Posts

મહાબળેશ્વર – મહારાષ્ટ્ર

Image
કોરોનાએ જયારે વિશ્વનો બરાબર ભરડો લીધો છે ત્યારે જ્યાં સુધી અકસીર ઈલાજ હાથ ના આવે ત્યાં સુધી લોકડાઉન અને સામાજિક અંતર જ માત્ર વિકલ્પ છે. જયારે અમારો ટ્રાવેલ બ્લોગ લોકોને સારા પ્રવાસ માટે ઉત્સાહિત કરવાના આશયથી બનાવાયો છે પણ હાલ જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી વર્ચ્યુઅલ પ્રવાસનો આનંદ લઈએ. ગુજરાતી હોવ અને ફરવાના શોખીન પણ હોવ તો મહાબળેશ્વરનું નામ તો સાંભળ્યું જ હોય. ગુજરાતને અડકીને આવેલા મહારાષ્ટ્રમાં આવેલું આ હિલ સ્ટેશન ખુબ પ્રખ્યાત છે. સહ્યાદ્રીની ગિરિમાળાઓથી ઘેરાયેલા આ પર્યટન સ્થળને “હિલ સ્ટેશનોની રાણી” તરીકે પણ ઓળખવામાં આવે છે અને અમારો પ્રવાસ અનુભવ જોતાં આ ઉપમા વ્યાજબી લાગી. પુણેથી આશરે ૧૨૫ કિમી અને મુંબઈથી આશરે ૨૫૦ કિલોમીટરે સતારા જીલ્લાના આ હિલ સ્ટેશન પર પહોંચવા ઘણી સગવડો મળી રહે છે. સરકારી નિગમ સંચાલિત બસો અંગે બહુ ખ્યાલ છે નહીં પરંતુ ખાનગી બસો, વધારે સગવડદાયક વોલ્વો બસો તેમજ પ્રાઇવેટ ટેક્સીના વિકલ્પો પુણેથી સરળતાથી અને સારી માત્રામાં મળી રહે છે. મુલાકાતનો અનુકુળ સમયગાળો જોઈએ તો વધુ આવન - જાવન દિવાળીના કે મે-જુન દરમ્યાનના વેકેશનમાં જ હોય છે, પણ જો વેકેશનનો ...

ઓફ ધ બીટ - સહપ્રવાસીઓ..

Image
પ્રવાસ વિષે લખતા કે વાંચતા હોઈએ ત્યારે ફક્ત પ્રવાસના સ્થળો જ નહીં પરંતુ પ્રવાસ સાથે સંકળાયેલી અન્ય તમામ બાબતો જેવી કે, ફૂડ, ટ્રાન્સપોર્ટેશન, ગેસ્ટ હાઉસીસ, હોટેલ્સ, લોકલ લોકો, ગાઈડસ, ફોટોગ્રાફી વિગેરે બાબતો પ્રવાસ પર અસર કરતી હોય છે. જો કે, આપણે આ તમામ બાબતોને આપણી પોતાની ઈચ્છાના બીબામાં ઢાળવા માટે પેકેજ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, તેમ છતાં સર્વાંશે આ બધા અનુભવો ટાળી શકાતા નથી. ભારત જેવા અધધ વસ્તી ધરાવતા દેશમાં ક્યાંય પ્રવાસ કરવા નીકળો એટલે અનેક લોકોનો પરિચય કે પરચો થયા વિના રહે નહીં. તેમાંયે લાંબી મુસાફરી દરમ્યાન સહપ્રવાસીઓનો અનુભવ પ્રવાસ અને મૂડ બન્ને પર અસર કરે છે. કદાચ આવા અનુભવોથી ભય પામીને જ આપણે ટોળામાં પ્રવાસ કરવાનું પસંદ કરીએ છીએ કે જેથી “જાણીતાપણા”ના કમ્ફર્ટઝોનને આપણે છોડવો પડે નહીં. અમારા પ્રવાસો દરમ્યાનના સહ - પ્રવાસીઓને લગતા કેટલાક અનુભવો આજે શેર કરીએ. ઘણા વર્ષો પહેલા અમે ત્રણ છોકરીઓ ટ્રેનમાં વડોદરા તરફથી કચ્છ તરફ પ્રવાસ કરી રહેલ હતી ત્યારે કચ્છ નજીક આવતાં અમે બેઠાં હતા એ લગભગ આખો કોચ ખાલી થઇ ગયો, અને ઢળતી સાંજના ટાંકણે એક અસ્થિર દિમાગનો વ્યક્તિ એકલો એકલો કંઈ બ...

રણકાંધીના શહેશાહ - હાજીપીર

Image
કેટલાક સ્થળો મનોરંજનના અર્થમાં “પર્યટન સ્થળ”ની કેટેગરીમાં કદાચ ન મુકી શકાય, છતાં પણ જરૂર મુલાકાત લેવા લાયક હોય છે. આવું એક સ્થળ છે અમારા કચ્છના છેક સીમાડે આવેલ સોદ્રાણાના શહેનશાહ હાજીપીર દાદાની દરગાહ. ભારતની પશ્ચિમે ગુજરાત અને ગુજરાતની પશ્ચિમે આવેલા કચ્છના પણ છેક પશ્ચિમ સીમાડે પાટનગર ભુજથી આશરે ૧૨૦કિમીના અંતરે આવેલ આ દરગાહ લગભગ ઉજ્જડ એવા રણ વિસ્તારમાં આવેલી છે. કચ્છની ઉત્તર પૂર્વમાં આવેલ મીઠાનું રણ રણોત્સવ અને હેલ્લારો ફિલ્મ થકી પ્રચલિત બન્યું છે જયારે પશ્ચિમ તરફ આવેલ પ્રમાણમાં વેરાન પ્રદેશ પર્યટન ક્ષેત્રે વિકસિત થયેલો નથી. આ પ્રદેશની પ્રતિકુળ ભૂગોળના કારણે ખાસ વસ્તી ધરાવતા ગામો પણ જૂજ છે. તેમ છતાં હાજીપીર દાદાનો મહિમા અને પરચાને કારણે યાત્રિકો આ તરફ જતા હોય છે અને માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો પણ ઉપલબ્ધ છે. પ્રાઇવેટ વાહનોથી પણ દરગાહની મુલાકાતે જઈ શકાય પરંતુ આખરી ૩૦કિમીના રસ્તા ખાસ સારી સ્થિતિમાં રહ્યા નથી. લગભગ બધાજ ધર્મોના લોકો જેમને આદર આપે છે, પૂજે છે અને પોતાની ઈચ્છા-માનતાઓ લઈને જાય છે તેવા હાજીપીર દાદાની કથા કૈક એવી છે કે, તેઓ આ સ્થળે શહાબુદ્દીન મહમ્મદ ઘોરીની...

ઉદયપુર, રાજસ્થાન

Image
ભારતના મોટામાં મોટા રાજ્ય રાજસ્થાન એટલે કે રાજા રજવાડાઓના સ્થાનમાં તેના નામ પ્રમાણે  રજવાડી સ્થાપત્ય, કળા અને સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. મૂળ રણવિસ્તાર હોવા છતાં યોગ્ય મોસમ લઈએ તો તેની ભૂગોળનું વૈવિધ્ય પણ માણવાલાયક છે. રજવાડાઓના વિલીનીકરણ પછી મોટાભાગની મહેલાતો પ્રવાસીઓ માટે ખુલ્લી મુકીને પર્યટનના વિકાસ દ્વારા હુંડીયામણ  રળવાનો  ઉપાય આબાદ કામ કરે છે. પાછું, રજવાડી લોહીના આધિપત્યવાળું હોવાના કારણે તેનો ઈતિહાસ પણ પરાક્રમોના પાનાથી ભરેલો છે. રાજસ્થાન વિશાળ અને સૂક્ષ્મથી વિરાટ વિવિધતા ધરાવતું હોવાને કારણે એકસાથે તેને નિહાળી લેવું તેમજ એક જ બ્લોગમાં તેના વિષે સમાવી લેવું ન્યાયી બનશે નહી. તેથી, રાજસ્થાનની દક્ષીણે આવેલ રૂપકડા ઉદયપુર અને તેની આસપાસના સ્થળો વિષે આજે જાણીશું. રાજા ઉદયસિંહે વસાવેલ શહેર એટલે કે ઉદયપુર ઐતિહાસિક એવા મેવાડ રજવાડાની રાજધાની રહી ચૂકી છે. સિસોદિયા વંશના રાજા ઉદયસિંહ બીજાએ સને ૧૫૫૮માં આ શહેર વસાવ્યું, કારણકે ચિતોડગઢ તત્કાલીન મુગલ સમ્રાટ અકબરના કબજામાં આવ્યું હતું. રાજસ્થાનના પ્રમુખ શહેરોને રંગોના નામ સાથે પણ જોડવામાં આવે છે જે પ...

માંડવી - કચ્છ.

Image
અમુક ગામ કે શહેર સાથે જાણે આપણો એક અનોખો સંબંધ હોય છે, જાણે કંઇક અજીબ લેણાદેણી. આપણી સ્મૃતિઓ સંકળાયલી હોય તેવા શહેરનો વિચાર પણ મગજમાં ઝબકી જાય તો હોંઠ પર એક સ્મિત અને મગજ પર યાદોની પરત ચડતી જાય. આવું એક શહેર એટલે અમારું મોસાળનું અને દરેક કચ્છીઓને વ્હાલા એવા દરિયાઈ શહેર માંડવીની... પર્યટન ક્ષેત્રે કચ્છને અગ્રેસર રાખવામાં સફેદ રણ પછીનો જો કોઈનો નંબર હોય તો તે છે માંડવી. કચ્છ ભૌગોલિક રીતે વિશિષ્ટ પ્રદેશ છે, તેની એક તરફ રણ, બે તરફ સમુદ્ર અને અને એક તરફ કચ્છનો અખાત આવેલો છે. ભૂવિસ્તાર ડુંગરાળ પણ ખરો. સમુદ્રના તમામ કિનારાઓમાં પણ પાછું વૈવીધ્ય જોવા મળે... જેમાં સહેલાણીઓને માફક આવે તેવા રેતાળ, છીછરા અને શાંત કિનારાઓ ઉપરાંત શોખીનો માટે સવારીઓ, ખાણીપીણી વિગેરે દ્રષ્ટીએ નિહાળીએ તો માંડવીનો નંબર અવ્વલ આવે.   મહાભારતમાં ઋષિ માંડવ્યની એક વાર્તા આવે છે જેના શ્રાપને કારણે ખુદ યક્ષને પૃથ્વી પર જન્મ લેવો પડ્યો હતો, આ જ ઋષિ માંડવ્ય પરથી માંડવીનું  પડ્યું હોવાનું કહેવાય છે. ફક્ત ૪૦૦ વર્ષ પાછળ નજર કરીએ તો અહીના ખારવાઓએ એ સમયે અહીં શીપ બિલ્ડીંગ નાના પાયે ચાલુ કર્યું, પછી તો અહીં ...