Posts

Showing posts from 2024

શ્રધ્ધાના રસ્તે - 2

Image
  “ બદતમીઝ દિલ....”        “યે જવાની હૈ દિવાની” મારી ખાસ ગમતી ફિલ્મોમાંની એક એવી આ મુવી સાથે એક સ્પેશીયલ મેમરી સંકળાયલી છે. મારો દીકરો નાનો હતો ત્યારે ટીવી પર ‘ પોગો ’ ચેનલ અને ‘ પોગો ’ પર ‘ છોટા ભીમ ’ જોતો હોય. જલજ માટે ટીવી એટલે એનીમેશન ચેનલ્સ અને ફિલ્મ એટલે એની જ ફિલ્મો. એક દિવસ ઘેર મહેમાન આવ્યા અને મુવી જોવા જવાનું નક્કી થયું.        બાળક નાનું હોય, સાથે નોકરી અને પરિવારમાં ઘેરાયલો એ સમય એવો હતો, કે જેમ મેટ્રો સિટીમાં ઝળહળતી લાઈટો વચ્ચે તારાઓના દર્શન કર્યે અરસો થઈ ગયો હોય ; તેમ મને પણ બાળક, ઘર, પરિવાર સિવાય કશું જોયે, વિચાર્યે અરસો થઇ ગયો હતો. હા , તો આપણે મુવી જોવા પહેલાં રીવ્યુ જોઈ શકાય એવો ઓપ્શન જ વિસરી ગયેલા. ફિલ્મ કઈ લાગેલી છે એ પણ ખાસ ખબર નહીં. ત્રણેક વર્ષના જલજને કઝીન્સ સાથે બહાર જવાનું એક્સાઈટમેન્ટ હતું એટલે એ ભાઈ તો તૈયાર થઇ ગયા હતા. તો રંગે-ચંગે સંઘ ફિલ્મ જોવા પહોંચ્યો ત્યાં ફિલ્મ હતી ‘ રાઉડી રાઠોડ ’ . શરૂઆતમાં થોડી કોમેડી ચાલી અને બચ્ચાઓનું ફેવરીટ ‘ ચિંટા ટા ચીંટા.... ’ આવ્યું ત્યાં સુધી તો ટકી ...

શ્રદ્ધાના રસ્તે (way to faith)

Image
  શ્રદ્ધાના રસ્તે         જે રસ્તે આ બ્લોગ આદર્યો છે, એ શ્રદ્ધા ન દેખાય કે ન સંભળાય, ન તો એની કોઈ ખુશ્બૂ છે કે ન કોઈ સ્પર્શ. એ કોઈ વાયરસ નથી કે શક્તિશાળી માઈક્રોસ્કોપમાં દેખાઈ જાય અને નથી એ કોઈ સુદૂરનો જાયન્ટ સ્ટાર કે જે ટેલિસ્કોપમાં ભળાય, કોઈ તર્ક એને બાંધી નથી શકતો કે કોઈ સમીકરણો એને ઉકેલી નથી શકતા. તો પછી એવું કહી શકાય કે એ કુદરતના નિયમોથી વિપરીત ચાલે છે? ના! વિપરીત ચાલે એ તો વિકૃતિ હોય. વિકૃતિ તો કળે, દુખે, પજવે અને પીડે! જયારે શ્રદ્ધા તો લગીરે પરેશાન નથી કરતી, માટે તે વિકૃતિ તો નથી.        ધારોકે એ પ્રકૃતિ હોય તો એ પ્રકૃતિના નિયમોથી ચાલવી જોઈએ ને? એક વાત કહો. માણસનું મન ગુરુત્વાકર્ષણને અનુસરીને જમીન પર રહે છે? તેનામાં માર્કેટ પ્રમાણે તેજી/મંદી આવે છે? નહીં ને? તેની તો પોતાની અલગ જ ચાલ છે. એ ચાલને આપણે સમીકરણમાં બાંધી નથી શક્યા તેનો અર્થ એવો ન કાઢી શકાય કે શ્રદ્ધા એ પ્રકૃતિથી વિમુખ કે વિપરીત છે. ન્યુટન નહોતા અવતર્યા ત્યાં સુધી ગુરુત્વાકર્ષણ જ નહોતું? હતું જ વળી, બસ એને સમજી નહોતું શકાયું. એ જ રીતે શ્રદ્ધાનું અસ્તિત...

પીડા તો ભાઈ ભોગવે છૂટકો.... an old diary entry.

Image
  Pain demands to be felt….. આ ટોપિક થોડો ડાર્ક છે ... કાળી અમાસની રાત જેવો . અંધારું કોને ગમે ? આપણે તરત રોશની કરવા દોડીએ . અને થોડી વાર માટે અચાનક લાઈટ જાય તો કેવી હાલત થાય ? બસ મૂંઝાઈ જઈએ . એવું જ છે પીડાનું પણ . પીડા કોઈને ગમે નહિ . પણ જેમ દિવસ પછી રાત નક્કી જ છે એમ સમયાંતરે પીડા પણ નક્કી જ છે , આ આર્ટીકલ નું હેડીંગ બાંધ્યું એ પુસ્તક ... “ ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ ” પણ પીડાદાયક પુસ્તક છે ... પણ એટલું સુંદર અને ઓરોજીનલ છે કે એ પીડા વારંવાર ભોગવવી ગમે . આ વાક્યનો અર્થ હું જેટલી વાર વિચારું એટલી વાર વધુ ગહન લાગે છે . આપણે શરદીથી સ્વાઈન ફ્લુ સુધી કે કબજીયાતથી કેન્સર સુધી એક વખત વિચારી જોઈએ .... બધું જ પીડાદાયક તો છે જ , અરે, દાઢનો દુખાવો હોય તોય કેવા ગાંગા કરી નાખે આપણે . તે દિવસે કામ ન સૂઝે આપણે . આપણી ડાર્લિંગ પત્ની પર પણ ગુસ્સો આવે અને વ્હાલી મમ્મી પર પણ . દૂધ વાળો આવે અને દૂધ લેવા એકદમ દોડો અને પગનો અંગુઠો દરવાજાના સ્ટોપરમાં ભટકાઈ જાય તો કેવું થાય ? દુધવાળાની માતા અને બહેનોનું આવી બન્યું ... લોલ ! અને જલ્દી જલ્દી બટેટા પૌંઆ વઘારવામાં હાથ કડાઈને અડી જાય ત્યારે પિયરમાં બેઠેલ...