્ત સુંદર છે પણ મારા ખ્યાલ મુજબ તેનું નામ પડ્યું છે ઉપર બિરાજતા માતાજી ઓસમ માત્રી ઉપરથી. હવે, ઓસમ ડુંગરના નામ પરથી માતાજીનું નામ પડ્યું કે માતાજીના નામ પરથી ડુંગરનું એ થોડો રિસર્ચનો વિષય છે. ઓસમ માત્રી એ નાગરોના છાયા તેમજ ઢેબર અવટંક ધરાવતા ગૃહસ્થોના કુળદેવી છે. દર વર્ષે મોટી સંખ્યામાં નાગર ગૃહસ્થો અહીંની મુલાકાતે આવે છે. ઉપર રહેવા માટેની પ્રાથમિક સગવડ છે તેમ જ પ્રસાદી તરીકે ચ્હા મળે છે. થોડા સમય પહેલાં જ ઓસમને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસનધામ તરીકેનું બિરુદ મળ્યું છે. દરવર્ષનાં શ્રાવણ માસની અમાસે અહીં તળેટીમાં મેળો ભરા...

માથેરાન, મહારાષ્ટ્ર

Image
इतर ब्लॉगवर सर्व वाचकांचे स्वागत आहे અરે ડરો નહી, આનાથી વધુ મરાઠી હું નહી લખું, કારણકે આથી વધુ હું જાણતો જ નથી. આ તો જે પ્રદેશની આજે મુલાકાત લેવાના છીએ તેની શરુઆતમાં થોડી ફિલ આવી જાય તો સારું એમ વિચારી ઠઠારી નાખ્યું (કોમેન્ટમાં કોઈ એમ ના લખતા કે આના કરતાં લાવણીનો વિડીયો મુકવો હતો, એ પણ જાતે કરીને..) હા, તો ચાલો આજે મહારાષ્ટ્રમાં ફરીએ. ભારતનું એકમાત્ર ઓટોમોબાઈલ ફ્રી હિલ સ્ટેશન તેમજ સહુથી નાના હિલ સ્ટેશનોમાનું એક એવા રમણીય માથેરાનની મુલાકાત લઈએ. ભારતમાં પશ્ચિમી ઘાટ, સહ્યાદ્રી પર્વતમાળા ૧૬૦૦ કીમી જેટલી લાંબી છે. જે કેરેલા, તમિલનાડુ, કર્ણાટક, ગોઆ, મહારાષ્ટ્ર અને ગુજરાતને આવરે છે. સહ્યાદ્રી પર્વતમાળા પર જ સમુદ્ર સપાટીથી ૨૬૨૫ફીટ ઉંચે આવેલું માથેરાન મહારાષ્ટ્રનું એક મસ્ટ વિઝીટ પ્લેસ છે. 'મસ્તક પરનું જંગલ' (ફોરેસ્ટ ઓન ધ ફોરહેડ) પરથી નામ રાખવામાં આવેલું માથેરાન આગળ કહ્યું તેમ એકમાત્ર એવું હિલ સ્ટેશન છે કે જેમાં વેહીક્લને એન્ટ્રી નથી. (હા, નગરપાલિકા દ્વારા રાખવામાં આવેલી એકમાત્ર એમ્બ્યુલન્સ છે). એટલે ત્યાં સાવ જ નાના બાળક સાથે કે જેમના ઘુટણમાં તકલીફ હોય તેવા વડીલો સાથે જ...

ચાડવા રખાલ,કચ્છ.

Image
આગલા બે બ્લોગમાંથી એકમાં બીજા રાજ્યમાં અને બીજામાં આપણા રાજ્યમાં ફરી આવ્યા તો હવે આપણો જિલ્લો કેમ બાકી રહે? હા, આજે ફરીએ આપણા કચ્છમાં. ૨૦૦૧નો કારમો ભૂકંપ કચ્છના લોકો માટે વજ્રઘાત સમાન હતો, કેટલીય ઝીંદગી એક ઝાટકે રોળાઈ ગઈ. કેટલાય કુટુંબોએ સ્વજનો ગુમાવ્યા. પોતાનું ઘર, શેરી અરે આખેઆખા ગામ ગુમાવ્યા. પણ, કચ્છની ખુમારી વિશે કોઈ અજાણ નથી. ભૂકંપ બાદ દાયકો પાછળ ચાલ્યું ગયેલું કહેવાતું કચ્છ આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની હાજરી પુરાવે છે. ભૂકંપે કચ્છના લોકો પાસેથી ચોક્કસ ખૂબ ઘણું છીનવ્યું, પણ આ જ ભૂકંપે કચ્છને અમુક ભેંટ આપી છે જે ભુલાય તેમ નથી. તેમાંની એક ભેંટ એટલે પ્રવાસન ક્ષેત્રનો વેગ. કચ્છ ભારતના નકશામાં ક્યાં આવેલ છે એ પણ જેમને ખ્યાલ ન હતો તે લોકો હવે પોતાના વિદેશી મિત્રોને પણ કચ્છ જોવા માટે ગર્વથી આમંત્રણ આપે છે. કચ્છના પ્રવાસનને મળેલા વેગ વિશે તો આપણે શાંતિથી વાત કરીશું કોઈ નવા બ્લોગમાં. આજે વાત કરીએ ચાડવા રખાલ વિશે કે જેના વિશે કચ્છમાં પણ બહુ ઓછા લોકો જાણે છે. ભૂતકાળમાં કચ્છના રાજાઓએ ૪૫ જંગલને રિઝર્વ તરીકે જાહેર કરેલા જેમને રખિયાલ તરીકે ઓળખવામાં આવતા. આઝાદી પછી આ રિઝર્વ રાજ...