પોળોનું જંગલ, સાબરકાંઠા

આજે અમદાવાદથી એકદમ નજીકની અને માત્ર એક દિવસના પ્રવાસ માટે પણ એકદમ પ્રોપર કહેવાય તેવી જગ્યા માણીએ. અમદાવાદથી માત્ર દોઢસો કિલોમીટરના અંતરે પોળોનું જંગલ આવેલું છે. પોળોનું જંગલ અત્યાર સુધી બહુ જાણીતું ન હતું. અરે, આપણી સાવ નજીક એક ખૂબ સરસ, નાનકડું વન આવેલું છે એ હજુ પણ ઘણાયને ખ્યાલ નહીં જ હોય. અહીં પહોંચતાં જ એવું લાગે કે જાણે આપણે પ્રકૃતિના ખોળે આવી પહોંચ્યા. અહીં પહોંચતાં પહેલાં જ ચાલુ થઈ જતાં ગામઠી રસ્તાઓ, તેમાં ચાલતા ગ્રામ્યવિસ્તારના આદિવાસી લોકો અને તેમની સાથે નિરાંત જીવે ચાલતાં ઢોર તમને અવશ્ય કોન્ક્રીટના જંગલમાંથી છૂટ્યા હોવાની અનુભૂતિ કરાવે. હા, એક વાત ધ્યાનમાં રાખવી કે અહીં ઉનાળા દરમ્યાન જવાનું એવોઇડ કરવું. કેમકે ગરમી અહીં સારા એવા પ્રમાણમાં પડે છે. તેની નજીક જ આવેલા ઇડર કરતાં તો અહીં ઠંડક કહી શકાય, છતાં અરવલ્લીની પહાડી ઉનાળાના સમયમાં સારી એવી ગરમ થઇ જતી હોય જે ઉનાળામાં રાત્રીના સમયે પણ એ વિસ્તારને ઠંડુ થતાં અટકાવે છે (શિયાળામાં ઠંડી પણ સારી એવી હોય છે, ખાસ કરીને પોલો ફોરેસ્ટમાં. કેમકે તેની બંને બાજુ પહાડી આવેલી છે, અને વચ્ચે ગામ વસેલું છે). અહીં જવાની બેસ્ટ સ...