Posts

શ્રદ્ધાના રસ્તે (way to faith)

Image
  શ્રદ્ધાના રસ્તે         જે રસ્તે આ બ્લોગ આદર્યો છે, એ શ્રદ્ધા ન દેખાય કે ન સંભળાય, ન તો એની કોઈ ખુશ્બૂ છે કે ન કોઈ સ્પર્શ. એ કોઈ વાયરસ નથી કે શક્તિશાળી માઈક્રોસ્કોપમાં દેખાઈ જાય અને નથી એ કોઈ સુદૂરનો જાયન્ટ સ્ટાર કે જે ટેલિસ્કોપમાં ભળાય, કોઈ તર્ક એને બાંધી નથી શકતો કે કોઈ સમીકરણો એને ઉકેલી નથી શકતા. તો પછી એવું કહી શકાય કે એ કુદરતના નિયમોથી વિપરીત ચાલે છે? ના! વિપરીત ચાલે એ તો વિકૃતિ હોય. વિકૃતિ તો કળે, દુખે, પજવે અને પીડે! જયારે શ્રદ્ધા તો લગીરે પરેશાન નથી કરતી, માટે તે વિકૃતિ તો નથી.        ધારોકે એ પ્રકૃતિ હોય તો એ પ્રકૃતિના નિયમોથી ચાલવી જોઈએ ને? એક વાત કહો. માણસનું મન ગુરુત્વાકર્ષણને અનુસરીને જમીન પર રહે છે? તેનામાં માર્કેટ પ્રમાણે તેજી/મંદી આવે છે? નહીં ને? તેની તો પોતાની અલગ જ ચાલ છે. એ ચાલને આપણે સમીકરણમાં બાંધી નથી શક્યા તેનો અર્થ એવો ન કાઢી શકાય કે શ્રદ્ધા એ પ્રકૃતિથી વિમુખ કે વિપરીત છે. ન્યુટન નહોતા અવતર્યા ત્યાં સુધી ગુરુત્વાકર્ષણ જ નહોતું? હતું જ વળી, બસ એને સમજી નહોતું શકાયું. એ જ રીતે શ્રદ્ધાનું અસ્તિત્વ પડકારી શકાય તેમ નથી, એ તો રોજ બરોજમાં વણાયેલી છે, આપણે એનો ફર

પીડા તો ભાઈ ભોગવે છૂટકો.... an old diary entry.

Image
  Pain demands to be felt….. આ ટોપિક થોડો ડાર્ક છે ... કાળી અમાસની રાત જેવો . અંધારું કોને ગમે ? આપણે તરત રોશની કરવા દોડીએ . અને થોડી વાર માટે અચાનક લાઈટ જાય તો કેવી હાલત થાય ? બસ મૂંઝાઈ જઈએ . એવું જ છે પીડાનું પણ . પીડા કોઈને ગમે નહિ . પણ જેમ દિવસ પછી રાત નક્કી જ છે એમ સમયાંતરે પીડા પણ નક્કી જ છે , આ આર્ટીકલ નું હેડીંગ બાંધ્યું એ પુસ્તક ... “ ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ ” પણ પીડાદાયક પુસ્તક છે ... પણ એટલું સુંદર અને ઓરોજીનલ છે કે એ પીડા વારંવાર ભોગવવી ગમે . આ વાક્યનો અર્થ હું જેટલી વાર વિચારું એટલી વાર વધુ ગહન લાગે છે . આપણે શરદીથી સ્વાઈન ફ્લુ સુધી કે કબજીયાતથી કેન્સર સુધી એક વખત વિચારી જોઈએ .... બધું જ પીડાદાયક તો છે જ , અરે, દાઢનો દુખાવો હોય તોય કેવા ગાંગા કરી નાખે આપણે . તે દિવસે કામ ન સૂઝે આપણે . આપણી ડાર્લિંગ પત્ની પર પણ ગુસ્સો આવે અને વ્હાલી મમ્મી પર પણ . દૂધ વાળો આવે અને દૂધ લેવા એકદમ દોડો અને પગનો અંગુઠો દરવાજાના સ્ટોપરમાં ભટકાઈ જાય તો કેવું થાય ? દુધવાળાની માતા અને બહેનોનું આવી બન્યું ... લોલ ! અને જલ્દી જલ્દી બટેટા પૌંઆ વઘારવામાં હાથ કડાઈને અડી જાય ત્યારે પિયરમાં બેઠેલી મા
  યોગા સે હી હોગા યોગનો ઉદભવ:- આજ કાલ પ્રચલિત બનેલા આ શબ્દના મૂળિયાં ખોદવામાં આવે તો તે ૫૦૦૦ વર્ષ જેટલાં પ્રાચીન જણાઈ આવે છે! માનવ ઇતિહાસના સૌ પ્રથમ ગ્રંથ ઋગ્વેદમાં તેનો ઉલ્લેખ મળી આવેલ છે. યોગનો ઉપયોગ પ્રાચીન ભારતમાં કરવામાં આવતો હતો પરંતુ તેને ચોક્કસ સ્વરૂપ આપવાનું અને તેનું દસ્તાવેજીકરણ કરવાનો શ્રેય મહર્ષિ પતંજલિને જાય છે. યોગની શોધ થવાના મૂળ કારણો એવા જણાય છે કે શરીરને વિવિધ વ્યાધિઓથી મુક્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હશે અને સાથે તે સમયે ભારતમાં અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી વિલક્ષણ ખોજ માટે જવાબદાર એવું ધ્યાન અને એકાગ્રતા હાસલ કરવા માટે યોગનું કૌશલ્ય વિકસાવવામાં આવ્યું હશે. શા માટે લાંબા સમય સુધી યોગ ભુલાયો ? ખુબ લાંબા સમય પહેલા અસ્તિત્વમાં આવી ગયેલ આ એક ક્રાંતિકારી કૌશલ્ય લાંબા સમય સુધી અવગણ્ય બની ગયેલું. તેનું કારણ એવું હોઈ શકે કે એક સમયે જે ધ્યાન, શોધ ખોળ, આત્મ સાક્ષાત્કાર તરફનો જે ઝુકાવ હતો તે ક્રમશઃ વિસરાતો ગયો હશે. લોકો ભૌતિક જીવન તરફ દોરવાતા ગયા, જે દરમિયાન દેશ પર આશરે ૮૦૦-૯૦૦ વર્ષ સુધી વિવિધ બારાતુ આક્રમકો અને શાસકો આવતા રહ્યા, જેઓ દેશની સંસ્કૃતિની ઘણી બાબતોન

'વ' વાર્તાનો 'વ'

                                      ક્યારેક કહાનીઓ પર હાથ અજમાવી જોઉં ખરી. ટૂંકી વાર્તા અહીં શેર કરું છું, આશા રાખું કે તમને પસંદ પડશે. પ્રતિભાવો કોમેન્ટ સેક્શનમાં આવકાર્ય.                                                                                 તાજ હાજીપીરના મેળામાં આંખો મળી , નીચી જાત છતાં યાકુબે હિંમત કરી .... “ મારી બેગમ બનશે તું , ઝોહરા ?” ઝોહરા હસી .. “ ઘરવા l ળા કભી નહિ માનશે ” “ ભાગેગી ?” યાકુબની આંખમાં લોહી ધસી આવ્યું . ** ******************************************************************************* ****************** બેગમ મુમતાઝના મનનો દાવાનળ કેમે ’ ય શમતો નહોતો , મુઘલ હેરમમાં છડી પોકારાઈ .... “ શહેનશાહ મિર્ઝા શાહબુદ્દીનબૈગ શાહજહાં પધાર રહે હૈ ” “ બેગમ નારાઝ હો ?” શહેનશાહ પામી ગયા . “ મુમતાઝ મહેલોકી નહી , મુહબ્બ્તકી પ્યાસી હૈ .... શહેનશાહકો બેગમોકી કમી કહાં ? મુમતાઝ મર ભી ગયી તો ક્યા ?” અને શેહનશાહની આંખમાં તાજની સંકલ્પના ચમકી .... **************************************************************************** ******* ***************** “ તાજ દીખએગા મ

લાઈફ લાઈન - જય વસાવડા

Image
  આપણે આયખું જેમના સંગાથે પસાર કરીએ , એ લોકો આપણા જીવનનો હિસ્સો બની જતા હોય છે. આપણા માતા-પિતા, ભાઈ-બહેનો, મિત્રો-પડોશીઓ કે સહકાર્યકરો ઉપરાંત આપણે આપણા સમયના પ્રભાવકો સાથે પણ ઉછરતા હોઈએ છીએ. આપણે કોઈ ક્ષેત્રનું આકર્ષણ હોય જેમ કે, કોઈને શેર - માર્કેટનું હોય તો કોઈને એડવેન્ચરનું, કોઈને ફેશનનું તો કોઈને ચિત્ર કે હસ્તકળાનું, કોઈને પુસ્તકોમાં ડૂબકી મારવી ગમે તો કોઈને સુરો પ્રત્યે પ્રેમ હોય, કોઈને ક્રિકેટ પ્રત્યે લગાવ હોય તો કોઈને ફિલ્મોનો ફિતૂર હોય. મારા માનસપટ પર બાળપણમાં ચિત્રકથાઓ પલાઠી મારીને બેસી ગયેલી. પંચતંત્ર, રામાયણ-મહાભારતની કથાઓ, અરેબીયન નાઈટ્સ, અલીબાબા ચાલીસ ચોર અને સિંદબાદ જહાજી, સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોની કથાઓ અને અલ્લાદીનનો જાદુઈ ચિરાગ... કેટલીક કથાઓ આજે પણ તાદ્રશ છે જયારે કેટલીક વિસારે પાડી દીધી છે.   સમય અને પ્રાયોરીટી બદલાતા રહ્યા, વાંચન ઓછું વધતું થતું રહ્યું, રસના પુસ્તકો ઉમરની સાથે બદલાયા પણ એ શોખ જિંદગીના રોડની સમાંતર ચાલતી ફૂટપાથ જેમ સાથે રહ્યો. ઘણી વખત તેની ઉપર ચડીને નોલેજ અને વિઝડમ ધરાવતું સાહિત્ય વાંચીને ચાલી લીધું તો ક્યારેક કોઈક નાનકડી કોમિક કે હાસ્યકથ