શ્રધ્ધાના રસ્તે - 2
“ બદતમીઝ દિલ....” “યે જવાની હૈ દિવાની” મારી ખાસ ગમતી ફિલ્મોમાંની એક એવી આ મુવી સાથે એક સ્પેશીયલ મેમરી સંકળાયલી છે. મારો દીકરો નાનો હતો ત્યારે ટીવી પર ‘ પોગો ’ ચેનલ અને ‘ પોગો ’ પર ‘ છોટા ભીમ ’ જોતો હોય. જલજ માટે ટીવી એટલે એનીમેશન ચેનલ્સ અને ફિલ્મ એટલે એની જ ફિલ્મો. એક દિવસ ઘેર મહેમાન આવ્યા અને મુવી જોવા જવાનું નક્કી થયું. બાળક નાનું હોય, સાથે નોકરી અને પરિવારમાં ઘેરાયલો એ સમય એવો હતો, કે જેમ મેટ્રો સિટીમાં ઝળહળતી લાઈટો વચ્ચે તારાઓના દર્શન કર્યે અરસો થઈ ગયો હોય ; તેમ મને પણ બાળક, ઘર, પરિવાર સિવાય કશું જોયે, વિચાર્યે અરસો થઇ ગયો હતો. હા , તો આપણે મુવી જોવા પહેલાં રીવ્યુ જોઈ શકાય એવો ઓપ્શન જ વિસરી ગયેલા. ફિલ્મ કઈ લાગેલી છે એ પણ ખાસ ખબર નહીં. ત્રણેક વર્ષના જલજને કઝીન્સ સાથે બહાર જવાનું એક્સાઈટમેન્ટ હતું એટલે એ ભાઈ તો તૈયાર થઇ ગયા હતા. તો રંગે-ચંગે સંઘ ફિલ્મ જોવા પહોંચ્યો ત્યાં ફિલ્મ હતી ‘ રાઉડી રાઠોડ ’ . શરૂઆતમાં થોડી કોમેડી ચાલી અને બચ્ચાઓનું ફેવરીટ ‘ ચિંટા ટા ચીંટા.... ’ આવ્યું ત્યાં સુધી તો ટકી આવ્યા પણ પછી જે રાઠોડજી રાઉડી બન્યા અને દે ધના ધન ચાલુ થયું; પડદ