માથેરાન, મહારાષ્ટ્ર
इतर ब्लॉगवर सर्व वाचकांचे स्वागत आहे
અરે ડરો નહી, આનાથી વધુ મરાઠી હું નહી લખું, કારણકે આથી
વધુ હું જાણતો જ નથી. આ તો જે પ્રદેશની આજે મુલાકાત લેવાના છીએ તેની શરુઆતમાં થોડી ફિલ આવી જાય તો સારું એમ વિચારી ઠઠારી નાખ્યું (કોમેન્ટમાં કોઈ એમ ના લખતા કે
આના કરતાં લાવણીનો વિડીયો મુકવો હતો, એ પણ જાતે કરીને..)
હા, તો ચાલો આજે મહારાષ્ટ્રમાં ફરીએ. ભારતનું
એકમાત્ર ઓટોમોબાઈલ ફ્રી હિલ સ્ટેશન તેમજ સહુથી નાના હિલ સ્ટેશનોમાનું એક એવા રમણીય માથેરાનની
મુલાકાત લઈએ. ભારતમાં પશ્ચિમી ઘાટ, સહ્યાદ્રી પર્વતમાળા
૧૬૦૦ કીમી જેટલી લાંબી છે. જે કેરેલા, તમિલનાડુ, કર્ણાટક, ગોઆ, મહારાષ્ટ્ર અને
ગુજરાતને આવરે છે. સહ્યાદ્રી પર્વતમાળા પર જ સમુદ્ર સપાટીથી ૨૬૨૫ફીટ ઉંચે
આવેલું માથેરાન મહારાષ્ટ્રનું એક મસ્ટ વિઝીટ પ્લેસ છે.
'મસ્તક પરનું જંગલ' (ફોરેસ્ટ ઓન ધ ફોરહેડ) પરથી નામ રાખવામાં
આવેલું માથેરાન આગળ કહ્યું તેમ એકમાત્ર એવું હિલ સ્ટેશન છે કે જેમાં વેહીક્લને
એન્ટ્રી નથી. (હા, નગરપાલિકા દ્વારા રાખવામાં આવેલી એકમાત્ર એમ્બ્યુલન્સ છે). એટલે
ત્યાં સાવ જ નાના બાળક સાથે કે જેમના ઘુટણમાં તકલીફ હોય તેવા વડીલો સાથે જવામાં
થોડી અગવડ પડી શકે છે. જો, એ વડીલ માત્ર પગથી જ થાક્યા હોય અને ફરવાના શોખીન હોય
તો અહી ઘોડેસવારી કરી આખું માથેરાન ચોક્કસ ફરી શકે છે.
વેહિકલ ફ્રી હિલ સ્ટેશન હોવાથી આપણે તેને ઓક્સિજન ટેન્ક તરીકે ઓળખીએ તો જરાય અતિશયોક્તિ નથી. અહીં બે-ત્રણ દિવસનું રોકાણ કરો તો આખા વર્ષ માટે ફેફસાં રિચાર્જ કરી આવો તેની ગેરન્ટી. અહીંનું જંગલ સેમી એવરગ્રીન છે, મતલબ વર્ષના લગભગ બધાય મહિના લીલું જંગલ રહે છે. એ પણ ગાઢ, કન્જસ્ટેડ જંગલ. ઊંચી પર્વતમાળા અને તેમાંના ઊંચા વૃક્ષોને કારણે અહીં વરસાદ પણ સારા એવા પ્રમાણમાં પડે છે, ધુમ્મસ પણ સારો એવો રહે છે.
અહીંના ટોટલ આડત્રીસ વ્યુ પોઇન્ટ્સમાંથી મોટાભાગના એવા જ છે જેવા તમને લગભગ બધાય હિલ સ્ટેશન પર જોવા મળતા હોય છે. જેમ કે, સન સેટ પોઇન્ટ, સન રાઈઝ પોઇન્ટ, ઇકો પોઇન્ટ વિગેરે પણ અમુક પોઇન્ટ્સ તેવા છે જ્યાંનો વ્યુ ખરેખર માણવા લાયક છે જેમકે પેનોરમા પોઇન્ટ, વન ટ્રી હિલ પોઇન્ટ, લુઇઝા પોઇન્ટ વિગેરે. હા, આ હિલ સ્ટેશનને પાણી પૂરું પાડતું શેર્લોટ લેઈક પણ ખાસ જોવા જેવું છે. હિલ પરના લેઈકમાં એક અલગ મજા આવશે અને ચોમાસા કે ચોમાસા પછી તો તે ઓવરફ્લો થાય ત્યારે નાના ઝરણાં પણ બનતા હોય છે.
આગળ કહ્યું તેમ માથેરાન એ નાનું હિલ સ્ટેશન છે એટલે જો તમે થોડા ફિટ હોવ, ચાલવાના કે પછી 'રૂપિયા બચાવવાના' શોખીન હોવ તો પછી અગિયાર નમ્બરની બસ.. સોરી અહીં તો પગપાળા માટે પણ 'બસ' શબ્દ નહીં વાપરી શકાય ;) એટલે કે પગે આખું માથેરાન ફરી શકો. હા, રૂપિયાનો ઉલ્લેખ કરવો અહીં એટલે જરૂરી છે કે જો તમે પગપાળા ના ચાલી શકતા હોવ, ખૂબ ઓછો સમય લઈને ગયા હોવ કે વડીલ-બચ્ચાં સાથે ગયા હોવ તો તમારે ત્યાં ફરવા માટે ઘોડેસવારી ભાડે કરવી પડશે અને બિલિવ મી, ત્યાંની ઘોડેસવારી મોંઘી છે યાર.. એક દિવસનો સ્ટે તમારો વધી શકે જો તમે ઘોડેસવારી સ્કીપ કરી પગે ચાલવું પસંદ કરો. હા, જો ઘોડેસવારી પસંદ કરો તો બાર્ગેઇન અચૂક કરજો.
અહીં એટલા પ્રમાણમાં શુદ્ધ ઓક્સિજન છે કે તમને ચાલવાનો થાક લાગતો જ નથી (હા, વરસાદની સીઝનમાં કીચડ પરેશાન કરી શકે). સવારે વહેલા એલાર્મ વગર પક્ષીઓના કલરવથી ઉઠી જવાય અને આખો દિવસ રખડપટ્ટી કરી એટલે રાતે વહેલી ઊંઘ પણ આવી જાય. ઊંઘ પરથી યાદ આવ્યું કે અહીંના લોકોની, મજૂરોનું જીવન ખરેખર હાડમારીથી ભરેલું છે, વિચાર કરો, એક હિલ સ્ટેશન જ્યાં ટોળાંમાં લોકો આવતા હોય એમની સગવડ સાચવવા શું નહિ જોઈતું હોય. આ બધું ચાર પાંચ કિમિ પગે ચાલીને પહોંચાડવાનું, એ પણ ઘોડા પર કે પછી હાથ ગાડી પર. તેઓ તો હંમેશ આંખ બંધ કરતાં જ ઊંઘમાં સરી પડતા હશેને..
અહીં એટલા પ્રમાણમાં શુદ્ધ ઓક્સિજન છે કે તમને ચાલવાનો થાક લાગતો જ નથી (હા, વરસાદની સીઝનમાં કીચડ પરેશાન કરી શકે). સવારે વહેલા એલાર્મ વગર પક્ષીઓના કલરવથી ઉઠી જવાય અને આખો દિવસ રખડપટ્ટી કરી એટલે રાતે વહેલી ઊંઘ પણ આવી જાય. ઊંઘ પરથી યાદ આવ્યું કે અહીંના લોકોની, મજૂરોનું જીવન ખરેખર હાડમારીથી ભરેલું છે, વિચાર કરો, એક હિલ સ્ટેશન જ્યાં ટોળાંમાં લોકો આવતા હોય એમની સગવડ સાચવવા શું નહિ જોઈતું હોય. આ બધું ચાર પાંચ કિમિ પગે ચાલીને પહોંચાડવાનું, એ પણ ઘોડા પર કે પછી હાથ ગાડી પર. તેઓ તો હંમેશ આંખ બંધ કરતાં જ ઊંઘમાં સરી પડતા હશેને..
અહીં એક મોટી શાંતિ હોય તો તે છે અમુક જ વિસ્તારમાં પકડાતું મોબાઈલ નેટવર્ક. તમે ત્યાં પહોંચો એટલે તમને કોઈ ડિસ્ટર્બ ના કરે જ્યાં સુધી તમારે ખુદને ડિસ્ટર્બ ના થવું હોય. જો, ત્રણ દિવસ બે રાત્રીનો મુકામ કરીએ તો પગપાળા આખું માથેરાન ફરી શકીએ એટલું નાનું છે (બપોર અને રાત્રીની પ્રોપર ઊંઘ સાથે હો.. :)) આશ્ચર્યજનક રીતે અહીંની હોટેલ પ્રોપર્ટીના માલિક મોટેભાગે મુંબઇ વસતા ગુજરાતી શેઠિયાઓ છે. (એટલે ડિસ્કાઉન્ટની આશા ના રાખશો), દરેક હિલ સ્ટેશનની જેમ અહીંની હોટેલ્સમાં પણ ચા અને નાસ્તો સરસ મળે છે (કે પછી આખો દિવસ રખડવાથી અસલી ભૂખ લાગવાથી દરેક હિલ સ્ટેશનનો નાસ્તો સરસ લાગે છે?) પગપાળા ચાલવામાં તમને અહીંની લાલ માટી સાથે પ્રેમ થશે એ નફામાં.
માથેરાન, મુંબઇ(૯૦કિમિ) તેમજ પુણેથી(૧૨૦કિમિ) આરામથી પહોંચી શકાય છે. નેરાલ સ્ટેશન સુધી મુંબઈની લોકલ ટ્રેઈન પણ જોડાયેલ છે, એ સિવાય પણ મુંબઇ અને પુણે સુધીની ઘણી ટ્રેઇન્સ છે. નેરાલથી ૨૧કિમીના અંતરે માથેરાન આવેલું છે. નેરાલથી માથેરાન માટેની ટોય ટ્રેઈન છે, પણ એ ઘણા સમયથી મેઇન્ટેનન્સ માટે બંધ છે તેથી તે પૂછી લેવું હિતાવહ છે. સાથે, એ પણ યાદ રાખવું કે ટોય ટ્રેઈનની ગતિ ઉનાળા દરમ્યાન બહુ કંટાળો નિપજાવી શકે. નેરાલથી દસ્તુરી પોઇન્ટ માટે પ્રાઇવેટ (શેર્ડ) વેહિકલ મળી જાય છે જે નેરાલથી ૧૧કિમિ દૂર દસ્તુરી પોઇન્ટ પર ડ્રોપ કરે છે, દસ્તુરી પોઇન્ટ લાસ્ટ સ્ટેશન છે જે પછી વેહિકલ એન્ટ્રીની પરવાનગી નથી. અહીંથી ઘોડેસવારી અથવા ફેરિયાની મદદથી માથેરાન પહોંચી શકાય. માથેરાનમાં એન્ટ્રી ફી એડલ્ટની ૫૦ રૂપિયા અને બાળકોની ૨૫ રૂપિયા છે(2017 મુજબ - જેની ટીકીટ દસ્તુરી પોઇન્ટ પરથી જ મળે છે) જો ટોય ટ્રેઈન ચાલુ હોય તો અહીંથી પણ માથેરાન તોય ટ્રેઇનમાં જઈ શકાય જે અચૂક માણવા જેવો આનંદ છે. ટ્રેઈન ચાલુ ના હોય અને વોકિંગ કરી માથેરાન પહોંચવાની ઈચ્છા હોય તો ટ્રેઈન રૂટ પરથી જ પહોંચી શકાય. આ રુટ નોર્મલ રૂટ (ઘોડેસવારીના રૂટ) કરતા સરસ છે. ટ્રેકિંગના શોખીન ટ્રેકિંગ કરીને પણ પહોંચી શકે છે જે ડોધાની ગામથી ચાલુ કરી માથેરાનના સનસેટ પોઇન્ટ પરથી નીકળે છે. ડોધાની પનવેલથી માત્ર પંદર કિમીના અંતરે છે.
તો, ફેફસાંને શુદ્ધ કરવા, એકાંતનું મહત્વ સમજવા, સોશીયલ નેટવર્કિંગમાંથી બ્રેક લેવા, જંગલની અનુભૂતિ કરવા અને ગમતા પાત્રને પૂરતો સમય આપવા माथेरानला भेटलेच पाहिजे..
અંતે.. માથેરાનમાં અમને એક લોકલ, ફ્રી ગાઈડ મળી ગયો હતો. તે હતો એક ડોગી. યસ રખડતો કૂતરો. અમે જ્યાં જઈએ એ અમારી આગળ ચાલે, જ્યારે હોટેલ પહોંચીએ ત્યારે ઓટલા પર બેઠો હોય અને જેવો પ્રવાસ ચાલુ કરીએ એ આગળ થાય. તેને જાને ખ્યાલ જ હોય કે આમને રસ્તો નહીં બતાવીએ તો ભટકી જશે :) તેની મદદથી જ અમે આખું માથેરાન બિન્દાસ ફર્યા. શું તમે ક્યારેય માથેરાન ગયા છો? તમને આવા કોઈ કુતરાનો અનુભવ થયો છે? કોમેન્ટમાં લખશો. જો ના ગયા હોવ અને આ બ્લોગ વાંચીને ઈચ્છા થાય તો કોઈ પણ ડાઉટ હોય પૂછી લેશો.
વાહ, ખરેખર અદભૂત વણૅન.હવે જલ્દી પ્રોગ્રામ બનાવવો પડશે
ReplyDeleteચાલો, ટ્રેકિંગ કરવા :)
Deleteવાહ ખુબજ સરસ, એક વાત બીજી પણ share કરીશ કે હોટેલ બુક કરો ત્યારે જેટલા મેમ્બર હોવ એનું ખાસ હોટેલ વારાને કઈ દેવું કેમકે લાસ્ટ checkout સમયે જાણ દીઠ રૂપિયા હોટેલ નું ભાડું કીધું હતું એમ કહી ચિટિંગ કરતા હોય છે... બાકી એક વાર તો જવાય જ ...
ReplyDeleteઅમે ટોય ટ્રેન નો લાભ લીધેલો, નાના બાળકો ને બહુ મજા આવે...
ઓહ.. આ નવું જાણ્યું. ખરેખર સરસ, ધ્યાન રાખવા લાયક માહિતી. આભાર જીગરભાઈ
Deleteસુપર,બહુજ ઉપયોગી માહિતી, જવામાં ખુબજ સરળ થાઈ તેવી માહિતી.
ReplyDeleteBy M D Gangani
DeleteThanks a lot Manu
DeleteVery nice
ReplyDeleteThanks a lot :)
DeleteThackers caterers of Mumbai have a hotel today, which is best. Gujarati food is just superb. Train journey is exciting
ReplyDeleteOh ok.. thanks for the info mama. Will hv to visit again for this hotel's Gujarati food :)
DeleteMstttttt bhaiii..
ReplyDelete"Kaakh ma chhoru ne gaam ma dhindhoro"evo pastavo mne thay chhe..pn "jagya tyarthi sawar" manine hve Pune ni life mathi ek weekend atyarthi matheran na name lakhai gyo chhe...badhi j mahiti khub useful..kai rite aatli jini jini details yaad krine share kro chho? Wah..maja aavi gai..aabhar personal touch rakhi vat krvani suvidha aapva badal..thanks for sharing.
ReplyDeleteU r welcome Gati. Yes have Pune aavo etle pahela ahi jajo :)
Delete