ગવિ, કેરેલા.

કેરેલા, ધરતી પરના આ સ્વર્ગ માટે આમ તો જેટલું લખીએ એટલું ઓછું પડે પણ ત્યાંની અમુક જગ્યાઓ એવી છે જે તમને કદાચ સ્વર્ગથી પણ વિશેષ અનુભૂતિ કરાવે અને તેમાંની એક જગ્યા એટલે ગવિ ફોરેસ્ટ.

ઠેકડી, કેરેલા-તમિલનાડુ બોર્ડર પર આવેલું એક સુંદર ગામ. તેની નજીક આવેલું છે ૭૭૭કિમિ વર્ગમાં ફેલાયેલું ભારતનું બીજા નમ્બરનું ગીચ જંગલ પેરિયાર ટાઇગર રિઝર્વ. સમય લઈને આ આખા જંગલની જરૂરથી અનુભૂતિ કરાય, પણ જો સમય ઓછો હોય તો પેરિયાર ટાઇગર રિઝર્વના ભાગરૂપે આવેલું ગવિ ફોરેસ્ટની તો અચૂક મુલાકાત લેવી.

અહીંના ઉબડખાબડ કુદરતી રીતે બનેલા રસ્તા પર જીપ જેવા વાહનમાં જવામાં ખૂબ સરળતા રહે અને જીપ સફારી ઠેકડીમાં આસાનીથી મળી રહે છે. સવારે જેટલો વહેલો પ્રવાસ ચાલુ કરીએ તેટલો વધુ આનંદ આવે. વળી જંગલમાં વિહરતા હાથી, હરણાં અને અમુક પક્ષીઓ પણ વહેલી સવારે જ દેખાય.

અહીં, પ્રાણી પક્ષીઓની કેટલીય જાતિઓ વસે છે, અરે આદિવાસી જાતિઓ પણ આ ગીચ જંગલમાં આરામથી વસે છે. ગવિ ફોરેસ્ટમાં દાખલ થવા માટે એક ચેક પોસ્ટ આવે છે જેમાં વ્યક્તિદીઠ 25 અને વિહિકલ દીઠ 50 રૂપિયા આપી એન્ટ્રી કરવાની રહે છે. જો આગલા દિવસે જ આ બધી પ્રોસેસ પતાવી હોય તો પ્રવાસમાં વધુ સરળતા રહે છે.

એકદમ ગીચ જંગલ, કાચો જંગલી રસ્તો, એક બાજુ આપણા પર ઢળતી લાગતી ટેકરી તો બીજી તરફ વૃક્ષો આચ્છાદિત ખાઈ, દર મીટરે બદલાતા પક્ષી પ્રાણીઓના અવાજ, જીપની સવારી અને સતત ઝરમર વરસતો વરસાદ.. આહા...

સ્પોટેડ ડિયર તો જોવા મળે જ પણ નસીબ જોર કરતા હોય તો હાથી કે હાથીઓના ઝુંડ પણ જોવા મળી શકે, બાકીના કેટલીય પ્રજાતિઓના પક્ષીઓ તો ખરાજ. ફોટોગ્રાફીના શોખીનો માટે તો અહીં ખજાનો ભરાયેલો છે. હા, ગાઈડની પરવાનગી વિના જીપમાંથી ઉતરવું સલાહભર્યું નથી.

નહિ, અહીં માત્ર જંગલમાં જીપ સફારી કરીને પાછા આવવાનું નથી.. ગવિ ફોરેસ્ટમાં ટુરિઝમ તરફથી ખૂબ સરસ રિસોર્ટ લાઈક ફેસેલિટીઝ રાખવામાં આવી છે. જ્યાં તમે તમારું પેકેજ પસંદ કરી શકો છો. જો એક જ દિવસ હોય તો સવારથી સાંજનું કે રોકાવું હોય તો નાઈટ પેકેજ પણ પસંદ કરી શકો છો...

માત્ર સવારથી બપોરના પેકેજમાં બ્રેકફાસ્ટ, ટ્રેકિંગ, બોટિંગ અને લંચનો સમાવેશ હોય છે જ્યારે રાત્રિરોકાણમાં નાઈટકેમ્પ જેવી વધુ મોજ હોય છે.

ગવિ મેઈન ડેસ્ટિનેશન પર પહોંચી તમે કોઈ અલગ જ જગ્યા પર પહોંચી ગયા હોવ તેવું લાગે. સતત ધુમ્મસથી છવાયેલું ઠંડુ વાતાવરણ, ગરમા ગરમ ચા-કોફીની ચૂસકી અને ખૂબ સરસ બ્રેકફાસ્ટ (યસ, ગુજરાતી તરીકે આ પણ જોવું-ખાવું-લખવું રહ્યું).. ઔર કયા..

અરે રુકીયે.. ઔર ભી બહુત કુછ હૈ..

બ્રેકફાસ્ટ કરી લઈએ એટલે ખાખી વરદી ધારી ગાઈડ્સ અચાનક ક્યાંકથી પ્રગટ થાય અને અમૂકના બેચ બનાવી એમની પાછળ ચાલવાનું કહે... હજુ તો થોડા ડગલાં માંડ ચાલીએ એટલે ખ્યાલ આવે કે આ ધુમ્મસની ચાદર પાછળ સાવ આપણી નજીક, આંખની સામે જ આટલું મોટું લેક હતું જે આપણે દેખાયું જ નહોતું..

પહેલા શરૂ થાય આ ગીચ જંગલમાં ટ્રેકિંગ.. આ ટ્રેકિંગના વર્ણન માટે મારી પાસે ખરેખર કોઈ જ શબ્દ નથી. જો તમે સ્પિરિચ્યુઅલ વ્યક્તિ હોવ તો તમે અહીં કશીક પોઝિટિવ હાજરી અચૂક મેળવી શકો એથી વિશેષ હું નહિ લખી શકું. આ અનુભવ લેવા તમારે ત્યાં જ જવું પડશે.

ટ્રેકિંગ બાદ એ ધુમ્મસ આચ્છાદિત લેઈકનું બોટિંગ શરૂ થાય અને ઠંડી, ઝરમર વરસતો મેઘો, હોડીના ચાકુનો પાણીમાં આવતો અવાજ અને મનગમતો સંગાથ.. એમ જ થાય કે બસ આ સફર આમ જ ચાલુ રહે કેમ કે આનાથી વધુ સુંદર બીજું શું હોઈ શકે..? બટ.. વેઇટ ફોર ઇટ.. ગવિ એટલે એક પછી એક સરપ્રાઇઝીસનું નામ..

અમને લાગ્યું કે આ લેઈક પર એક આંટો મારી પાછા આવવાનું હશે પણ નાવિક જાણે એક અલગ જ દુનિયામાં હોડી લઈ ગયો.. દૂરથી આવતા પાણીના અવાજ પરથી જણાયું કે ધોધની ખૂબ નજીક છીએ .. યસ, ત્યાં ધોધની પાસે અમને ઉતરી જવાનું જણાવાયું અને જેટલો સમય વિતાવવો હોય તેટલો વિતાવવાનું જણાવાયું.. આઈ એમ સોરી, આ અનુભવ વર્ણન કરવા પણ મારી પાસે કશા શબ્દો નથી. ધૂમમ્સ, લેઈક અને વોટર ફોલ.. what a deadly combination..

જેમ દરેક સારા કે ખરાબ સમયની એક ડેડલાઈન હોય છે તેમ અમારે પણ આ ગવિ ફોરેસ્ટને અલવિદા કહેવાનો વખત આવી ગયેલો..




પણ ખરેખર, અમારામાંથી કોઈ પણ આ જગ્યા છોડતી વખતે કશું બોલી શકવાના હોશમાં ન હતા.. પ્રકૃતિના આપેલ ડોઝમાં સહુ મદહોશ હતા.

This is a must visit place to find ur inner voice.. if possible try to have full day to one night stay package, nature will not disappoint you.
If u have any queries or want any information, pls comment down below.

Comments

  1. અદભુત વર્ણન...
    ગ્રીન પ્લનેટ સાચ્ચે જ બહુ બ્યુટીફુલ છે..એક જન્મમાં એને પૂરો જોવાઈ શકે જ નહિન..
    હું ઇચ્છુ કે જો ભગવાન હોય તો મને મોક્ષ ના આપે એના બદલે આ પ્લેનેટ પર મોકલ્યા કરે. ગમે તે સ્વરૂપે પણ પૃથ્વી પર..

    ReplyDelete
    Replies
    1. Wow.. ફર્સ્ટ બ્લોગ પર ફર્સ્ટ કોમેન્ટ એક ખૂબ મસ્ત મિત્રની. મોજ પડી ગઈ.
      યસ, i agree, green planet is just beautiful.. દરેક રૂપ સરપ્રાઈઝ કરે. તમારી ઈચ્છા ફળીભૂત થાય :)

      Delete
  2. વાહ...ખૂબ સરસ. હવે તો આવા રમણીય સ્થાન ની મૂલાકાત કરયે જ છૂટકો.

    ReplyDelete
  3. Jabbardast..akalpniy..me joyu manyu nathi pn hve jane ek destination place list ma pela 10 ma nam umerayu chhe..agad ishwar ichha..pn shabdo ne manthi me aa sthad tamara through manyu..aabhar..

    ReplyDelete
    Replies
    1. Thanks a lot :) sure aa placeni mulakat lejo j. It's heaven on earth

      Delete

Post a Comment

આપનો અભિપ્રાય અહીં વાંચવો ગમશે. જો તમે anonymous તરીકે કોમેન્ટ મુકતા હોવ તો સાથે નામ લખવા વિનંતી.

Popular posts from this blog

પીડા તો ભાઈ ભોગવે છૂટકો.... an old diary entry.

શ્રદ્ધાના રસ્તે (way to faith)

શ્રધ્ધાના રસ્તે - 2