સાપુતારા, ડાંગ.
ગુજરાતી પ્રજા દરેક વાતની શોખીન એમ ફરવાની પણ
શોખીન. અને રોજીંદી ઘટમાળમાંથી બહાર આવી, ફરી રીચાર્જ થવા અને જીવનને ચૂસીને માણવા
વર્ષે એકવાર ફરવા જવું જરૂરી પણ છે. પણ દર વખતે કઈ આપણે વિદેશ ટુરમાં ના જઈ શકીએ
અરે, વિદેશ ટુર છોડો આ મોંઘવારીમાં મધ્યમવર્ગીય પરિવાર માટે ઇન્ડિયામાં જ કોઈ
લાંબી મુસાફરી દર વર્ષે ના માણી શકે.
તો આનો એક જ
ઉપાય કે ગુજરાતમાં નાની ટુર કરી લેવી. પરંતુ આવી અકળાવનારી ગરમીમાં સાલું
ગુજરાતમાં ક્યાં ફરવા જવું ? તો આ રહ્યો તેનો જવાબ, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક
એવું “સાપુતારા”.
ગુજરાત રાજ્યના
દક્ષીણભાગમાં આવેલું ડાંગ જીલ્લાનું આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર સહ્યાદ્રી
પ્ર્વત્માંડામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦મીટર જેટલી ઉંચાઈ પર આવેલું છે, અને ભર ઉનાળે
અહી ઠંડક પ્રસરેલી હોય છે. અહીના સ્થાનિક લોકો આદિવાસી છે અને તેઓ વાતચીતમાં કુકણા
બોલીનો ઉપયોગ કરે છે. અહીના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમજ પશુપાલન છે.
હા, જંગલી ઔષધિઓ વ્હેચીને પણ તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે.
અમદાવાદથી
૪૨૦કીમી દુર આવેલું સાપુતારા સુરત કે વલસાડથી બાય રોડ આરાત્મથી પહોંચી શકાય છે,
વલસાડથી ઉપર સાપુતારા જતા રસ્તે જો આંખો ખુલ્લી રાખીએ આંખને ઠરે તેવી હરિયાળી,
અવનવા પક્ષીઓ ઉપરાંત તે જીલ્લાના સ્થાનિક આદિવાસીઓની હાડમારી પણ ઉડીને આંખે વળગે.
પ્રવાસનને વેગ
મળતાં ત્યાં હોટેલ્સ પણ સારી એવી સંખ્યામાં આવેલી છે તેમજ ગુજરાત ટુરીઝમ પોતાની પણ
કે સારી હોટેલ છે. ‘ચા’ના શોખીનો માટેતો સાપુતારા એક જન્નત છે. ત્યાં ચાયની લીલી
પતી અને આદુવાળી એકદમ મસ્ત ચાય લગભગ દરેક દુકાન કે ટપરી પર મળે. પણ હા, સવારે
બજારમાં નીકળો તો નાસ્તાના ઓપ્શન્સ બહુ ઓછા છે, લગભગ દરેક લારીએ બટાકા-પોહા જ મળે.
કોઈ પણ શહેર કે
સંસ્કૃતિને પીછાણવા તેના મ્યુઝીયમની મુલાકાત અવશ્ય લેવી જોઈએ, હા તે કોઈને બોરિંગ
લાગી શકે પણ મ્યુઝીયમમાં એક આખો ઈતિહાસ સચવાયેલો હોય છે, અહી પણ મ્યુઝીયમમાં
આદિવાસી કળા અને સંસ્કૃતિ સચવાયેલી છે, અહી પ્રદર્શન મુખ્યત્વે ૪ ભાગોમાં
વહેચવામાં આવ્યું છે. આદિવાસી સંગીતવાદ્યો, આદિવાસી વસ્ત્રો, આદિવાસી દાગીના, ડાંગ
વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે.
અહીની જમીન જ
એટલી ફળદ્રુપ છે કે અહી જાતજાતના ફૂલોને ઊગવું ગમે છે, અને તેથી જ અહી બે મોટા
ગાર્ડન્સ આવેલા છે, એક રોઝ ગાર્ડન કે જેમાં નામ પ્રમાણે જ વિવિધ જાતના અનેક
ગુલાબની જત ઊગેલ છે અને બીજું સ્ટેપ ગાર્ડન કે જેમાં અલગ અલગ કલર અને સોડમ ધરાવતા
કેટલાય ફૂલોની જાત ખીલી છે જે મનને ખુશ ખુશાલ કરી જાય અને હા, અહીની દરેક જગ્યાની
ચોખ્ખાઈના પણ વખાણ કરવાજ રહ્યા.
મને સહુથી પ્રિય
અને કદાચ લગભગ દરેક સાપુતારા પ્રવાસીઓને પણ પ્રિય એવી એક જગ્યા એટલે ટેબલ-પોઈન્ટ.
સાપુતારાની સહુથી ઉંચી જગ્યા કે જ્યાં તમારા મોબાઈલમાં થોડીવારે મહારાષ્ટ્રનું
નેટવર્ક પકડાય તો વળી થોડીવારે ગુજરાતનું. તેણે ટાઉન-વ્યુ પોઈન્ટ પણ કહે છે, અહી
ગવર્નર હિલ પર સપાટ ટેબલ જેવી સર્ફેસ આવેલી હોવાથી તેનું નામ ટેબલ પોઈન્ટ પડ્યું
છે. ટેબલ પોઈન્ટ પર રોમાંચના શોખીનો માટે બાઈક રાઈડીંગ, હોર્સ રાઈડીંગ, કેમલ
રાઈડીંગ, ઝીપ લાઈનીંગ કે વેલી ક્રોસિંગ જેવી એક્ટીવીટીઝ પણ છે, અને હા, અનુકુળ
હવામાનમાં ચાલુ રહેતી સાપુતારાના રોપ-વેમાં બેસવું તો એક લાહવો છે.
સાપુતારાનો
યુ.એસ.પી કહીએ તો એ સાપુતારા લેક. અહી બોટ ભાડે કરી એયને જીવનસાથીના (કે જી.એફ,
બી.એફના) હાથમાં હાથ નાખી એયને જલસાથી બોટિંગ કરો. લેકની બહાર ફૂડ પોઈન્ટ્સ અને
ગેમિંગ ઝોન પણ આવેલા છે.
બીજી મજાની
કુદરતી જગ્યા જે આ લેકથી માત્ર બે મીનીટના અંતરે આવેલું છે તે ‘મધ-માખી ઉછેર
કેન્દ્ર’ જ્યાં અલગ અલગ જાતના ફૂલોની આટલી બધી જાત હોય ત્યાં મધમાખી તો રહેવાની જ
ને.. અહી દિવસના ભાગમાં એક પણ મધમાખી પોતાના ‘ઘર’માં ના દેખાય, બધી મધમાખી કમાવવા
માટે કાળી મજુરી કરવા ફૂલે ફૂલે ભટકતી રહે અને સાંજ પડતાં જ તેઓ પાછા આવે ત્યારે
ગીતો ગણગણતા પોતાના ‘ઘર’(લાકડાની પેટી)માં પુરાઈને છુટથી મધ આપે. ત્યાં ચોખ્ખું મધ
વેંચાતું પણ મળે.
સાપુતારામાં
બીજા હિલ સ્ટેશન પર જનરલી જોવા મળતા સનરાઈઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ કે ઇકો પોઈન્ટ
જેવા પોઈન્ટ્સ તો જોવા મળે જ અને એ આપણે સહુને ખ્યાલ જ હોય એટલે વધુ લખવું જરૂરી
નથી, પણ એક શાંત જગ્યા કે જે એક ગણેશ મંદિર છે તે નાસ્તિક લોકો એ પણ જોવા જેવું.
અહી ગણેશ ભગવાનના મંદિરની સરહદ પૂરી થાય એટલે બે મોટા પત્થર રાખ્યા છે અને બંનેને
સફેદ ચુનાથી રંગી નાખ્યાં છે.. શા માટે? એ નિશાની છે કે આ સફેદ પત્થર પછી ગુજરાતની
હદ પૂરી અને મહારાષ્ટ્રની સરહદ ચાલુ.. અરે ત્યાં તો એકદમ બાઉન્ડ્રીને અડીને ગુજરાતના કેટલાય ઘરો આવેલા છે
અને જોવાની મજા તો એ આવે કે તે લોકોની પાડેલી મુરઘી અને તેના બચ્ચા આરામથી
મહારાષ્ટ્રની સરહદ પાર કરી ત્યાનું ચણ ચણી અને ફરી પછી માલિક પાસે ગુજરાતમાં આવી
જાય. જાવેદ સાહેબને પંછી, નદીયા, પવન કે ઝોંકે કોઈ સરહદના ઇન્હેં
રોકે..નાં શબ્દો અહીં બેઠે જ મળ્યા હશે..
સાવ જ નાનું
સાપુતારા એક દિવસમાં આખું ફરાઈ જાય પણ જો તમે કામના પ્રેશરમાંથી છુટવા અને થોડા
રિલેક્ષ થવા માંગતા હોવ તો અહી ઓછામાં ઓછી બે રાત અને ત્રણ દિવસ વિતાવવા જોઈએ. અને
સાપુતારા એટલું નાનું છે કે તમે ઉપર જણાવેલા પોઈન્ટ્સમાંથી ટેબલ પોઈન્ટ સિવાયના
બધાય પોઈન્ટ્સ પગપાળા જ કવર કરી શકો છો. તો મિત્રો, કુછ દિન તો ગુઝારીયે સાપુતારા
મેં ?
-
Wah.. જય જય ગરવી ગુજરાત..👌👌👏👏સાપુતારા ની આટલી બધી ખાસિયત વિશે જાણકારી નહોતી..
ReplyDeleteખૂબ આભાર :)
DeleteWah... nimish its really a superb journey through words also..
ReplyDeleteભાઈ વાહ.. ર..રસ વર્ણન. હું ત્યાં ચોમાસાની ઋતુમાં ગયો હતો. અને એ પણ ઓફિસ કામથી. એટલે ભ્રમણ કરવાનો અવસર પ્રાપ્ત ન થયો.
ReplyDeleteલેઈક ફ્રન્ટ અને આસપાસના વિસ્તારોમાં છત્રી સાથે સાંજે કલાક ફર્યો. આહ્લાદક વાતાવરણ, જોરદાર ઝાપટાં અને ધુમ્મસના (આમ તો વાદળો જ) પટલને ચીરીને ફરવાની મજા આવી.
Wow. હવે કામને કોરાણે મૂકીને જજો. તમને ત્યાંના સ્થળો સાથે લોકલ ફૂડ પણ ભાવશે જ અને એ બહાને અમને એ વાંચવા મળશે. (બીજી વખતની મુલાકાતમાં અમેં તમે સજેસ્ટ કરેલી વાનગી જ આરોગશું)
DeleteReally a Great Place to visit...Especially after a Monsoon...We had been there in August and the Climate was simply Awesome...You can witness the Beautiful Fog over the Lake in Morning...For visitors, My Recommendation is to book the Hotel "Sav Shanti Lake Resort" if possible...The only resort beneath the Lake and book the Lake side view rooms for a pleasant stay...Their Masala Khichdi is also famous in Saputara...One more place is "GIRA WATER FALLS" which falls in the way to Saputara...A must visit place...
ReplyDeleteI agree. Gira water falls is a must visit place. Unfortunately we couldn't visit that place but positive point is now we have a reason to visit seputar again ;)
DeleteThanks for suggesting resort name this will helpful to readers. Thanks for the comment :)
વાહ ખુબજ સરસ
ReplyDeleteખૂબ આભાર :)
Deleteવાહ..આબેહૂબ વર્ણન..
ReplyDeleteખૂબ આભાર :)
DeleteThank u :)
DeleteNimish,
ReplyDeleteWhat a fantastic post! This is so full of useful information I can't wait to visit Saputara in near future. Your exuberant about this place is really refreshing..
Thanks a lot dear parag. Glad u liked it.
Deleteનિમિષભાઈ! આ વર્ષ થી જ નક્કી કર્યુ છે, 22 ડિસેમ્બર થી 1 લી જાન્યુઆરી સુધી સહકુટુંબ બદ્ધુજ છોડી ને નિકળી પડવું! આ વર્ષે મુંબઈ સૌ સાથે મળી આનંદ કર્યો, કેમકે આ વર્ષ પુરતું તો મુંબઈમાં ઘર છે!
ReplyDeleteસૌરાષ્ટ્ર, કચ્છ ,રાજસ્થાન, સાઉથ નોર્થ. ...
સાપુતારા ને પણ યાદી માં સમાવી લઉં છું! આભાર!
તમે ચોક્કસ જજો જ.. મોન્સૂન કે મોન્સૂન પછી તરતનો સમય નક્કી કરજો સાપુતારા માટે. અને હા, કચ્છનું પ્લાનિંગ પણ વિન્ટરમાં કરજો ઉનાળામાં ખૂબ ગરમી હોય છે. કચ્છ આવો એટલે કહેજો :)
Deleteઆબેહુબ વર્ણન... બે ત્રણ વખત સાપુતારા ગયા છીએ પણ તમારી નજરે એને ફરીથી જોવું ગમ્યું 😍💐
ReplyDeleteખૂબ આભાર સરલાદી :)
DeleteBidding a very goodbye to Saputara. Am travelling in a bus while writing this.
ReplyDeleteBefore going there, I read this article which helped me a lot to sightsee Saputara.
We visited Table point, Step Garden, Rose Garden, Echo point, Paragliding point and few temples.
Table point has it's own special attraction for tourists. Trekking route starts by here only.
For youngsters, Saputara is a very nice place to trek. I've made my mind to visit this place once again specially for trekking.
Saputara's romantic atmosphere attracts newly married couples to spend few days here.
Counterintuitively, There was no rush at uphill. I had expected a lot of public to wander. But it's better said that "The less is more" and it was positive for us.
Even while travelling by bus on sloppy roads, You can hardly make your eyes off your side window.
Specially in summer, People can enjoy it's cool atmosphere. But the better season to visit here, is, I would say, Monsoon.
Air density is lower there, So the temperature is.
And yes, Tea and Pauha were very nice.
Just "WOW" is sufficient to describe Saputara's beauty.
Thanks a lot Jigar.
DeleteWe are glad this blog helped u at Saputara.
Agree with all ur points and yes do visit it again only for trekking purpose. Hopefully we will visit together.
Thanks a lot