હેરીટેજ વોક - અમદાવાદ.
આ બ્લોગની શરૂઆત કિશોર કુમારને યાદ કરીને કરીએ. તેમના વાયા યાદ તો આપણે અમદાવાદને જ કરવાના છીએ. છેક ૧૯૭૭માં ફિલ્મ મા-બાપ માટે કિશોર કુમારે ગીત ગાયેલું.
હું અમદાવાદનો રીક્ષા વાળો.
નવસો નવ્વાણું નમ્બર વાળો,
અમદાવાદ બતાવું ચાલો..
આજે અમે એ રિક્ષાવાળા બનીએ અને તમે બનો પેસેન્જર. આ બ્લોગ વાંચવાની પાંચ દસ મીનીટની ફાળવણી એ તમારે ચુકવવા થતું ભાડું.
સંસ્કૃતિના વિકાસ સાથે ગામડામાંથી શહેરો અને શહેરોમાંથી મેટ્રોઝનું નિર્માણ થતું રહ્યું. જેમ શહેરનો વિસ્તાર મોટો થયો તેમ પરંપરા અને રૂઢીઓની પકડ ઢીલી થતી ગઈ અને મુક્તિનો અનુભવ સરળ થતો રહ્યો. કોઈએ કહ્યું છે તેમ "જે એક વખત મુક્તિનો સ્વાદ ચાખી લે છે તેના દિમાગમાંથી ક્યારેય પણ મુક્તિ ખસતી નથી." એટલા માટે શહેરો તરફનું આકર્ષણ હરહંમેશ રહ્યું છે અને રહેવાનું છે. આવું આપણું પોતીકું મેટ્રો એટલે અમદાવાદ. અહેમદાબાદમાંથી અપભ્રંશ થયેલું આ શહેર મનોરંજન, શિક્ષણ, મેડીકલ જેવા ક્ષેત્રોમાં અદ્ભુત પ્રગતિને કારણે લગભગ દરેક ગુજરાતી માટે "મસ્ટ વિઝીટ" બની ગયું છે. જો કે, આ બ્લોગમાં આપણે ફક્ત પ્રવાસીઓને અનુરૂપ શહેરની વાત કરીશું. કોઇપણ મેટ્રોની ઓળખ બની જતાં શોપિંગ મોલ્ઝ, મલ્ટી પ્લેક્સીઝ, ગેમ ઝોન્સ જેવા સ્થળોની આજે વાત કરીશું નહીં, પરંતુ અમદાવાદ શહેરના વિકાસના શરૂઆતના તબક્કામાં તેમાં કેટલાંક વિશિષ્ટ સ્થાપત્યો અને વિશિષ્ટ રીતે વિકસેલું જનજીવનને લગતી વાત કરીશું.

બ્લોગનું નામ જેમ કહે છે તે મુજબ જ આપણે અમદાવાદનું હેરીટેજ(ધરોહર) માણીશું. અમદાવાદના ઈતિહાસ વિષે અહીં વાત નહીં કરીએ. હેરીટેજ કહી શકાય તેવા ઘણા સ્થળો અમદાવાળ પુરાણું શહેર હોવાને કારણે ધરાવે છે. તે પૈકીના કેટલાક સ્થળો અલકમલકની સંકળાયેલી માહિતી સાથે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા ચલાવતો (હેરીટેજ વોક) આવરી લે છે. જો કે, આટલાથી આખા અમદાવાદનું દર્શન થયું તેમ કહી ના શકાય પણ અસ્સલ અમદાવાદને નજીકથી સ્પર્શ થયાનો અનુભવ જરૂર થાય.
હેરિટેજ વોક વિશે :
હેરિટેજ વોક એ ૧૯૯૭ના વર્લ્ડ હેરિટેજ વિક દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને CRUTA ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ હેરિટેજ વોક રોજ સવારે 8 વાગ્યે શરૂ થાય છે જેમાં લગભગ બે થી અઢી કલાક લાગે છે. જો સવારે અનુકુળ ના હોય તો હેરિટેજ વોક રાત્રે ૯ થી ૧૦.૩૦ પણ થાય છે.
હા, બન્ને દિવસના જુદા જુદા સમયે થતી હેરિટેજ વોક છે છતાં બન્નેમાં અમુક સ્થળો જુદા છે. સવારની વોક સ્વામિનારાયણ મંદિરે ચાલુ થઈ જુમ્મા મસ્જિદ પર પુરી થાય છે (અને તેથી જ આ હેરિટેજ વોકને મંદિરથી મસ્જિદ સુધી.. કહે છે) અને રાત્રીની વોક સિદી સૈયદની જાળીથી શરૂ થઈ માણેક ચોક પર સમાપ્ત થાય છે.
ત્યાં તુરંત પહોંચીને જ ટીકીટ લઇ શકાય છે અથવા ઓનલાઈન તેમજ 'બુક માય શો' પરથી પણ એડવાન્સ ટીકીટ લઈ શકાય છે. મંદિર અને મસ્જિદમાં જવાનું હોવાથી ઘૂંટણ નીચે સુધીનું પેન્ટ તેમજ ખભા ઢંકાય તેવા કપડાં પહેરવા જરૂરી છે. આટલી માહિતી પછી ચાલો હવે અમદાવાદની પોળમાં...
સવારે ૭.૪૫ વાગ્યે પહોંચતા જ સ્વામિનારાયણ મંદિરના ઘંટારવે અમારું સ્વાગત કર્યું. કાલુપુરનું મંદિર આટલું પ્રસિદ્ધ છે છતાં અમારી અહીંની પહેલીવાર મુલાકાત હતી. એક એક નક્કાશી, કલરકામ જોઈને મંત્રમુગ્ધ થઈ જવાયું. આ મંદિર ખુદ ભગવાન સ્વામિનારાયણની દેખરેખમાં બનેલું પહેલું મંદિર છે(તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન છ મંદિર બનાવેલા) અને તેથી જ અહીં તમને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જોવા નહીં મળે. વિશાળ પ્રાંગણ, આસપાસના પ્રીમૈઈસીસમાં એક સદીથી પણ જૂની ઈમારત કલાનો આગવો સ્પર્શ અને સવારની પહોરમાં કીડીયારું પૂરતાં અને દાણા નાખતા લોકોને કારણે ક્બુતરાથી જીવંત લાગતું પ્રાંગણ એ સારી શરુઆત માટેની અનુરૂપ જગ્યા કહી શકાય. ૮વાગ્યે આરતી શરૂ થતાં જ અમારા હેરિટેજ વોકનો પણ પ્રારંભ થયો.
આ વોકમાં કુલ મળીને ૨૦ સ્થળો હોવાથી બધા સ્થળો વિશે નહીં લખીએ પણ ત્યાંના અનુભવો અને ત્યાં જઈએ તો શું અચૂક જોવું એ જરૂર લખીશું. અને સ્થળનો ઇતિહાસ પણ અહીં લખવા કરતાં AMC એ બહુ જાહેમતથી બનાવેલા બોર્ડના ફોટા અહીં મુકીશું એ જરૂરથી વાંચશો.
તો મંદિર બાદ તુરંત જ પહેલું જ સ્થળ આવે છે કવિ દલપતરામ ચોક. ગુજરાતી સાહિત્યના અભ્યાસુ ના હોય તેવાઓએ પણ "ઊંટ કહે આ સમામાં" કવિતા જરૂર માણી હશે. આવા રમૂજ સાથે ડહાપણના લાડીલા કવિ રહેતાં હતાં. અહીં, કવિ દલપતરામનું સ્ટેચ્યુ ખૂબ રસપ્રદ છે. કવિ દલપતરામને સહુ દાદા તરીકે પણ વ્હાલ વરસાવતાં તેથી તેનું એવું સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે કે જેમ બાળકો દાદાના ખોળામાં બેસે તેમજ એમના ખોળાનો પણ આનંદ લઈ શકે. દલપતરામ ચોક મોટી જગ્યા છે અને પશ્ચાદભૂમાં તેઓ રહેતા તેવા ઘરનું મોડેલ પણ બનાવેલ છે.

ત્યારબાદ અમદાવાદ હેરિટેજના લગભગ બધાય ચિત્રોમાં જોયું હશે એ ચબૂતરાના પ્રત્યક્ષ દર્શન થયા. આજે પણ તે ચબૂતરામાં નિયમિત દાણા આપવામાં આવે છે. લગભગ દરેક પોળમાં રહેલા ચબૂતરા તે વખતના લોકોની જીવદયા દર્શાવે છે. અરે, એક પોળની દિવાલમાં તો ખાસ પોપટ માટે કાણાં બનાવવામાં આવેલા છે અને તેમાં આજે પણ પોપટ રહે છે. ખાસ પોપટ ગોખ નામ આપવામાં આવેલું છે. ચબૂતરા અને પક્ષીઓને દાણા નાખવા એ પોળ સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો હોવાનું દર્શાવે છે.
હેરીટેજ વોક એક પછી એક પોળોમાંથી પસાર થતી જાય છે. દરેક પોળની કૈક વિશિષ્ટતા છે. સામાન્ય બાબત એ છે કે એકબીજાને અડકીને આવેલા કોમન વોલ ધરાવતા મકાનો, અત્યંત સાંકડી ગલીઓ, દરેક પોળ માટે એક કુવો, એક ધર્મસ્થાન અને એક ચબૂતરો આ છે એક પોળનું સામાન્ય ચિત્ર. ત્યારબાદ અમે ખારાકૂવાની પોળમાં પ્રવેશ્યા જ્યાં અમે એવી મૂર્તિના દર્શન કર્યા જેમાં ભગવાન રામ બેઠેલા છે. વળી અહીં કાળા પત્થરમાંથી બનેલી મૂર્તિ છે તેથી તેને કાળા રામનું મંદિર પણ કહે છે. આ મંદિરનું માહાત્મ્ય એટલે પણ છે કે આ મૂર્તિ સ્વયંભૂ છે. આ મૂર્તિ ખુબ પ્રાચીન હોવાની શક્યતા એટલા માટે છે કારણકે અહીં રામ, લક્ષ્મણ, સીતા સાથે હનુમાનજીની મૂર્તિ નથી. આધુનિક સમયમાં આ પ્રકારની મૂર્તિ બનતી નથી. અહીં ખારાકૂવાની પોળમાં કાચનું જૈન દેરાસર પણ છે.
દરેક પોળમાં કશુંક અલગ નવીન જોવા મળે છે, એક પોળમાં તો એવી વેરાયટી જોઈ કે મકાનોમાં ક્યાંક યુરોપિયન સ્ટાઈલની કોતરણી, તો કેટલાક સ્તંભોમાં સ્પેનની છણાવટ, કોઈક ઘરના દરવાજા પર પાઘડીધારી મરાઠી પુરુષની પ્રતિમા તો કોઈક બ્રેકેટ પર વાઇનના પ્રતીક દ્રાક્ષના ગુચ્છા.
દરેક પોળમાં સલામતી માટે ગેટ, દરવાનો માટેની વ્યવસ્થા, ગેટની આધુનિક છતાં સુરક્ષિત બનાવટ અરે ગટર લાઇન મેનેજમેન્ટ માટે પણ ત્યારના ટાઉન પ્લાનરો માટે આફરીન પોકારી જવાય તેવી વ્યવસ્થા. જેમકે અહીં નીચે જે ફોટો દેખાય છે તે પોળમાંથી નીકળતી ગટરની સબ બ્રાન્ચ કઈ દિશામાં મેઈન બ્રાન્ચને મળશે તે બતાવે છે. તીર ફિક્સ છે, ચલિત નથી.
ફરતાં ફરતાં ધ્યાનમાં આવ્યું કે પોળોના મોટાભાગના મકાનો ખાલી સ્થિતિમાં છે તે અંગે અમારા સુજ્ઞ ગાઈડ શિવમને પુછતા તેણે કહ્યું કે વસ્તી વધતાંની સાથે અને આસપાસ વ્યવસાયિક વિકાસ થતાં ટ્રાફિકનું પ્રમાણ વધવા લાગ્યું અને ગીચ મકાનો તથા સાંકડી ગલીઓ અગવડભરી બનવા લાગી માટે માણસો ધીરે ધીરે સ્થળાંતર કરવા લાગ્યા. પણ આ વિશિષ્ટ પ્રકારની વસાહતને સાચવવા સરકારે પગલાં લીધાં છે. પોળમાં જો કોઈનું મકાન હોય અને તે ઉપયોગમાં ના હોય તો તે કોર્પોરેશનને દઈ શકે છે, તેઓ પોતે જ સમારકામ કરાવી હેરીટેજમાં તેને દાખલ કરે છે. અહીંની ડોડીયા હવેલી જેવા કેટલાય મકાનો અત્યારે હેરિટેજ હોટેલની જેમ વાપરવામાં આવે છે અને કેટલાય વિદેશી પર્યટકો અહીં જ રહેવાનું પસંદ કરે છે.
આગળ આવતું અષ્ટપદજી દેરાસર પણ ખૂબ સરસ સ્થાપત્યનો નમૂનો છે. અહીંનું નક્કાશિકામ, આરસનું કામ મન મોહી લે તેવું છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેની વ્યવસ્થા અહીં અદભુત છે. આ કુદરતી રીતે એકઠું થયેલું પાણી માત્ર ભગવાન માટે જ વપરાય છે.
અન્ય એક નોંધપાત્ર સ્થાપત્ય એવી હરકુંવર શેઠાણીની હવેલી મોટું બાંધકામ છે. તેમાં બનેલું લાકડાનું એક બ્રોકેટ અમદાવાદમાં આવેલું મોટામાં મોટું બ્રેકેટ છે તેમ કહેવાય છે જેમાં હાથી, માછલી ઇત્યાદિ જોઈ શકાય છે.
થોડે આગળ જ અમદાવાદ જેમના નામ પરથી ઓળખાય છે તે સુલતાન અહમદશાહ બાદશાહની દરગાહ શરીફ આવેલી છે. વર્ષો પહેલાં સામાન્ય મુસ્લિમ પ્રજાજનને મૃત્યુ બાદ જ્યાં દફન કરવામાં આવે તે જગ્યાને કબ્રસ્તાન, કોઈ સંતને દફન કરવામાં આવે તેને દરગાહ અને કોઈ રાજા કે રાણીને દફન કરવામાં આવે તે જગ્યાએ ચણવામાં આવતું બાંધકામ હજીરો કહેવાતું. અમદાવાદમાં માણેકચોકની નજીક આવેલી આ જગ્યાએ રાજાનો તેમજ રાણીનો હજીરો આવેલો છે. એક સુંદર વાત એ યાદ આવી કે રાણીની ઈચ્છા એવી હતી કે તેની કબર ખુલ્લા આકાશ નીચે હોય તેથી રાણીના હજીરને છત કરવામાં આવેલ નહી ! જો કે, આ જગ્યાના માત્ર અવશેષો જ રહ્યા છે બાકી ત્યાં બજાર ચાલતી હોઈ તેની મુલાકાતે જઈ શકાયું નહી, પણ રાજાના હજીરાની મુલાકાત રસપ્રદ રહી.
હજી થોડે આગળ વધીએ એટલે પ્રખ્યાત અને આપણી વોકનું છેલ્લું સ્થાન જુમ્મા મસ્જિદે પહોંચીએ. જુમ્મા મસ્જિદની વિશાળતા, ચોખ્ખાઈ અને શાંતિથી આકર્ષિત થયા વિના ના રહી શકાય. જુમ્મા મસ્જિદના બાંધકામમાં પણ હિન્દૂ, જૈન અને મુસ્લિમ સંસ્કૃતિનું અદભુત મિશ્રણ કર્યું છે. ઘણાબધા સ્તંભો પર ઉભેલી આ વિશાળ મસ્જીદની ખૂબી એ પણ છે કે તેમાં રાણીઓ માટે ઝરૂખા કરવા આવેલા, હકીકતે જે તે સમયે આ ધાર્મિક સ્થળ પર સ્ત્રીઓ જતી નહી પરંતુ અહેમદ શાહ ખુલ્લા મનના બાદશાહ હશે અને મસ્જીદ બનાવનારા કસબીઓ મોટેભાગે હિંદુ હતાં તેથી રાજસ્થાની રાજપૂત મહેલોના ઝરૂખા બાંધણીથી પ્રેરિત થઈને આ પ્રકારના ઝરૂખા બાંધવામાં આવેલાનું માનવામાં આવે છે.
અહીં અમે ગાઈડ શિવમ અને નાનકડા સહપ્રવાસી ગ્રુપને વિદાય આપી ત્રણ દરવાજા થઈ ભદ્ર કાળીના દર્શન કરી ખૂબ પ્રખ્યાત સિદી સૈયદની જાળી જોવા ગયા. આ અદભુત કારીગરી કરનાર સિદી સૈયદની કબરને પગે લાગી બહાર નીકળ્યા એટલે મગજ જ્ઞાનથી સંતુષ્ટ થઈ ગયું હતું પણ સવારથી ભૂખ્યું પેટ હવે કશું નહીં મળે તો આંદોલનમાં ઉતરવાની ધમકી આપી રહ્યું હતું.
હવે સવાર જો આટલી મસ્ત હેરિટેજ વોકથી કરી હોય તો નાસ્તો પણ એવી જ કોઈ સરસ જગ્યાએ થઈ જાય તો તો શું કહેવું? અને અમારા સદનસીબે અમને તેવી જ જગ્યા મળી. ન્યુ લકી રેસ્ટોરન્ટ જે સિદી સૈયદની એકદમ બાજુમાં આવેલી છે. અને આ હોટેલની ખાસિયત છે 'ડાઈન વિથ ડેડ..' યસ અહીં સાચી કબરોની આસપાસ ટેબલ ગોઠવવામાં આવ્યા છે એટલું જ નહીં આ કબરો પર નિયમિત લોકો ફૂલ ચડાવવા પણ આવે છે. અરે રેસ્ટોરન્ટમાંથી એક વૃક્ષ પણ પસાર થાય છે. અને હા, એવું જરાય નહિ કે હોટેલ ફેમસ છે એટલે નાસ્તામાં ગમે તેવું પીરસે. અહીંના મસ્કાબન, ઢોસા ખૂબ વખણાય છે. નાસ્તો ખૂબ સરસ હોય છે અહીં. તો સ્વામિનારાયણ ભગવાનની પૂજાથી ચાલુ કરી પેટ પૂજા સુધીની અમારી હેરિટેજ વોક અવિસ્મરણીય રહી.
છેલ્લે, અમદાવાદનું જૂનું સ્ટોક એક્સચેન્જ બિલ્ડીંગ ક્યાં આવેલું છે? તેમાં કયા કયા ફિલ્મોના શૂટિંગ થયેલા છે? તેની સામે આવેલી પોળ શા માટે મુહૂર્ત પોળ તરીકે ઓળખાય છે? માણેકચોકનું નામ માણેક ચોક શા માટે છે? શા માટે માણેક ચોક ૨૪ કલાક ચાલુ રહેતું સ્થળ કહેવાય છે? અમદાવાદમાં સાબરમતીની બ્રાન્ચ એક માણેક નદી પણ હતી હવે એ કેમ નથી? ગાંધી બ્રિજને ફર્નાન્ડિઝ બ્રિજ શા માટે કહે છે ? રિલીફ રોડનું નામ શા માટે રિલીફ રોડ પડ્યું? આ બધા પ્રશ્નોના જવાબ તમને આ હેરિટેજ વોક આપશે. જો અમે અહીં એ પણ લખી નાખીશું તો તમારી મજા અડધી થઈ જશે એ અમે નથી ઇચ્છતા.

તો જરૂર જશો મંદિરથી મસ્જિદ સુધીની વોક કરવા..
Mstttt
ReplyDeleteThank you :)
DeleteThank u 😊💐
ReplyDeleteવાહ, બહુ મજા આવી
ReplyDeleteખૂબ આભાર ડિયર..
DeleteSharply observed..nd crisply written...woooww...
ReplyDeleteThank u very much
DeleteNice Article...
ReplyDeleteવાહ.....ખુબ મજા આવી ...તારક મેહતા અને વિનોદ ભટ્ટ પછી ઘણા વખતે પોળ કલ્ચર પર રસપ્રદ લેખ...waiting for more..
ReplyDeleteખૂબ આભાર રુચિરભાઈ
Deleteતમારા શબ્દો થકી મારું અમદાવાદ ફરવાની મજા પડી
ReplyDeleteખૂબ આભાર નિયતીબેન..
DeleteAa bdhi j khub andarni jini mahiti mdi...wah wah...superb saheb...
ReplyDeleteExcellent
ReplyDeleteThat unknown is Hemal Vaishnav 😊
DeleteFor More Details of Morning & Night Heritage Walk..
ReplyDeleteContact On :- +919825091049, +919825125920
Email :- amdavadheritagetours@gmail.com
ખૂબ જ સરસ માહિતિ પુરી પાડી...
ReplyDeleteઆવુ જ લખતા રહો તેવી શુભેચ્છાઓ....