દીવ, કેન્દ્રશાસિત પ્રદેશ

વેકેશન પૂર્ણ થઇ ચુક્યું છે, આ વેકેશનમાં ગરમીએ તમામ રેકર્ડ તોડ્યા છતાં વેકેશન તો ગરમીઓમાં જ મળે છે, જો કે તેનું પણ કારણ છે કે ગુજરાત જેવા ગરમ પ્રદેશમાં જ્યાં ઘણીખરી જગ્યાઓએ મે મહિનાનું તાપમાન ચાલીસી વટાવી ગયું હોય તેમાં બાળકો પાસે પચાસ અન્ય વિદ્યાર્થીઓ સાથે વર્ગમાં બેસાડીને છ સાત કલાક લેશન કરાવવું જરાય માનવીય નથી. બહારનું તાપમાન ૪૫ ડીગ્રી કે તેથી વિશેષ આંબે એટલે શરીરમાં રહેલા પ્રોટીનમાં વિકૃતિ જન્મ લેવા માંડે છે, પાચન નબળું પડે છે, પાણીની સતત તાણ વર્તાય છે અને લૂ તો વળી અલગ જ બલા છે ત્યારે બાળકો તો ઠીક પુખ્તોની હાલત પણ બગડવા માંડે. જો કે હવે મોટાભાગની કોર્પોરેટ ઓફિસો અને ધંધાદારીઓની ઓફિસો એ.સી બની ચુકી છે, પરંતુ ૨૪ કલાક તો તેમાં પણ વિતાવી શકાય નહીં. પાછુ દિવાળીથી ઉનાળા સુધી એટલે કે લગભગ પાંચ થી છ માસ સતત કામ કર્યા પછી કંટાળો પણ આવે જ ને? બ્રેક તો બનતા હૈ. બાળકો ઘરમાં હોય, બહાર તડકો ભડાકા દેતો હોય એટલે વધારે રમવા પણ ન દેવાય, ઘરમાં માતા પિતા વ્યસ્ત હોય, રમવાવાળા હમ ઉમ્ર ભાઈ કે બહેન હોય એ લોકો સાથે પણ પંદર દિવસમાં સારાસારી પૂરી થઇ હોય અને મારામારી શરુ થઇ ગઈ હોય, ટીવી સતત જુએ કે મ...