હેરીટેજ વોક - અમદાવાદ.

આ બ્લોગની શરૂઆત કિશોર કુમારને યાદ કરીને કરીએ. તેમના વાયા યાદ તો આપણે અમદાવાદને જ કરવાના છીએ. છેક ૧૯૭૭માં ફિલ્મ મા-બાપ માટે કિશોર કુમારે ગીત ગાયેલું. હું અમદાવાદનો રીક્ષા વાળો. નવસો નવ્વાણું નમ્બર વાળો, અમદાવાદ બતાવું ચાલો.. આજે અમે એ રિક્ષાવાળા બનીએ અને તમે બનો પેસેન્જર. આ બ્લોગ વાંચવાની પાંચ દસ મીનીટની ફાળવણી એ તમારે ચુકવવા થતું ભાડું. સંસ્કૃતિના વિકાસ સાથે ગામડામાંથી શહેરો અને શહેરોમાંથી મેટ્રોઝનું નિર્માણ થતું રહ્યું. જેમ શહેરનો વિસ્તાર મોટો થયો તેમ પરંપરા અને રૂઢીઓની પકડ ઢીલી થતી ગઈ અને મુક્તિનો અનુભવ સરળ થતો રહ્યો. કોઈએ કહ્યું છે તેમ "જે એક વખત મુક્તિનો સ્વાદ ચાખી લે છે તેના દિમાગમાંથી ક્યારેય પણ મુક્તિ ખસતી નથી." એટલા માટે શહેરો તરફનું આકર્ષણ હરહંમેશ રહ્યું છે અને રહેવાનું છે. આવું આપણું પોતીકું મેટ્રો એટલે અમદાવાદ. અહેમદાબાદમાંથી અપભ્રંશ થયેલું આ શહેર મનોરંજન, શિક્ષણ, મેડીકલ જેવા ક્ષેત્રોમાં અદ્ભુત પ્રગતિને કારણે લગભગ દરેક ગુજરાતી માટે "મસ્ટ વિઝીટ" બની ગયું છે. જો કે, આ બ્લોગમાં આપણે ફક્ત પ્રવાસીઓને અનુરૂપ શહેરની વાત કરીશું. કોઇપણ મેટ્રોની ઓળ...