ઓસમ હિલ, ધોરાજી.
ચાલો આજે ગુજરાતમાં એક મીની ટ્રીપ મારી આવીએ. નાની, ચાર પાંચ કલાક ગાળી શકાય તેવી છતાં અત્યન્ત મનોહર જગ્યાની મુલાકાત લઈએ.
રાજકોટ જિલ્લાનો ધોરાજી તાલુકો અને તેમાં આવેલું છે સાવ નાનું ગામ પાટણવાવ. સામાન્ય રીતે રાજકોટથી ધોલેરા તરફ જતાં એ જ હાઇવે તેમજ રસ્તાઓનો નજારો જોવા મળે, પણ પાટણવાવ નજીક આવતાં અચાનક જ નાનકડી ટેકરીઓની હારમાળા દેખાય. આ ટેકરીઓની હારમાળા એટલે ઓસમ હિલ.
ઓસમ.. અંગ્રેજીમાં આ શબ્દ છે જેનો મતલબ થાય છે અત્યન્ત સુંદર, અદભુત.. આ હિલ ચોક્કસ અદભુત છે, અત્યન્ત સુંદર છે પણ મારા ખ્યાલ મુજબ તેનું નામ પડ્યું છે ઉપર બિરાજતા માતાજી ઓસમ માત્રી ઉપરથી. હવે, ઓસમ ડુંગરના નામ પરથી માતાજીનું નામ પડ્યું કે માતાજીના નામ પરથી ડુંગરનું એ થોડો રિસર્ચનો વિષય છે.
ઓસમ માત્રી એ નાગરોના છાયા તેમજ ઢેબર અવટંક ધરાવતા ગૃહસ્થોના કુળદેવી છે. દર વર્ષે મોટી સંખ્યામાં નાગર ગૃહસ્થો અહીંની મુલાકાતે આવે છે. ઉપર રહેવા માટેની પ્રાથમિક સગવડ છે તેમ જ પ્રસાદી તરીકે ચ્હા મળે છે. થોડા સમય પહેલાં જ ઓસમને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસનધામ તરીકેનું બિરુદ મળ્યું છે. દરવર્ષનાં શ્રાવણ માસની અમાસે અહીં તળેટીમાં મેળો ભરાય છે.
માત્રી માતાના મંદિર ઉપરાંત અહીં ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં શિવલિંગ પર અવિરત કુદરતી જલસ્રોત ટીપાં સ્વરૂપે પડે છે. આટલું ઓછું હોય તેમ ઉપર એક સુંદર ડેમ અને તળાવ પણ આવેલું છે. ભીમકુંડ.. યસ, એક ભીમકુંડ પણ આવેલો છે. હવે, અહીંથી રસપ્રદ ઇતિહાસ છે.
કહેવાય છે કે પોતાના વનવાસ દરમ્યાન પાંડવો એ અહીં ઓસમ હિલ પર મુકામ કર્યો હતો. ટપકેશ્વર મહાદેવથી ઉપર ટ્રેકિંગ કરતાં ખંડેરના અવશેષો પણ મળે છે જે કહેવાય છે કે પાંડવોનો વનવાસ દરમ્યાનનો કિલ્લો હતો. અહીં ભીમ થાળી પણ જોવા મળે છે. ધાર્મિક માન્યતા મુજબ ભીમ અને હીડમ્બાની મુલાકાત આજ ડુંગર પર થઈ હતી.. કેટલી રમણીય સ્થળે મુલાકાત..
એની વે, અહીં માત્ર મંદિરો, ખંડેર કે તળાવ જ નથી પરંતુ ટ્રેકિંગ શોખીનો માટે અહીં ખૂબ સરસ હિલ્સ પણ છે. જ્યાં જવું હોય ત્યાં બેગ ઉપાડી જઈ શકો તેટલી મોકળાશ છે. અવનવા પક્ષીઓનો કલરવ અને નિતનવા વૃક્ષોનો સંગાથ છે. કોઈ સાથે ના હોય તો વાદળો તેમ જ ઠંડી હવાનો સાથ છે.
ટ્રેકિંગ શોખીનોએ અમુક વાતો યાદ રાખવી જેમ કે, વરસાદના સમયે જવું વધુ મજા અપાવશે, સાથે પાણી અચૂક રાખવું, માત્ર પાંચસો પગથિયાં ચડવાથી ઓસમ માતાનું મન્દિર આવે છે તેથી ખૂબ વધુ સામાન લેવાની જરૂર નહીં. કમ્ફર્ટેબલ કપડાં પહેરવા પણ મંદિરમાં જવું હોય તો તેની આમન્યા જળવાઈ રહે એ મુજબના પહેરવા. સ્ત્રીઓએ પણ જો માતાજીના દર્શન બાદ ટ્રેકિંગની ઈચ્છા હોય તો સ્પોર્ટ્સ શૂઝ પહેરવા હિતાવહ છે.
અહીં જવાની બેસ્ટ ઋતુ અફકોર્સ વર્ષા ઋતુ છે. વરસાદ બાદ તુરંત પણ જઈ જ શકાય પણ વરસતા વરસાદમાં ટ્રેકિંગ કરવાની, ચ્હાનો પ્રસાદ લેવાની, પાસેથી પસાર થતાં કાળા ડિબાંગ વાદળોને પસાર થવાની, ભીની ખુશ્બુને શ્વાસમાં ભરવાની, શરીર સાથે અંતરથી પણ ભીંજાઈને પ્રકૃતિને માણવાની મજા આ ઋતુ સિવાય બીજી કોઈ ઋતુમાં નહિ આવે.
ઓસમ રાજકોથી ૧૧૦કિમિના અંતરે આવેલું છે. જે લોકો અહીં સુધી જતા હોય તેઓએ અહીંથી માત્ર ૫૪કિમિ દૂર આવેલું જલારામ બાપાના વિરપુરની મુલાકાત પણ અવશ્ય લેવી જોઈએ.
ફોટોગ્રાફી, ટ્રેકિંગ તેમજ પક્ષીદર્શનના શોખીનોએ આ અદભુત એટલે કે ઓસમ (awesome), ઓસમ હિલની મુલાકાત ચૂકવા જેવી નથી.

પ્રવાસન ધામ તરીકે જાહેર કર્યા છતાં અહીં થોડી પ્રાથમિક સુવિધાઓનો અભાવ ઉડીને આંખે વળગે છે. એક તો નીચે તળેટીમાં સહુ સાથે બેસી શકાય તેવી કોઈ વ્યવસ્થા નથી, ખાસ તો સ્ત્રી કે પુરુષ માટેનું શૌચાલય પણ નથી, ખાણીપીણીના વિકલ્પો નહિવત છે. આ બધી કચાશ જો દૂર કરવામાં આવે તો ઓસમ હિલ ચોક્કસપણે હજુ વધુ પ્રવાસીઓને આકર્ષી શકશે.
ફોટોગ્રાફી, ટ્રેકિંગ તેમજ પક્ષીદર્શનના શોખીનોએ આ અદભુત એટલે કે ઓસમ (awesome), ઓસમ હિલની મુલાકાત ચૂકવા જેવી નથી.
Very well descrobed. It was awsmm experience
ReplyDeleteThank u dear :)
Deleteવાહ સુંદર માહિતીસભર તસવીરો સાથે લેખ
ReplyDeleteખૂબ આભાર લતાબેન :)
DeleteWah..so natural..Thanks for Sharing buddy...
ReplyDeleteThank u very much :)
DeleteVery Well Described
ReplyDeleteThank u Pulin :)
DeleteAwesome...
ReplyDeleteThanks dear.
DeleteOsam artical about osam hill...👌👌
ReplyDeleteThanks a lot Jigarbhai
DeleteWah..adbhut varnan..ekdm taaju thai gyu aa sthad manma..jay matri ma..
ReplyDeleteThanks Gati :)
DeleteJay matri ma
ReplyDeleteજય માત્રીમાં
Deleteમાત્રિમાં ઇતિહાસ હોયતો મોકલોને
ReplyDeleteaapno khub aabhar blog vanchva badal. aapnu nam janavsho to amne jetli thodi mahiti che e tamne kahie.
Delete