રણકાંધીના શહેશાહ - હાજીપીર

કેટલાક સ્થળો મનોરંજનના અર્થમાં “પર્યટન સ્થળ”ની કેટેગરીમાં કદાચ ન મુકી શકાય, છતાં પણ જરૂર મુલાકાત લેવા લાયક હોય છે. આવું એક સ્થળ છે અમારા કચ્છના છેક સીમાડે આવેલ સોદ્રાણાના શહેનશાહ હાજીપીર દાદાની દરગાહ. ભારતની પશ્ચિમે ગુજરાત અને ગુજરાતની પશ્ચિમે આવેલા કચ્છના પણ છેક પશ્ચિમ સીમાડે પાટનગર ભુજથી આશરે ૧૨૦કિમીના અંતરે આવેલ આ દરગાહ લગભગ ઉજ્જડ એવા રણ વિસ્તારમાં આવેલી છે. કચ્છની ઉત્તર પૂર્વમાં આવેલ મીઠાનું રણ રણોત્સવ અને હેલ્લારો ફિલ્મ થકી પ્રચલિત બન્યું છે જયારે પશ્ચિમ તરફ આવેલ પ્રમાણમાં વેરાન પ્રદેશ પર્યટન ક્ષેત્રે વિકસિત થયેલો નથી. આ પ્રદેશની પ્રતિકુળ ભૂગોળના કારણે ખાસ વસ્તી ધરાવતા ગામો પણ જૂજ છે. તેમ છતાં હાજીપીર દાદાનો મહિમા અને પરચાને કારણે યાત્રિકો આ તરફ જતા હોય છે અને માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો પણ ઉપલબ્ધ છે. પ્રાઇવેટ વાહનોથી પણ દરગાહની મુલાકાતે જઈ શકાય પરંતુ આખરી ૩૦કિમીના રસ્તા ખાસ સારી સ્થિતિમાં રહ્યા નથી. લગભગ બધાજ ધર્મોના લોકો જેમને આદર આપે છે, પૂજે છે અને પોતાની ઈચ્છા-માનતાઓ લઈને જાય છે તેવા હાજીપીર દાદાની કથા કૈક એવી છે કે, તેઓ આ સ્થળે શહાબુદ્દીન મહમ્મદ ઘોરીની...