લાઈફ લાઈન - જય વસાવડા

આપણે આયખું જેમના સંગાથે પસાર કરીએ , એ લોકો આપણા જીવનનો હિસ્સો બની જતા હોય છે. આપણા માતા-પિતા, ભાઈ-બહેનો, મિત્રો-પડોશીઓ કે સહકાર્યકરો ઉપરાંત આપણે આપણા સમયના પ્રભાવકો સાથે પણ ઉછરતા હોઈએ છીએ. આપણે કોઈ ક્ષેત્રનું આકર્ષણ હોય જેમ કે, કોઈને શેર - માર્કેટનું હોય તો કોઈને એડવેન્ચરનું, કોઈને ફેશનનું તો કોઈને ચિત્ર કે હસ્તકળાનું, કોઈને પુસ્તકોમાં ડૂબકી મારવી ગમે તો કોઈને સુરો પ્રત્યે પ્રેમ હોય, કોઈને ક્રિકેટ પ્રત્યે લગાવ હોય તો કોઈને ફિલ્મોનો ફિતૂર હોય. મારા માનસપટ પર બાળપણમાં ચિત્રકથાઓ પલાઠી મારીને બેસી ગયેલી. પંચતંત્ર, રામાયણ-મહાભારતની કથાઓ, અરેબીયન નાઈટ્સ, અલીબાબા ચાલીસ ચોર અને સિંદબાદ જહાજી, સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોની કથાઓ અને અલ્લાદીનનો જાદુઈ ચિરાગ... કેટલીક કથાઓ આજે પણ તાદ્રશ છે જયારે કેટલીક વિસારે પાડી દીધી છે. સમય અને પ્રાયોરીટી બદલાતા રહ્યા, વાંચન ઓછું વધતું થતું રહ્યું, રસના પુસ્તકો ઉમરની સાથે બદલાયા પણ એ શોખ જિંદગીના રોડની સમાંતર ચાલતી ફૂટપાથ જેમ સાથે રહ્યો. ઘણી વખત તેની ઉપર ચડીને નોલેજ અને વિઝડમ ધરાવતું સાહિત્ય વાંચીને ચાલી લીધું તો ક્યારેક કોઈક નાનકડી કોમિક ક...