સીટી ટોક - ૨ (મૈસોર ૨.૦- કર્ણાટક)

ગયા બ્લોગમાં શરુ કરેલી મૈસોરની સફર આગળ વધારીએ. આખા કર્ણાટક રાજ્યમાં સહુથી પહેલી યુનીવર્સીટી મૈસોરમાં શરુ કરવામાં આવેલી. આગલા બ્લોગમાં વાત કરી તેમ મૈસોર એક ઐતિહાસિક શહેર છે છતાં જયારે તેની મુલાકાત લઈએ ત્યારે તેના પહોળા રસ્તા, મોટા મકાનો, આધુનિક ઈમારતો વિગેરે આપણું ધ્યાન અવશ્ય આકર્ષિત કરે છે. તેનું કારણ એ છે કે ભારતમાં ખુબ ઓછા શહેરો ટાઉન પ્લાનિંગ દ્વારા બનાવવામાં આવેલા છે, મૈસોર એવા જૂજ શહેરોમાંથી એક છે જેનું વર્ષો પહેલા ટાઉન પ્લાનિંગ કરીને શહેર વસાવવામાં આવેલું. મહેલ,મંદિર અને મ્યુઝીયમ (સેન્ડ)ની મુલાકાત બાદ ચાલો મૈસોરની બીજી બાજુ નિહાળવા. * મૈસોર ઝૂ :- આ ઝૂ ભારતનું ત્રીજા નંબરનું જૂનામાં જુનું ઝૂ કહેવાય છે. ઝૂ ખરેખર વિશાળ છે, જેમાં પ્રાણીઓના કુદરતી આવાસ જેવા જ મોટા મેદાનો બનાવવામાં આવ્યા છે. ઝૂમાં લગભગ ચાર કિલોમીટર જેટલું ચાલવાનું છે જેમાં લગભગ ભારતમાં જોવા મળતાં બધા પક્ષી પ્રાણીઓ જોવા મળે છે. જનરલી ઝૂમાં જઈએ તો અજીબ પ્રકારની દુર્ગંધ અને સાથે ગંદગી પણ જોવા મળે પરંતુ અહીં મૈસોર શહેર જેવી જ ચોખ્ખાઈ જોવા મળે. મતલબ, પ્રવાસી ...