માંડવી - કચ્છ.

અમુક ગામ કે શહેર સાથે જાણે આપણો એક અનોખો સંબંધ હોય છે, જાણે કંઇક અજીબ લેણાદેણી. આપણી સ્મૃતિઓ સંકળાયલી હોય તેવા શહેરનો વિચાર પણ મગજમાં ઝબકી જાય તો હોંઠ પર એક સ્મિત અને મગજ પર યાદોની પરત ચડતી જાય. આવું એક શહેર એટલે અમારું મોસાળનું અને દરેક કચ્છીઓને વ્હાલા એવા દરિયાઈ શહેર માંડવીની... પર્યટન ક્ષેત્રે કચ્છને અગ્રેસર રાખવામાં સફેદ રણ પછીનો જો કોઈનો નંબર હોય તો તે છે માંડવી. કચ્છ ભૌગોલિક રીતે વિશિષ્ટ પ્રદેશ છે, તેની એક તરફ રણ, બે તરફ સમુદ્ર અને અને એક તરફ કચ્છનો અખાત આવેલો છે. ભૂવિસ્તાર ડુંગરાળ પણ ખરો. સમુદ્રના તમામ કિનારાઓમાં પણ પાછું વૈવીધ્ય જોવા મળે... જેમાં સહેલાણીઓને માફક આવે તેવા રેતાળ, છીછરા અને શાંત કિનારાઓ ઉપરાંત શોખીનો માટે સવારીઓ, ખાણીપીણી વિગેરે દ્રષ્ટીએ નિહાળીએ તો માંડવીનો નંબર અવ્વલ આવે. મહાભારતમાં ઋષિ માંડવ્યની એક વાર્તા આવે છે જેના શ્રાપને કારણે ખુદ યક્ષને પૃથ્વી પર જન્મ લેવો પડ્યો હતો, આ જ ઋષિ માંડવ્ય પરથી માંડવીનું પડ્યું હોવાનું કહેવાય છે. ફક્ત ૪૦૦ વર્ષ પાછળ નજર કરીએ તો અહીના ખારવાઓએ એ સમયે અહીં શીપ બિલ્ડીંગ નાના પાયે ચાલુ કર્યું, પછી તો અહીં ...