ઉજવણીના રસ્તે - ૧
કેટલીક વખત પ્રવાસ એ ‘કોલિંગ’ હોય છે. મતલબ કે પ્રવાસ કરવા પાછળ કોઈ ચોક્કસ કારણ જવાબદાર ન હોય પણ અંતઃસ્ફૂરણાથી લોકો પ્રવાસ ખેડતા હોય છે. આવા પ્રવાસીની મુલાકાત અને અનુભવો હંમેશ સમૃદ્ધ હોય છે. આવા જ એક પ્રવાસી ભુજના વરુણ સચદે કે જેમણે આખા વિશ્વના અનેક દેશો, પ્રદેશોને પગ તળે ફેરવેલા છે, એમના પાસે પ્રવાસ અનુભવોનું મોટું ભાથું છે. સને ૨૦૨૦ની શરુઆતથી પરિસ્થિતિ પ્રવાસ માટે વિપરીત છે. કદાચ એકાદ બે વર્ષ આસાનીથી આપણે પ્રવાસ નહીં કરી શકીએ પરંતુ આવા સમયે પ્રવાસીઓને, તેમના અનુભવોને સાંભળવા માંણવાનું મઝેદાર જરૂર બનશે, સાથોસાથ બે વર્ષમાં આ દિશામાં આપણું જ્ઞાન અને સમજ વિસ્તૃત થશે તો ભવિષ્યમાં જરૂર ઉપયોગી થશે. આ સીરીઝમાં વરુણ સાથેના પ્રવાસ અનુભવોની શરુઆત “અસાંજા કચ્છડા”થી જ કરી છે. ભારતનો સહુથી મોટો જીલ્લો વૈવિધ્યપૂર્ણ વિશેષતાઓ ધ...