ઉદયપુર, રાજસ્થાન
ભારતના મોટામાં મોટા રાજ્ય રાજસ્થાન એટલે કે રાજા રજવાડાઓના સ્થાનમાં તેના નામ પ્રમાણે રજવાડી સ્થાપત્ય, કળા અને સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. મૂળ રણવિસ્તાર હોવા છતાં યોગ્ય મોસમ લઈએ તો તેની ભૂગોળનું વૈવિધ્ય પણ માણવાલાયક છે.
રજવાડાઓના વિલીનીકરણ પછી મોટાભાગની મહેલાતો પ્રવાસીઓ માટે ખુલ્લી મુકીને પર્યટનના વિકાસ દ્વારા હુંડીયામણ રળવાનો ઉપાય આબાદ કામ કરે છે. પાછું, રજવાડી લોહીના આધિપત્યવાળું હોવાના કારણે તેનો ઈતિહાસ પણ પરાક્રમોના પાનાથી ભરેલો છે.
રાજસ્થાન વિશાળ અને સૂક્ષ્મથી વિરાટ વિવિધતા ધરાવતું હોવાને કારણે એકસાથે તેને નિહાળી લેવું તેમજ એક જ બ્લોગમાં તેના વિષે સમાવી લેવું ન્યાયી બનશે નહી. તેથી, રાજસ્થાનની દક્ષીણે આવેલ રૂપકડા ઉદયપુર અને તેની આસપાસના સ્થળો વિષે આજે જાણીશું.
રાજા ઉદયસિંહે વસાવેલ શહેર એટલે કે ઉદયપુર ઐતિહાસિક એવા મેવાડ રજવાડાની રાજધાની રહી ચૂકી છે. સિસોદિયા વંશના રાજા ઉદયસિંહ બીજાએ સને ૧૫૫૮માં આ શહેર વસાવ્યું, કારણકે ચિતોડગઢ તત્કાલીન મુગલ સમ્રાટ અકબરના કબજામાં આવ્યું હતું.
રાજસ્થાનના પ્રમુખ શહેરોને રંગોના નામ સાથે પણ જોડવામાં આવે છે જે પૈકી ઉદયપુર સફેદ શહેર કે વ્હાઈટ સીટી તરીકે પ્રખ્યાત છે. આમ સીધી નજરે જોઈએ તો શહેરની મોટાભાગની ઈમારતો સફેદ હોવાને કારણે આવું નામ અપાયું હશે તેમ લાગે પણ સજ્જ્નગઢ ઝૂની મુલાકાત વખતે ત્યાના પોલો કાર્ટ ચાલકે જણાવેલ કથા અનુસાર ઉદયપુર “બેદાગ” રહ્યું હોવાને કારણે તેને આવું નામ અપાયું છે.
કહેવાય છે કે ઉદયપુરની સ્થાપના પછી ક્યારેય તે વિધિવત રીતે ‘સરન્ડર’ થયું નથી, માટે તેના પર પરાજયનો દાગ લાગેલ નથી. અરવલ્લીની ગિરિમાળાની ટેકરીઓ વચ્ચે વસેલું અને અદ્ભુત સિંચાઈ વ્યવસ્થાના ભાગરૂપ પ્રમુખ પાંચ તેમજ અન્ય નાના મોટા તળાવો બનાવવામાં આવેલ જે હાલે ઉદયપુરનો નજરો મોહક બનાવે છે. પહાડો અને ઝીલો સાથે સુંદર મહેલાતો ધરાવતું આ શહેર ભારતના સહુથી “રોમેન્ટિક ડેસ્ટીનેશન” પૈકીનું એક માનવામાં આવે છે. ઉદયપુરના પ્રખ્યાત પર્યટક સ્થાનો વિષે ગુગલ પર બધી જ માહિતી મળી રહેશે પરંતુ પ્રવાસી તરીકેનો પ્રમાણિક અનુભવ નીચે ટૂંકમાં વર્ણવ્યો છે.
• સીટી પેલેસ
રાજસ્થાની અને મુગલ છાંટનું ફ્યુઝન ધરાવતું સીટી પેલેસનું બાંધકામ ૧૫૫૩માં શરુ કરવામાં આવ્યું અને છેક ૪૦૦ વર્ષ બાદ તેનું નિર્માણ પૂર્ણ થયું. અતિ વિશાળ એવા આ મહેલને ફક્ત એક નજરે નિહાળવો હોય તો પણ ગાઈડ રાખીને ત્રણથી ચાર કલાકનો સમય ફાળવવો પડે. અદ્ભુત અને વિભિન્ન પ્રકારની કોતરણી, ચિત્રકળા, મિરર વર્ક, ઝાડી કામ વિગેરેને કારણે દરેક ઓરડાનો એક મૂડ મેઈન્ટેઇન કરવામાં આવ્યો છે. અદ્દલ રાજસ્થાની બાંધકામના ઝરૂખાઓને કારણે મહેલ અતિ સુશોભિત લાગે છે, સાથો સાથ ખુબ હવા ઉજાસ પણ રહે છે. આ ઝરૂખાઓમાંથી એક તરફ દેખાતું પીચોલા તળાવ અને બીજી તરફ મહેલના અન્ય સ્થાપત્યો તેમજ બગીચાઓનો નઝારો ખરેખર મોહક છે.
ઝરૂખાઓ જો કે એ સમયની સંસ્કૃતિમાં સ્ત્રીઓ પર રહેલા હજારો બંધનોની બારી સમાન ગણી શકાય. મોટેભાગે તે સમયે સ્ત્રીઓને કોઈપણ જાહેર જગ્યાઓ કે મેળાવાઓમાં જવાની અનુમતી ન હતી અને આવા બંધનોને ખુબ કડકાઈથી નિભાવવાના રહેતા અને તેથી સ્ત્રીઓના મનોરંજન માટે ઝરૂખાઓથી લઈને સહેલીઓ કી બાડી જેવા ઉદ્યાન સુધીની અલગ જ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ. આ સ્થાપત્યો જરૂર અદ્ભુત રીતે સુંદર છે પણ એના મૂળમાં જે બંધનો રહેલા તેની જડતા અમાનવીય દુષણ એવા સતીપ્રથા અને બાળકીઓને દૂધપીતી કરવાના રીવાજની હદ સુધીના હતા એ વાતનું સ્મરણ કરાવે છે.
ફરી મહેલમાં પાછા ફરીએ તો, મહેલમાં રાજાશાહી ફર્નીચર અને ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ મુકેલું છે. સમગ્ર મહેલમાંથી ખુલ્લી છત વાળો એક કક્ષ કે જેમાં સુંદર મયૂરો કોતરવામાં આવેલા છે અને રંગબેરંગી આભલાથી શણગારવામાં આવેલા છે તેની સુંદરતા અમને સહુથી વધુ સ્પર્શી ગઈ. જો કે આવા મહેલોનો રખરખાવ કે રહેઠાણ માટે વાપરવું હવે મુશ્કેલ છે તેથી આ મહેલનો ઉપયોગ હવે ડેસ્ટીનેશન વેડિંગ સ્પોટ તરીકે પણ કરવામાં આવે છે.
પ્રવાસી તરીકે ખાસ વાત એ નોંધવી રહી કે મહેલ જોવાનો સમય સવારના ૯:૩૦ થી સંજના ૫:૩૦ નો છે અને ઉલ્લેખ કર્યો તેમ મહેલ ખુબ મોટો હોવાથી સવારે કે બપોરે જ પહોંચી જવું હિતાવહ છે. સીટી પેલેસની બાજુમાંજ વિન્ટેજ કાર શોખીનો માટે વિન્ટેજ કાર મ્યુઝીયમ પણ આવેલું છે.
• સજ્જન ગઢ :
પહાડીઓની વચ્ચે આવેલું હોવાને કારણે વરસાદી ઋતુમાં પહાડો પરથી આવેલું વરસાદી પાણી ભરાવાને કારણે ઉદયપુરમાં અવારનવાર પૂરની સ્થિતિ સર્જાતી જેથી તત્કાલીન રાજાએ ચોમાસાની ઋતુ પુરતો એક મહેલ ઉંચાઈ પર બંધાવેલો જે સજ્જન ગઢ પેલેસ અથવા તો મોન્સૂન પેલેસ તરીકે ઓળખાય છે.
સજ્જન ગઢ ઝૂ પરથી વ્યુ. |
અમે ગયા એ વખતે ઉપર જવાના રસ્તાનું અને મહેલનું સમારકામ ચાલુ હોતાં મહેલની મુલાકાત લઇ શકેલ નહી પરંતુ તળેટીમાં આવેલ પ્રાણી સંગ્રહાલય પણ જોઈ શકાય તેવું છે. બેટરી સંચાલિત પોલો કાર્ટથી ઝૂના પ્રાણીઓ જોવાનો આનંદ આવે.
• સહેલીઓ કી બાડી :
ફતેહસાગર લેઈકના કિનારે રાણી તેમજ લગ્ન બાદ તેની સાથે આવેલી ૪૮ દાસીઓ માટે મહારાણા સંગ્રામસિંહે આ અલાયદું બાંધકામ તૈયાર કરાવેલું. સુશોભિત બગીચાઓ અને ફુવારા ધરાવતું સહેલીઓ કી બાડી એક વિશિષ્ટ ઉદ્યાન છે જે મહારાણા સંગ્રામ સિંહે પોતે ડીઝાઇન કરી રાણીને ભેંટ આપેલ હતી. સુંદર રીતે બનાવવામાં અને સજાવવામાં આવેલું હોવાથી મુલાકાતીઓ માટે વિશિષ્ટ આકર્ષણ છે.
હવે, આધુનિક કૌશલ્ય અને ઈજનેરીનો ઉપયોગ કરીને સુંદર બાગબગીચા ઠેકઠેકાણે બનાવવામાં આવે છે પરંતુ આશરે ૩૦૦વર્ષ અગાઉ જે સંપૂર્ણતા અને દ્રષ્ટિ થકી આ ચણતર કરવામાં આવેલ તે હજુ પણ સ્પર્શે તેવું છે.
• ફતેહસાગર લેક :
પાણીના સંગ્રહની કિંમત સમજતા રાજસ્થાનના મહારાજાઓએ તેમના રજવાડામાં ઘણા કુત્રિમ તળાવોનું નિર્માણ કરેલું, ઉદયપુરમાં પણ વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકે તેવા કુત્રિમ તળાવો બનાવવામાં આવેલ જેમાંનુ એક એટલે ફતેહસાગર લેક. સંધ્યા સમયે પશ્ચિમ તરફ પહાડોની વચ્ચે સૂર્ય આથમતો હોય તેનો સોનેરી થઇ ગયેલો ઉજાસ પાણીમાં પ્રતીબીમ્બીત થતો હોય અને આવા કેસરિયા પાણીમાં ચાલતી નાવમાં તમે બેઠા હોવ, આકાશની સાથે ધરતી પણ સુંદર હોય કારણકે બે તરફ પહાડો અને બે તરફ સુંદર મહેલોની લાઈટીંગનો નજરો હોય તો કેવી મજા આવે?
પીચોલા લેક જેમ અહીં પણ બોટિંગ ઓપ્શન્સ છે જો કે અમારા અનુભવ પ્રમાણે લેક પીચોલા કરતાં અહીં બોટ રાઇડ્સ થોડી સસ્તી છે. લેકની આસપાસ ખાણીપીણીના ખુબ સ્ટોલ્સ હોવાથી સ્ટ્રીટ ફૂડના પણ ઘણા ઓપ્શન્સ અહી મળે છે.
• બાગોર કી હવેલી :
રાજસ્થાનની સંસ્કૃતિ અને તેના ફોક ડાન્સીસ વિષે રસ ધરાવનાર વ્યક્તિઓને બાગોર કી હવેલી ખાતે યોજાતો કલ્ચરલ શો જોવાનું અમે સજેસ્ટ કરીશું. એક જ જગ્યાએ આખા રાજસ્થાનના કલ્ચરના દર્શન કરાવતા પપેટ શો, છારી ડાન્સ, તેર્હા તાલ ડાન્સ વિગેરે જેવા શોઝ્ ભજવાતા હોય છે. અગાઉ વાત કરી તેમ રાજસ્થાન ભૌગોલિક રીતે પ્રતિકુળ હોવાની સાથોસાથ રૂઢિઓમાં પણ અતિ ચૂસ્ત હતું. માનવના મનમાં રહેલી ક્રિએટીવીટી પીપળાના છોડની માફક ગમે ત્યાંથી ફૂટી નીકળતી હોય છે તેનું ઉદાહરણ આ નૃત્યોમાં છે. આપણી નવાઈનો પાર ન રહે જયારે આપને જાણીએ કે દૂર સુધી માથે હેલ મુકીને પાણી ભરવા જવું પડતું હોવાના કારણે ત્યાની સ્ત્રીઓએ માથા પર બેડા ગોઠવીને નૃત્ય કરતાં શીખ્યું, ઘરમાં ઊંટ રાખવા એ જરૂરી હોવાના કારણે તેના પર લોકગીતો અને નૃત્યો બનાવ્યા, જે જાતિઓમાં ઘૂંઘટ ફરજીયાત હતો ત્યાં પૂરો ઘૂંઘટ કાઢીને થતાં નૃત્યો જેમાં વિશેષ તો ગોળ ચકરડી ફરવાનું હોય છે તે શોધ્યા. કદાચ તેનું કારણ હશે કે ઘૂંઘટના કારણે સ્ટેપ્સ ના ફાવે તો ગોળ ગોળ ફરતા અંગમરોડ તો જરૂર કરી શકાય...
વેલ, અહીં પહોંચવાનો રસ્તો ખુબ સાંકડો છે, ટ્રાફિકને કારણે ગાડી કે રીક્ષા પહોંચવામાં વધુ સમય લઇ શકે તો અહીં સમય લઈને જ નીકળવું. વિકેન્ડ જે સીઝન દરમ્યાન ખૂબ ગીર્દી થતી હોવાથી સમયસર પહોંચી જગ્યા લઇ લેવી હિતાવહ છે.
• કરણી માતા મંદિર :
• એકલિંગજી મંદિર :
ઉદયપુરથી ૨૦-૨૨ કિલોમીટર દુર, છેક આઠમી સદીમાં બનાવવામાં આવેલું આ મંદિર ઉદયપુરથી શ્રીનાથજી (નાથદ્વારા) જવાના રસ્તે આવેલું છે. અહીં કળા પથ્થરોથી બનેલું શિવલિંગ છે. મોટા પત્થરોને જોડીને બનાવવામાં આવેલું આ મંદિર ત્યારે રાજ કરતા મહારાજા દ્વારા બનાવવામાં આવેલું. દંતકથા મુજબ મેવાડ વંશના રાજાને થયેલ સ્ફૂરણા મુજબ તેમણે આ મંદિરની સ્થાપના કરેલી અને તે પછી તેમનું ઉત્તરોતર વિજય અને વિકાસ થયો, જેથી આ એકલિંગજીને મેવાડના ગાદીપતિ અને રજાઓને દિવાન ગણવામાં આવ્યા !
એક રસપ્રદ વાત, અહીં કશું ધન સ્વીકારવામાં આવતું નથી અને મંદિરના રખરખાવ તેમજ બીજો ખર્ચો મહારાજાના વંશજો દ્વારા જ કરવામાં આવે છે. એકલિંગજીને મહારાણાના ભગવાન કહેવાય છે, અહીં બીજા કોઈને પૂજા કરવાની પણ છૂટ નથી, માત્ર મહારાણાના વંશજો અથવા તેમના દ્વારા કરારબદ્ધ પૂજારીઓ જ પૂજા કરી શકે છે.
આ મંદિર આપણા બીજા મંદિરોની જેમ મોટાભાગના સમયે ખુલ્લું રહેતું નથી પરંતુ તેના ચોક્કસ સમય મુજબ દ્વાર ખુલે અને દર્શન થઇ શકે છે. તેથી, એકલિંગજી જતી પહેલા મંદિરના દ્વાર ખુલવા અને બંધ થવાનો સમય જોઇને જવું જરૂરી છે. જો કે, થોડા વહેલા પહોંચીને અહીં ઢાળ પર આવેલી વસાહતને જોવાનો પણ એક નવો અનુભવ મળી શકે છે.
• હલ્દીઘાટી – મહારાણા પ્રતાપ સ્મારક :
રાજસ્થાનની વાત કરીએ અને મહારાણા પ્રતાપને યાદ ના કરીએ તે કેમ બને? ઉદયપુરથી ૪૦કિમિ અંતરે આવેલું હલ્દીઘાટી ત્યાં ખેલાયેલા યુદ્ધ માટે અને મહારાણા પ્રતાપ અને તેના ચેતકે કરેલા પરાક્રમો માટે પ્રખ્યાત છે. મુઘલ રાજા અકબરની સેનાના ૮૦૦૦૦ સૈનિકો સામે માત્ર ૨૨૦૦૦નું સૈન્ય ધરાવતી પ્રતાપની સેનાએ હલ્દીઘાટી વિસ્તારમાં બાથ ભીડેલી. ઘાટી વિસ્તાર પસંદ કરવાનું કારણ એટલું કે ઉંચાઈ પર રહી મહારાણા પ્રતાપની સેના અકબરની સેનાને હંફાવી શકે. પીળા રંગની માટી હોવાથી આ વિસ્તાર હલ્દીઘાટી તરીકે ઓળખાય છે. મહારાણા પ્રતાપ સિવાય આખા મેવાડ રજવાડાઓએ મુઘલ સલ્તનત સ્વીકારી લીધેલી, પરંતુ પ્રતાપને શરણાગતી મંજુર નહોતી, આ ૨૨૦૦૦ના સૈન્યમાં તો ઘાટી વિસ્તારના આદિવાસીઓએ પણ પ્રતાપને સાથ આપેલો. માત્ર ચાર કલાકમાં યુદ્ધનો અંત આવેલ અને પ્રતાપની સેના મુઘલ સેનાને ખાસ્સું નુકસાન પહોંચાડ્યા બાદ હારી ગયેલ. યુદ્ધ બાદ વરસાદ પડેલો અને મેદાનની બાજુમાં રહેલ તળાવનું પાણી સૈનિકોના રક્તથી લાલ થયેલું. આ રક્તતલાઈ પણ સ્મારકની બાજુમાં આવેલ છે, વળી આ યુધ્ધમાં અકબરે જયપુરના રાજા માનસિંહને મુઘલ સલ્તનત તરફથી લડવા મોકલેલો, પ્રતાપનો વફાદાર ચેતક યુદ્ધમાં ઘાયલ થયા બાદ આશરે બે કિમી જેટલું અંતર કાપી મહારાણાને સલામત સ્થળે ખસેડી મૃત્યુ પામ્યો હતો એ જગ્યા પણ અત્યારે અહીં ચેતક સ્મારક તરીકે પ્રખ્યાત છે.
ઈતિહાસને કઈ રીતે રસપ્રદ બનાવી પીરસી શકાય એ સમજવા અહીનું મહારાણા પ્રતાપ સ્મારકની મુલાકાત લેવા જેવી ખરી. અહીં આવેલ મ્યુઝીયમમાં એ સમયે વપરાયેલા હથિયારો પણ રાખવામાં આવેલ છે. એ યુદ્ધની પેઇન્ટિંગ, ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિ પણ છે, પરંતુ સહુથી વધુ આકર્ષે છે અહીંનો લાઈટ એન્ડ સાઉન્ડ શો, હલ્દીઘાટીના યુદ્ધ જ નહી પરંતુ મહારાણા પ્રતાપની સમગ્ર જીવનીને શીરાના જેમ ગળે ઉતરાવે છે આ શો.
• નાથદ્વારા (શ્રીનાથજી)
અરવલ્લીની રેન્જમાં ઉદયપુરથી ૪૮ કિમી દુર નાથદ્વારા આવેલું છે. સતરમી સદી દરમ્યાન મુઘલ સાશક ઔરંગઝેબના આક્રમણથી બચાવવા કૃષ્ણની પ્રતિમાને વૃંદાવનથી દૂર ખસેડવામાં આવી રહી હતી ત્યારે મૂર્તિ જે ગાડાંમાં હતી તેનું ચક્ર આજના નાથદ્વારાના મંદિરની જગ્યાએ ફસાયું, અને આ જગ્યાના મહારાજા રાજસિંહે પણ ભગવાનની પ્રતિમાને ઔરંગઝેબના આક્રમણથી રક્ષણ કરવાની ખાતરી આપી. તેથી વિઠ્ઠલજી અને તેમના વંશજોએ વિચાર્યું કે ભગવાનની મરજી છે કે અહીં જ તેમનું સ્થાપન થાય તેથી ત્યાં નાથદ્વારા ખાતે શ્રીનાથજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું.
અહીં, શ્રીનાથજીની મૂર્તિના દર્શન માંડ બે મિનીટ માટે થાય છે તેટલી ભીડ હોય છે છતાં જો ભીડથી પ્રોબ્લેમ ન હોય કે કોઈ મેડીકલ રીઝન ના હોય તો આ બે મિનીટ માટે પણ મોહક મૂર્તિના દર્શન કરવાની અમે ભલામણ કરીએ છીએ.
વૈષ્ણવપંથી મંદિર હોવાથી અહીં પણ ભગવાનની સમગ્ર દિનચર્યાનો ખ્યાલ રાખવામાં આવે છે, તેથી અહીં પણ દર્શન ખુલવાનો સમય ધ્યાનમાં રાખી સમયસર પહોંચવું હિતાવહ છે. હદ બહારની ભીડ વચ્ચે એવા લોકો પણ મળે જે તમને ‘જલ્દી-સરસ’ દર્શન કરાવી આપવાની ઓફર કરતા દેખાય. નાનું મોટું શોપિંગ તેમજ કચોરી, ઠંડાઈ જેવી ખાદ્ય વસ્તુઓ માટે અહીં નાની પણ સારી બજાર આવેલી છે.
વેલ, છેલ્લે ઉદયપુરના એક પ્રવાસી તરીકેના અનુભવોની વાત કરીએ તો, બીજા ટુરિસ્ટ સ્પોટ કરતાં અહીં લોકો ઓછા ટુરિસ્ટ ફ્રેન્ડલી જણાયા. અહીં ગલીએ ગલીએ ગાઈડ પોતાની મોંઘેરી સર્વિસ આપવા રેડી હોય પણ તેને ‘સર્વિસ’ કહેવી કે નહિ એ એક પ્રશ્ન છે. રસ્તામાં ગમે ત્યારે ગાડીમાં ચડી આપણે સર્વિસ ઓફર કરે અને અણીના સમયે જો તેની જરૂર પડે ત્યારે ગાડીમાંથી ઉતરી અચાનક ગાયબ થયેલો જણાય. અહીના ઘણા રસ્તાઓ વન-વે છે પરંતુ તેમાં યોગ્ય સાઈન જણાતી નહોતી, મોટા વાહનો માટે અમુક રસ્તાઓ દિવસે બંધ હોય તો તેની પણ ક્યાંય દેખાય તેવી સાઈન ના હોય, સીધું ચલાન જ ફાટે. શ્રીનાથજી મંદિરમાં અને તેની બહાર સાંકડી બજારમાં અકલ્પનીય ભીડ હોય છે, જેથી દર્શનાર્થીઓને થોડી તકલીફ પડે છે. બીજા અમુક પ્રસિદ્ધ મંદિરોની જેમ દર્શનની વ્યવસ્થા સુધારે તો લોકોને થોડી ઓછી હાડમારી સાથે સરસ દર્શન થાય. મહારાણા પ્રતાપ મ્યુઝીયમમાં પણ સમય દરમ્યાન જ પહોંચવા છતાં દ્વાર બંધ કરી દેવામાં આવેલ. આપણું વાહન હોવા છતાં ચલાનની બીકે લોકલ વાહન હાયર કરો તો ચાલક સાથે લઇ જવાથી મૂકી જવા સુધીની તેમજ જોવાના સ્થળોની ચોક્કસાઈ જરૂર કરાવશો, બાગોર કી હવેલીથી થોડે દૂર ઉતારીને જતા રહેલા રીક્ષા ચાલકને અમને શો પત્યા પછી પાછા ફરવામાં ખાસ્સી અગવડ પડેલી, ટુરીઝમ એક વ્યવસાય જરૂર છે પણ યાત્રીઓને ફક્ત ગ્રાહક તરીકે ના જોતાં માનવીય અભિગમ રાખવામાં આવે એવી સ્થાનિક વહીવટ તથા સર્વિસ પ્રોવાઈડર્સને અમારી અહીંથી અપીલ છે. પરંતુ આ બધા નાના પોઈન્ટ્સને નજર અંદાઝ કરતા કે માઈન્ડમાં રાખીને રોમેન્ટિક સીટી ઉદયપુરની મુલાકાત લેવા જેવી ખરી જ.
Nicely covered the city...It's indeed a peaceful place to relax...visited last year...
ReplyDeleteThanks a lot :)
DeleteHistoric place. Nicely described.
ReplyDeleteThanks a lot Pulin
DeleteMinutely covered ..... Awesome....
ReplyDeleteWA Jordar.. Bhu mast... Mja aavi vanchvani....
ReplyDeleteThank u very much :)
DeleteCovered everything about city,nicely scripted....felt like again I visited the place....
ReplyDeleteThanks a lot :)
DeleteMstttt..... memorable experience....nice trip....njyd....
ReplyDeleteThanks himal, yes it was a great experience..
DeleteWah khub sari rite varnan karyu chhe hve to chokkas Rajasthan javu j pdse
ReplyDeleteYes chokkas jajo. After monsoon is the best season. Thanks a lot..
DeleteOne of my fevret place is this veero ki bhumi🙏
ReplyDeleteAbsolutely.. thanks a lot.
DeleteFelt as if I visited Udaipur again. Nicely covered all places with tips.
ReplyDeleteCongratulations.
Felt as if I visited Udaipur again. Nicely covered all places with tips.
ReplyDeleteCongratulations.